રાજીવ શુક્લાએ એસીસીની બેઠકમાં મોહસીન નકવીની ઝાટકણી કાઢી, કહ્યું - એશિયા કપ કોઈની સંપત્તિ નથી

Asia Cup trophy : ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની એજીએમમાં ભારતને એશિયા કપ વિનર્સ ટ્રોફી ન આપવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો

Asia Cup trophy : ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની એજીએમમાં ભારતને એશિયા કપ વિનર્સ ટ્રોફી ન આપવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Captain Suryakumar Yadav share AI generated trophy

એશિયા કપ જીત્યા બાદ કેપ્ટન સુર્યકુમાર યાદવે AI જનરેટેડ ટ્રોફી - photo- X @surya_14kumar

Asia Cup trophy : ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની એજીએમમાં ભારતને એશિયા કપ વિનર્સ ટ્રોફી ન આપવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ એસીસીના પ્રમુખ મોહસીન નકવી હજુ સુધી ટ્રોફી આપવા માટે સંમત થયા નથી. બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ મોહસીન નકવીની ઝાટકણી કાઢતાં કહ્યું હતુ કે એશિયા કપ કોઈની સંપત્તિ નથી. તે વિજેતા ટીમને આપવી જોઈએ.

Advertisment

રવિવારે દુબઈમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યા બાદ ભારતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી ભારતીય ટીમને ટ્રોફી અને મેડલ મળ્યા નથી. બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા અને ભૂતપૂર્વ ટ્રેઝરર આશિષ શેલાર દુબઈમાં યોજાયેલી એજીએમમાં બીસીસીઆઈના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન નકવીના ડ્રામા સામે વાંધો ઉઠાવ્યો

એશિયા કપની ટ્રોફી હજુ એસીસીની ઓફિસમાં જ છે અને તે વિજેતા ટીમના સભ્યો સુધી ક્યારે પહોંચશે તે હજુ સ્પષ્ટ નથી. એસીસીના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે ભારતે આજે એસીસીની બેઠકમાં ટ્રોફી ન સોંપવા અને મેચ પછીના એવોર્ડ વિતરણ સમારોહમાં એસીસી અધ્યક્ષ નકવી દ્વારા કરવામાં આવેલા ડ્રામા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. શુક્લાએ સ્પષ્ટ કહ્યું હતું કે ટ્રોફી વિજેતા ટીમને સોંપવી જોઈએ. તે એસીસી ટ્રોફી છે અને કોઈ વ્યક્તિની નહીં. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે નકવી હજુ સુધી ટ્રોફી આપવા માટે તૈયાર થયો નથી.

એસીસીના ઉપાધ્યક્ષની ચૂંટણી ના થઇ

રાજીવ શુક્લા અને શેલારે સ્પષ્ટપણે કહ્યું હતું કે ટ્રોફી વિજેતા ટીમને આપવી જોઈએ. તે એસીસી ટ્રોફી છે અને કોઈ વ્યક્તિની નહીં. નકવીએ ના પાડી નહીં, પરંતુ ડ્રામા શરુ કર્યા હતા. નકવીએ કહ્યું કે આ મામલે એજીએમમાં ચર્ચા ન કરવી જોઈએ પરંતુ અન્ય કોઈ સમયે અલગથી ઉઠાવવી જોઈએ. બેઠકનો એકમાત્ર એજન્ડા ઉપાધ્યક્ષની પસંદગી કરવાનો હતો. પરંતુ તે પણ મુલતવી રાખવામાં આવ્યો હતો.

Advertisment

આ પણ વાંચો - શું ચેમ્પિયનના બદલે અન્ય કોઇ રાખી શકે છે એશિયા કપ ટ્રોફી? જાણો શું કહે છે નિયમ

શેલારે નકવીને ભારતને અભિનંદન આપવા માટે મજબૂર કર્યા

મોહસીન નકવીએ ભારતની એશિયા કપ જીત બદલ બીસીસીઆઇના સભ્યોને અભિનંદન પાઠવ્યા ન હતા. જોકે શેલારે તેમને સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમના શાનદાર દેખાવના ઔપચારિક રુપથી પ્રશંસા કરવાની ફરજ પાડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક શરૂ થતાની સાથે જ અધ્યક્ષ નકવીએ નેપાળને વેસ્ટ ઇન્ડીઝ પર જીત અને મંગોલિયાને એસીસીના સભ્ય બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે શેલારે કહ્યું કે તમે એશિયા કપ ટાઇટલ માટે ભારતને અભિનંદન કેમ નથી આપતા? તેમણે નકવીને અભિનંદન આપવા માટે મજબૂર કર્યા હતા અને પીસીબી પ્રમુખે સહમતી વ્યક્ત કરતા અભિનંદન આપ્યા હતા.

આ મામલો આઈસીસી સમક્ષ ઉઠાવશે

બીસીસીઆઇ આ મામલો આઇસીસી સમક્ષ ઉઠાવશે, જેની બેઠક નવેમ્બરમાં યોજાશે. શુક્લા અને શેલારે એવી દલીલ કરી હતી કે એસીસીએ ટ્રોફી તેની ઓફિસમાં રાખવી જોઈએ અને બીસીસીઆઇ તેને લેશે. તેમણે કહ્યું કે અમે ટ્રોફી ઇચ્છીએ છીએ કારણ કે અમે વિજેતા છીએ. ના પાડવાને બદલે નકવીએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા. બીસીસીઆઇ આઇસીસીને ફરિયાદ કરશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી અને શેલાર થોડા સમય માટે મિટિંગમાંથી બહાર નીકળા ગયા હતા.

નકવીને અપમાનજનક લાગ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેજ પર વિજેતા ભારતીય ટીમની રાહ જોતી વખતે નકવીને શરમ આવી હતી. તેમણે કહ્યું કે તેમને કાર્ટૂન જેવું લાગ્યું. ટૂર્નામેન્ટમાં બંને ટીમો ત્રણ વખત આમને-સામને આવી હતી અને ફાઈનલ સહિતની દરેક વખતે ભારત જીત્યું હતું. ભારતે ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે 'નો-હેન્ડશેક'ની નીતિ અપનાવી હતી.

એશિયા કપ ભારત ક્રિકેટ ટીમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ