/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Asia-Cup-2023-Sri-Lanka.jpg)
SL vs Pak: ભારે રસાકસીભરી મેચમાં પાકિસ્તાનને હરાવી શ્રીલંકા એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું. ભારત સામે ટકરાશે (તસવીર- એસીસી)
એશિયા કપ ફાઇનલમાં ભારત સામે શ્રીલંકા ટકરાશે. ગુરુવારે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી સેમી ફાઇનલ મેચમાં શ્રીલંકાએ રોમાંચ વચ્ચે છેલ્લા બોલ પર પાકિસ્તાનને હરાવ્યું હતું. છેલ્લા બોલ પર જીતવા માટે શ્રીલંકાને 2 રનની જરુર હતી અને અસલંકાએ પોતાની ટીમને જીત અપાવી હતી. શ્રીલંકાએ હરાવતાં ફાઇનલમાં પહોંચવાનું પાકિસ્તાનનું સપનું ચકનાચૂર થયું છે. હવે 17 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ ફાઇનલ મેચ રમાશે.
પાકિસ્તાને આપેલા 253 રનના ટારગેટ સામે બેટિંગ કરતાં શ્રીલંકાએ સારી શરુઆત કરી હતી. જોકે ચોથી ઓવરમાં 20 રનના સ્કોર પર કે પરેરા 17 રન બનાવી શાદબ ખાનની બોલિંગમાં રન આઉટ થયો હતો. 14મી ઓવરમાં 77 રનના સ્કોર પર પી નિસ્ન્કા 29 રનના અંગત સ્કોર પર શાદબ ખાનની બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો. ત્યાર બાદ શ્રીલંકાએ સારી ભાગીદાર કરી હતી. જોકે 30મી ઓવરમાં સમરાવિક્રમા 48 રન બનાવી આઉટ થયો હતો. 36મી ઓવરમાં મેન્ડિસ આઉટ થયો હતો. મેન્ડિસે 87 બોલમાં 91 રન બનાવ્યા હતા. ભારે રસાકસી વચ્ચે છેલ્લી ઓવરોમાં લંકાએ વધુ બે વિકેટ ગુમાવી દેતાં મેચ પાકિસ્તાન તરફી બની હતી. જોકે અસલંકાએ બાજી સંભાળી લેતાં શ્રીલંકાને જીત અપાવી હતી.
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટીંગ લેતાં 42 ઓવરમાં 7 વિકેટ પર 252 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન મોહમ્મદ રિઝવાને બનાવ્યા હતા. રિઝવાને 73 બોલમાં 6 ફોર અને 2 સિક્સ સાથે 86 રન કર્યા હતા. ઓપનર અબ્દુલ્લાહ શાફિકે 69 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 52 રન કર્યા હતા. ઇફ્તિખાર અહેમદે 40 બોલમાં 47 રન કર્યા હતા. જ્યારે કેપ્ટન બાબર આઝમ 35 બોલમાં 29 રન બનાવી શક્યો હતો.
શ્રીલંકાના પથિરાનાએ 3 વિકેટ લીધી
શ્રીલંકા તરફથી સૌથી વધુ વિકેટ મથિસા પથિરાનાએ લીધી હતી. પથિરાનાએ 8 ઓવરમાં 65 રન આપી 8.13 સરેરાશ સાથે 3 વિકેટ ઝડપી હતી. પ્રમોદ મદુશાને 7 ઓવર નાંખી 2 વિકેટ લીધી હતી. મદુશાને એક ઓવર મેડન નાંખી હતી. જ્યારે મહિશ તીક્ષ્ણા અને દુનિથ વેલાલેજને એક એક વિકેટ મળી હતી. શ્રીલંકાના બોલર્સે પાકિસ્તાને બેટ્સમેનને હાથ ખુલ્લા કરી રમવાની તક આપી ન હતી અને એકંદરે સારી બોલિંગ કરી હતી પહેલી વિકેટ 9 રન પર પાડી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us