Asia cup : સુપર 4 પહેલા શ્રીલંકન ખેલાડીઓના કોચ બન્યા વિરાટ કોહલી, Video જીતી લેશે તમારું દિલ

asia cup 2023, virat kohli, sri lanka, bcci video : બીસીસીઆઈએ વીડિયો શેર કર્યો છે. પરસેવાથી તરબોળ વિરાટ કોહલી બાઉન્ટ્રી પાસે ઉભા રહેલા શ્રીલંકન ખેલાડીઓ પાસે પહોંચ્યા છે અને લાંબી વાતચીત કરી હતી.

asia cup 2023, virat kohli, sri lanka, bcci video : બીસીસીઆઈએ વીડિયો શેર કર્યો છે. પરસેવાથી તરબોળ વિરાટ કોહલી બાઉન્ટ્રી પાસે ઉભા રહેલા શ્રીલંકન ખેલાડીઓ પાસે પહોંચ્યા છે અને લાંબી વાતચીત કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
asia cup 2023 | virat kohli | sri lanka | bcci video | Google news | Gujarati News

વિરાટ કોહલીનો વીડિયો - photo - BCCI

એશિયા કપ 2023માં સુપર 4 મુકાબલા શરુ થઈ ચૂક્યા છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ એક એક વખત એકબીજા સાથે ટકરાશે. ટોપ બેમાં રહેનારી ટીમો ફાઇનલમાં પહોંચશે. સુપર 4ના પડકાર સામે લડવા માટે ચારે ટીમો સખત મહેનત કરી રહી છે. આ વચ્ચે ભારતીય ખેલાડી અને શ્રીલંકન ખેલાડીઓ વચ્ચે ખાસ ક્ષણનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

Advertisment

કોલહીને મળ્યા શ્રીલંકન ખેલાડી

એશિયા કપમાં ભારતના પ્રેક્ટિશ સેશન દરમિયાન શ્રીલંકન ખેલાડીઓને વિરાટ કોહલીની સાથે મુલાકાત કરી હતી. બીસીસીઆઈએ વીડિયો શેર કર્યો છે. પરસેવાથી તરબોળ વિરાટ કોહલી બાઉન્ટ્રી પાસે ઉભા રહેલા શ્રીલંકન ખેલાડીઓ પાસે પહોંચ્યા છે અને લાંબી વાતચીત કરી હતી. કોહલીની મુલાકાત કરનાર ખેલાડીઓ પૈકી એક ખેલાડીએ તેમને પ્રશ્ન કર્યો હતો. કે આખરે એવું શું કરીએ કે કોહલીના સ્તર સુધી પહોંચી શકાય.

કોહલી સમજાવે છે કે દરેક ક્રિકેટ રમવાનું જાણે છે પરંતુ એવા કેમ છે કે કેટલાક ખેલાડીઓ મોટા બની જાય છે અને કેટલાક નહીં. ખેલાડીઓમાં ફરક મોટી વસ્તુઓમાં નથી. નાની વસ્તુઓની હોય છે. તમે બીજાથી શું અલગ કરો છો એ જ નક્કી કરશે કે તમે ક્યાં સુધી પહોંચશો. ખુબ જ ઓછો ફરક હોય છે.પરંતુ આ ફર્ક તમને બીજાથી અલગ પાડે છે.

કોહલીએ ભણાવ્યો માનસિક મજબૂતીનો પાઠ

વિરાટ કોહલીએ અહીં માનસિક મજબૂતી અંગે કહ્યું હતું. તેમણે જણાવ્યું કે મેદાન પર 10માંથી 8 મુકાબલા તમે મજબૂતીથી જીતી શકો છો. કોહલી સાથે મુલાકાત કરીને ખેલાડીઓ ખુબ જ ખુશ હતા. એમાંથી એકે તેમને જણાવ્યું કે પ્રોફેશનલ થવું જરુરી છે. ખુદ પર વિશ્વાસ રાખવાની જરૂર છે. પરિણામ આના પર જ નિર્ભર કરે છે.

Advertisment

શ્રીલંકા સામે હશે બાંગ્લાદેશના પડકાર

બાંગ્લાદેશની ટીમ શનિવારે મેજબાન શ્રીલંકાનો સામનો કરશે. તેઓ એશિયા કપ એક દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટના સુપર ચારમાં પોતાની ઉમેદવારી જીંવત રાખવા માટે કોઈ કસર નહીં છોડે. બાંગ્લાદેશને લાહોરમાં સુપર ચારની પહેલી મેચમાં પાકિસ્તાનથી સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેના માટે આ મેચ કરો યા મરો જેવી બની ગઈ છે. તેની સામે શ્રીલંકાનો મોટો પડકાર સુપર ચારમાં જીતની સાથે પોતાના અભિયાનની શરુઆત કરવા ઇચ્છશે.

Asia Cup 2023 ક્રિકેટ Virat Kohli સ્પોર્ટ્સ