Ind vs Pak Match: આ નબળાઈને કારણે પાકિસ્તાન ફાઈનલ મેચમાં ભારત સામે હારી જશે, સૂર્યકુમારની નજર જીતની હેટ્રિક પર

Asia Cup 2025 India vs Pakistan Final Match : ભારત પાકિસ્તાન એશિયા કપ ફાઇનલ મેચ જીતવા મેદાનમાં ટકરાશે. પાકિસ્તાન ભારત સામે જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ આ ટીમની એક મોટી ખામી તેને ભારત કરતાં નબળી બનાવી રહી છે.

Written by Ajay Saroya
Updated : September 28, 2025 13:58 IST
Ind vs Pak Match: આ નબળાઈને કારણે પાકિસ્તાન ફાઈનલ મેચમાં ભારત સામે હારી જશે, સૂર્યકુમારની નજર જીતની હેટ્રિક પર
એશિયા કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે (તસવીર - સોશિયલ મીડિયા)

Asia Cup 2025, India vs Pakistan Final Match : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ રોમાંચક હોવાની અપેક્ષા છે કારણ કે ફાઇનલ પહેલા પાકિસ્તાને બાંગ્લાદેશ સામે જે સ્કોરનો બચાવ કર્યો હતો તેનાથી આ ટીમનો આત્મવિશ્વાસ પાછો આવ્યો હશે. પાકિસ્તાન ભારત સામે જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ આ ટીમની એક મોટી ખામી તેને ભારત કરતાં નબળી બનાવી રહી છે.

પાકિસ્તાનની બેટિંગ ભારતીય ટીમ કરતા નબળી

પાકિસ્તાને સુપર 4 માંથી 2 મેચ જીતી હતી અને એક મેચમાં ભારત સામે હારી ગયું હતું. પાકિસ્તાને સુપર 4માં બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવ્યું હતું, પરંતુ આ બંને મેચમાં આ ટીમે જીતવા માટે સખત મહેનત કરવી પડી હતી અને ખાસ કરીને બેટિંગ ફ્રન્ટ પર આ ટીમ સંપૂર્ણ રીતે સંઘર્ષ કરતી હોય તેવું લાગતું હતું. પાકિસ્તાનની અત્યાર સુધીની સૌથી મોટી નબળાઈ તેમની બેટિંગ રહી છે, જેમાં ભારતીય ટીમ ખૂબ જ મજબુત છે.

સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, મોહમ્મદ હેરિસ જેવા પાકિસ્તાનના કેટલાક બેટ્સમેનો ક્યારેક ક્યારેક સારો દેખાવ કરી ચૂક્યા છે, પરંતુ તેઓ સાતત્ય જાળવી શક્યા નથી. આ સિવાય ટીમના અન્ય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો તે 8માં નંબર પર છે અને ટીમમાં એકથી વધુ બેટ્સમેન છે જે બાજી પલ્ટી શકે છે. ફાઈનલમાં બંને ટીમોની બેટિંગથી સૌથી વધુ ફરક પડવાનો છે અને સલમાનની ટીમની સાધારણ બેટિંગ તેને જીતવા માટે ફેવરિટ બનાવી રહી નથી.

ભારતની નજર જીતની હેટ્રિક પર

બોલિંગ ફ્રન્ટની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન સારી સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાન પાસે પણ પેસર અને સ્પિનરોની અછત નથી, જ્યારે ભારતનું બોલિંગ આક્રમણ પણ શાનદાર દેખાઈ રહ્યું છે. હાલમાં એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કુલદીપ યાદવ પણ છે, જેણે 13 વિકેટ ઝડપી છે, જ્યારે શાહીન આફ્રિદી અને હરિસ રઉફ સારી બોલિંગ કરી રહ્યા છે અને બંનેએ અત્યાર સુધીમાં 9-9 વિકેટ ઝડપી છે. જો કે ભારત અત્યાર સુધીમાં બે વખત પાકિસ્તાનને હરાવ્યું છે અને આ ટીમની નજર ફાઈનલમાં જીતની હેટ્રિક પર રહેશે.

એશિયા કપ 2025 માટે ભારત-પાકિસ્તાન ટીમ

ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ.

રિઝર્વ પ્લેયર : પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ.

પાકિસ્તાનઃ સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલાત, ખુશ્દિલ શાહ, મોહમ્મદ હેરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સેમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફિયાન મોકિમ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ