/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/rohit-sharma-asia-cup.jpg)
India vs Pakistan Asia Cup 2023 Match : એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની ત્રીજીવાર આગેવાની કરવા માટે રોહિત શર્મા તૈયાર છે. વર્ષ 2018માં ટૂર્નામેન્ટ વન ડે ફોર્મેટમાં રમાયો હતો ત્યારે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ ટી20 ફોર્મેટમાં વર્ષ 2022માં રમાયો તો. જેમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતનું પ્રદર્શન સારું ન્હોતું રહ્યું. વર્ષ 2018માં ટીમ ઇન્ડિયા ખૂબ જ મજબૂત હતી અને પાકિસ્તાનની ટીમ સંઘર્ષ કરી રહી હતી. ભારતે તેને 2 વખત ખરાબ રીતે હરાવ્યું હતું.
વર્ષ 2018માં એશિયા કપ યુએઈમાં રમાયો હતો. ત્યારે નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ટૂર્નામેન્ટથી આરામ આપવામાં આવ્યો હતો.રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આખી ટૂર્નામેન્ટમાં ટીમ અજય રહી હતી. જોકે, અફઘાનસ્તાનમાં ભારત વિરુદ્ધ ચોંકાવનારું પ્રદર્શન કર્યું હતું. બંને ટીમો વચ્ચે સુપર 4માં મુકાબલો થયો હતો. રોહિત શર્મા અને શિખર ધવનને આ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમની આગેવાની કરી હતી. આ મેચ ટાઈ રહી હતી. ભારત માટે કેપ્ટન તરીકે ધોનીની આ છેલ્લી મેચ હતી.
પાકિસ્તાનને બે વખત ખરાબ રીતે હરાવ્યું હતું
એશિયા કપ 2018માં ભારતે પાકિસ્તાનને બે વખત ખરાબ રીતે હરાવ્યું હતું. ગ્રૂપ મેંચમાં 8 વિકેટથી હરાવ્યું તો સુપર 4માં 9 વિકેટથી, ગ્રૂપ મેચમાં પાકિસ્તાનની ટીમ 43.1 ઓવરમાં 162 રન પર આઉટ થઈ ગઈ હતી. ભારતે 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. સુપર 4માં પાકિસ્તાને 7 વિકેટ પર 237 રન બનાવ્યા હતા. ભારતે 39.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.
એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન રહ્યું ખરાબ
એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન સારું નહીં રહે. ટીમ સુપર 4થી આગળ વધી ન શક્યું. ગ્રૂપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવીને ટીમ અજય રહી હતી. પરંતુ સુપર 4માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવી દીધું હતું.
એશિયા કપમાં રોહિત શર્માની કેપ્ટનશિપ અંગે વાત કરીએ તો વન ડે ફોર્મેટમાં 5માંથી 5 મેચ જીતી છે. ટી 20 ફોર્મેટમાં 2 મેચ હાર્યા છે અને 3 જીતી ચૂક્યા છે. ટી 20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટ ટી 20 ફોર્મેટમાં રમવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વનડે ફોર્મેટમાં હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us