IND-A vs BAN-A : એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025, ઇન્ડિયા-A નો સેમિ ફાઇનલમાં પરાજય

IND-A vs BAN-A Asia Cup Rising Stars 2025 Match Updates : એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 ની સેમિ ફાઇનલમાં ઇન્ડિયા-એ નો પરાજય થયો, સુપર ઓવરમાં બાંગ્લાદેશ-એ નો વિજય

Written by Ashish Goyal
Updated : November 21, 2025 19:58 IST
IND-A vs BAN-A : એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025, ઇન્ડિયા-A નો સેમિ ફાઇનલમાં પરાજય
IND-A vs BAN-A Asia Cup Rising Stars 2025 Match Updates : એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025, ભારત-એ વિ બાંગ્લાદેશ-એ મેચ અપડેટ્સ

IND-A vs BAN-A Asia Cup Rising Stars 2025 Match Cricket Score Updates: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 ની સેમિ ફાઇનલમાં ઇન્ડિયા-એ નો પરાજય થયો છે. બાંગ્લાદેશ-એ એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં ઇન્ડિયા-એ 20 ઓવરમાં 6 વિકેટે 194 રન બનાવી લેતા મેચ ટાઇ પડી હતી. આ પછી સુપર ઓવરમાં બાંગ્લાદેશનો વિજય થયો હતો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત-એ સુપર ઓવરમાં એકપણ રન બનાવી શક્યું ન હતું. જવાબમાં બાંગ્લાદેેશે 1 વિકેટે 1 રન બનાવી લીધો હતો.

ભારત A ઇનિંગ્સ

-નેહલ વાઢેરા 29 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 32 રન.

-આશુતોષ શર્મા 6 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 13 રને રકીબુલ હસનનો શિકાર બન્યો.

-રમનદીપ સિંહ 11 બોલમાં 3 ફોર સાથે 17 રને કેચ આઉટ.

-જીતેશ શર્મા 23 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 33 રને આઉટ.

-પ્રિયાંશ આર્યા 23 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 44 રને રકીબુલ હસનનો શિકાર બન્યો.

-નમન ધીર 12 બોલમાં 1 ફોર સાથે 7 રને અબુ હૈદરની ઓવરમાં કેચ આઉટ.

-વૈભવ સૂર્યવંશી 15 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 38 રન બનાવી અબ્દુલ ગફારની ઓવરમાં કેચ આઉટ થયો.

બાંગ્લાદેશ A ઇનિંગ્સ

-એસએમ મેહેરોબના 18 બોલમાં 1 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 48 રન.

-માહિદુલ ઇસ્લામ અંકોન 2 બોલમાં 1 રને નમન ધીરનો શિકાર બન્યો.

-હબીબુર રહેમાન સોહન 46 બોલમાં 3 ફોર અને 5 સિક્સરની મદદથી 65 રન બનાવી કેચ આઉટ થયો.

-અકબર અલી 9 અને અબુ હૈદર ખાતું ખોલાયા વિના આઉટ.

-હબીબુર રહેમાને 32 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ઝવાદ અબરાર 19 બોલમાં 1 સિક્સર સાથે 13 રને કેચ આઉટ થયો.

-જીશાન આલમ 14 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 26 રને ગુરુજાપનીત સિંહનો શિકાર બન્યો.

– ઇન્ડિયા A ના કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો – હરભજન સિંહે પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવતા વિવાદ, એકસમયે પાક સામે રમવાની ના પાડી હતી

બન્ને ટીમો આ પ્રમાણે છે

ઇન્ડિયા A : પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વઢેરા, નમન ધીર, જીતેશ શર્મા (કેપ્ટન), રમણદીપ સિંહ, હર્ષ દુબે, આશુતોષ શર્મા, ગુરુજાપનીત સિંહ, વિજયકુમાર વૈશાક, સુયશ શર્મા.

બાંગ્લાદેશ A : હબીબુર રહેમાન સોહન, જીશાન આલમ, ઝવાદ અબરાર, અકબર અલી (કેપ્ટન), માહિદુલ ઇસ્લામ અંકોન, યાસિર અલી, એસએમ મેહેરોબ, અબુ હૈદર રોની, રકીબુલ હસન, અબ્દુલ ગફાર સકલેન, રિપોન મોંડોલ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ