Asia Cup Final Match, IND vs SL Score : મોહમ્મદ સિરાજ (6 વિકેટ) અને હાર્દિક પંડ્યાના (3 વિકેટ)ના તરખાટની મદદથી એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યું છે. ભારતે શ્રીલંકા સામે 10 વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકા 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતું. જવાબમાં ભારતે 6.1 ઓવરમાં વિના વિકેટે 51 રન બનાવી લીધા હતા. એટલે કે ફક્ત 37 બોલમાં જીત મેળવી લીધી હતી. એશિયા કપમાં ભારત સૌથી વધારે 8 વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલા ભારત છેલ્લે 2018માં આ ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યું હતું. શ્રીલંકા 6 વખત ટૂર્નામેન્ટ જીત્યું છે. પાકિસ્તાન 2 વખત ચેમ્પિયન બન્યું છે.
એશિયા કપમાં ક્યારે કોણ બન્યું ચેમ્પિયન
વર્ષ – ચેમ્પિયન1984 – ભારત1986 – શ્રીલંકા1988 – ભારત1990-91 – ભારત1995 – ભારત1997 – શ્રીલંકા2000 – પાકિસ્તાન2004 – શ્રીલંકા2008 – શ્રીલંકા2010 – ભારત2012 – પાકિસ્તાન2014 – શ્રીલંકા2016 – ભારત2018 – ભારત2022 – શ્રીલંકા2023 – ભારત
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
શ્રીલંકા ટીમ – કુશલ પરેરા, પથુમ નિશાંકા, કુસલ મેન્ડિસ, સદીરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજયા ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલેજ, દુષન હેમંથા, માથીશા પાથિરાના, કશુન રજીથા.