Asia Cup Winners List 1984 -2025 : એશિયા કપ 2025 ભારતની યજમાનીમાં સંયુક્ત આરબ અમિરાતના દુબઈ અને અબુધાબીમાં રમાશે. આ ટૂર્નામેન્ટનો પ્રારંભ 9 સપ્ટેમ્બરે થશે અને 28 સપ્ટેમ્બર ફાઇનલ મુકાબલો રમાશે. એશિયા કપની આ સિઝનમાં કુલ 19 મુકાબલા ખેલાશે, જેમાં 8 ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે.
એશિયા કપની શરૂઆત 1984માં થઇ હતી
એશિયા કપની આ 17મી સિઝન રમાશે. એશિયા કપની શરૂઆત 1984માં થઇ હતી. તે સમયે આ ટૂર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી, જેમાં ભારત સુનીલ ગાવસ્કરના નેતૃત્વમાં ચેમ્પિયન બન્યું હતું. આ ટૂર્નામેન્ટ ODI અને T20 બંને ફોર્મેટમાં રમાય છે, જે વર્લ્ડ કપના ફોર્મેટ સાથે સુસંગત છે.
ભારતે એશિયા કપનું ટાઇટલ સૌથી વધુ વખત જીત્યું
ભારતે સૌથી વધારે એશિયા કપનું ટાઇટલ સૌથી વધુ વખત જીત્યું છે. ટીમ ઇન્ડિયાએ વન-ડે ફોર્મેટમાં 7 વખત અને T20 ફોર્મેટમાં એક વાર આ ટ્રોફી જીતી છે. એટલે કે કુલ 8 વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે શ્રીલંકાએ વન-ડેમાં 5 વખત અને T20 ફોર્મેટમાં એક વાર આ ટાઇટલ જીત્યું છે. એટલે કે તે 6 વખત ચેમ્પિયન બન્યું છે.
એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ 1984-2025
વર્ષ વિજેતા રનર્સ અપ હોસ્ટ 1984 ભારત શ્રીલંકા યુએઈ 1986 શ્રીલંકા પાકિસ્તાન શ્રીલંકા 1988 ભારત શ્રીલંકા બાંગ્લાદેશ 1990-91 ભારત શ્રીલંકા બાંગ્લાદેશ 1995 ભારત શ્રીલંકા યુએઈ 1997 શ્રીલંકા ભારત શ્રીલંકા 2000 પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ 2004 શ્રીલંકા ભારત શ્રીલંકા 2008 શ્રીલંકા ભારત પાકિસ્તાન 2010 ભારત શ્રીલંકા શ્રીલંકા 2012 પાકિસ્તાન બાંગ્લાદેશ બાંગ્લાદેશ 2014 શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ 2016 ભારત બાંગ્લાદેશ બાંગ્લાદેશ 2018 ભારત બાંગ્લાદેશ યુએઈ 2022 શ્રીલંકા પાકિસ્તાન યુએઈ 2023 ભારત શ્રીલંકા પાકિસ્તાન/શ્રીલંકા 2025 – – યુએઈ
પાકિસ્તાન 2 વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે બાંગ્લાદેશ હજુ સુધી એક પણ ફાઇનલ જીતી શક્યું નથી, જોકે તેઓ ત્રણ વખત રનર્સ-અપ રહ્યું છે. એશિયા કપની છેલ્લી સિઝન 2023માં રમાઇ હતી. જેમાં ભારત શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
આ પણ વાંચો – એશિયા કપ 2025 નો કાર્યક્રમ, …તો ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાશે
આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં યોજાશે
ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આવતા વર્ષે ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આવી સ્થિતિમાં એશિયા કપનું આયોજન ટી-20 ફોર્મેટમાં થશે. એશિયા કપની અગાઉની આવૃત્તિ 2023ના ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ વન ડે ફોર્મેટમાં રમાઈ હતી.