Asian Games 2023 Day 10 Live Updates: એશિયન ગેમ્સ 2023ના 10મા દિવસે ભારતે અત્યાર સુધીમાં 68 મેડલ જીત્યા છે. ગોલ્ડની સંખ્યા પણ વધીને 15 થઈ ગઈ છે. અનુ રાનીએ મહિલા જેવલિન થ્રોઅરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ચીની ખેલાડીને હરાવી હતી. પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો. પારુલ ચૌધરીએ જાપાનની રિરિકાને હરાવી હતી. મેન્સ ડેકાથ્લોન ઈવેન્ટમાં ભારતના તેજસ્વિન શંકરે સિલ્વર મેડલ જીત્યો હતો. તેજસ્વિને 7666 પોઇન્ટ સાથે આ મેડલ જીત્યો છે. 1974 બાદ આ પહેલી વખત એવું બન્યું છે જ્યારે ડેકાથ્લોન ઈવેન્ટમાં મેડલ આવ્યો છે. કેનોઈંગમાં ભારતને દિવસનો પહેલો મેડલ મળ્યો હતો.
અર્જુન સિંહ અને સુનીલ સિંહની જોડીએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વિથ્યા રામરાજે 400 મીટર વિઘ્ન દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમે પૂલ મેચમાં હોંગકોંગને 13-0થી હરાવ્યું હતું. બે વખતની ઓલિમ્પિક મેડાલીસ્ટ પીવી સિંધુએ પણ મંગળવારથી સિંગલ્સ રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી છે. રાઉન્ડ ઓફ 32ની મેચમાં તેણે સીધી ગેમમાં જીત મેળવી હતી.
એશિયન ગેમ્સ 2023 લાઇવ અપડેટ્સ
અનુ રાનીએ ભારતને 15મો ગોલ્ડ અપાવ્યો
એશિયન ગેમ્સમાં ભારતે 15મો ગોલ્ડ મેડલ જીત્યો છે. વિમેન્સ જેવલિન થ્રોઅરની ફાઈનલમાં અનુ રાનીએ 62.92 મીટરના મેજિકલ થ્રોને સહારે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શ્રીલંકાને સિલ્વર અને ચીનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
પ્રવિણ ચિત્રવેલે પુરુષોની ટ્રિપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
મેન્સ ટ્રીપલ જમ્પમાં પ્રવિણ ચિત્રવેલે 16.68 મીટરના શ્રેષ્ઠ દેખાવ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. પ્રવીણ ચિત્રવેલે ત્રીજા સ્થાને રહીને પોતાની રમત પૂરી કરી હતી.
આ પણ વાંચો – એનસી સોજને મહિલાઓની લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો, 4 x 400 મીટર મિક્સ રિલે ટીમે બ્રોન્ઝ જીત્યો
પારૂલ ચૌધરીએ 5000 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો
ભારતની પારૂલ ચૌધરીએ મહિલાઓની 5000 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં પારુલ ચૌધરીએ શાનદાર દેખાવ કરતાં 15:14.75ના સમય સાથે જાપાનની રિરિકાને હરાવી હતી.
સચિન સિવાચનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય
મેન્સ બોક્સિંગ 57 કિ.ગ્રા. કેટેગરીમાં ભારતનો સચિન સિવાચ ક્વાર્ટર ફાઈનલમાં ચીનના ખેલાડી સામે હારીને એશિયન ગેમ્સમાંથી બહાર ફેંકાઈ ગયો છે. સચિન સિવાચને પોંગ લુએ 1-4થી હરાવ્યો હતો.
વિદ્યા રામરાજે બ્રોન્ઝ જીત્યો
ભારતની વિદ્યા રામરાજે 400 મીટરની હર્ડલ દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 55.68 સેકન્ડના સમયમાં રેસ પુરી કરી હતી. વિદ્યા સોમવારે મિક્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીતનારી ટીમમાં પણ સામેલ હતી.
પાકિસ્તાનનો જેવલિન થ્રોઅર અરશદ નદીમ એશિયન ગેમ્સમાંથી બહાર
પુરુષોની જેવલિન ફાઈનલ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનનો જેવલિન થ્રોઅર અરશદ નદીમ ઈજાના કારણે એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. અરશદ નદીમ ભારતના નીરજ ચોપરાનો કટ્ટર હરિફ છે.





