IND-A vs OMA Asia Cup Rising Stars 2025 Match Cricket Score Updates: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ હર્ષ દુબેના અણનમ 53 રનની મદદથી ઇન્ડિયા-A એ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં ઓમાન સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ઓમાને 20 ઓવરમાં 7 વિકેટે 135 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.5 ઓવરમાં 4 વિકેટે 138 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારતે સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી.
ઇન્ડિયા-A ઇનિંગ્સ
-હર્ષ દુબેના 44 બોલમાં 7 ફોર અને 1 સિક્સરની મદદથી અણનમ 53 રન. જીતેશ શર્માના 1 બોલમાં અણનમ 4 રન.
-નેહલ વઢેરા 24 બોલમાં 1 સિક્સર સાથે 23 રન બનાવી કેચ આઉટ થયો.
-નમન ધીરના 19 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 30 રન.
-વૈભવ સૂર્યવંશી 13 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી જય ઓડેદરાની ઓવરમાં કેચ આઉટ.
-પ્રિયાંશ આર્યા 6 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી કેચ આઉટ થયો.
ઓમાન ઇનિંગ્સ
-ભારત તરફથી સુયશ શર્મા અને ગુરુજાપનીત સિંહે સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી
-વસીમ અલીના 45 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 54 રન.
-સુફિયાન મદમૂદ 8 રન અને મુઝાહિર રઝા 00 રને ગુરુજાપનીત સિંહની ઓવરમાં આઉટ થયા.
-ઝિક્રિયા ઈસ્લામ 3 બોલમાં ખાતું ખોલાયા વિના સુયશ શર્માનો બીજો શિકાર બન્યો.
-આર્યન બિષ્ટ 5 બોલમાં 4 રન બનાવી આઉટ.
-નારાયણ સૈશિવ 14 બોલમાં 1 ફોર સાથે 16 રન બનાવી નમન ધીરની ઓવરમાં કેચ આઉટ.
-કરણ સોનાવાલે 19 બોલમાં 12 રન બનાવી સુયશ શર્માનો શિકાર બન્યો.
-હમ્માદ મિર્ઝા 16 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 32 રને કેચ આઉટ.
-ઓમાન સામે ઇન્ડિયા A ના કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો – શું શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ નહીં રમી શકે? જાણો લેટેસ્ટ અપડેટ
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઇન્ડિયા A : પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વઢેરા, નમન ધીર, જીતેશ શર્મા (કેપ્ટન), રમણદીપ સિંહ, હર્ષ દુબે, આશુતોષ શર્મા, ગુરુજાપનીત સિંહ, વિશાલ વિજયકુમાર, સુયશ શર્મા.
ઓમાન : હમ્માદ મિર્ઝા (કેપ્ટન), કરણ સોનાવાલે, વસીમ અલી, નારાયણ સૈશિવ, આર્યન બિષ્ટ, ઝિક્રિયા ઈસ્લામ, સુફિયાન મહમૂદ, મુઝાહિર રઝા, સમય શ્રીવાસ્તવ, શફીક જાન, જય ઓડેદરા.





