/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-asian-games-day-2.jpg)
એશિયન ગેમ્સ 2023 લાઈવ: ભારતીય ખેલાડીઓ ઘણા મુકાબલામાં લડશે.
Asian Games 2023 day 2 live Live Update : એશિયન ગેમ્સ 2023માં 24મી સપ્ટેમ્બર એટલે કે બીજા દિવસ ભારતે મેડલ જીતીને રવિવારની શરૂઆત કરી હતી. રોઇંગમાં અર્જુન લાલ અને અરવિંદની જોડીએ લાઇટ મેન્સ વેઇટ ડબલ સ્કલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતે રવિવારે પાંચ મેડલ મેળવ્યા છે. તેમાં 3 મેડલ રોઇંગમાં આવ્યા છે જ્યારે એર રાઇફલ શૂટર્સે બે મેડલ જીત્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં સ્થાન બનાવીને પોતાનો મેડલ નિશ્ચિત બનાવી દીધો છે.સુનીલ છેત્રીના ગોલની મદદથી ભારતની પુરુષ ફૂટબોલ ટીમે મ્યાનમાર સામે 1-1થી ડ્રો રમીને એશિયન ગેમ્સના રાઉન્ડ 16માં પ્રવેશ કર્યો છે. હવે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો મુકાબલો સાઉદી અરબ સામે થશે. બોક્સિંગમાં નિકહત ઝરીને (45-50 કિલોગ્રામ) રાઉન્ડ ઓફ 32 માં વિયેતનામની હરીફ સામે 5-0થી જીત મેળવીને આગળના રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. તેણે ડ્રો નો સૌથી મુશ્કેલ પડકાર પાર કરી લીધો
- Sep 24, 2023 22:52 IST
Asian Games 2023 Live : ભારતે રવિવારે પાંચ મેડલ જીત્યા
Asian Games 2023 Live : એશિયન ગેમ્સમાં ભારતે રવિવારે પાંચ મેડલ મેળવ્યા છે. તેમાં 3 મેડલ રોઇંગમાં આવ્યા છે જ્યારે એર રાઇફલ શૂટર્સે બે મેડલ જીત્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં સ્થાન બનાવીને પોતાનો મેડલ નિશ્ચિત બનાવી દીધો છે.
- Sep 24, 2023 20:08 IST
Asian Games 2023 Live : ભારતની પુરુષ ફૂટબોલ ટીમ રાઉન્ડ 16માં પહોંચી
Asian Games 2023 Live : સુનીલ છેત્રીના ગોલની મદદથી ભારતની પુરુષ ફૂટબોલ ટીમે મ્યાનમાર સામે 1-1થી ડ્રો રમીને એશિયન ગેમ્સના રાઉન્ડ 16માં પ્રવેશ કર્યો છે. હવે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો મુકાબલો સાઉદી અરબ સામે થશે.
- Sep 24, 2023 17:01 IST
Asian Games 2023 Live : બોક્સિંગ - નિકહત ઝરીને 5-0થી જીત્યો પ્રથમ મુકાબલો
Asian Games 2023 Live : બોક્સિંગમાં નિકહત ઝરીને (45-50 કિલોગ્રામ) રાઉન્ડ ઓફ 32 માં વિયેતનામની હરીફ સામે 5-0થી જીત મેળવીને આગળના રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. તેણે ડ્રો નો સૌથી મુશ્કેલ પડકાર પાર કરી લીધો છે.
- Sep 24, 2023 13:46 IST
Asian Games 2023 Live : વોલીબોલમાં જાપાન સામે ભારતની હાર
Asian Games 2023 Live : ભારતીય ટીમે વોલીબોલમાં હારનો સામનો કરવો પડ્યો છે. જાપાનની સામે ભારત 16-25, 18-25, 17-25થી હાર્યુ છે. જાપાન એશિયાની નંબર વન અને વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા નંબરની ટીમ છે.
- Sep 24, 2023 13:44 IST
Asian Games 2023 Live : વોલીબોલમાં ભારત હાર્યું
Asian Games 2023 Live : ભારતીય ટીમને વોલીબોલની બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ બીજા સેટમાં 18-25થી હારી ગઇ. જો ભારતીય ટીમ આગામી સેટ હારશે, તો ભારત આ મેચમાંથી બહાર થઇ જશે.
- Sep 24, 2023 13:42 IST
Asian Games 2023 Live : ટેબલ ટેનિસમાં ભારતની જીત
Asian Games 2023 Live : ભારતીય મેન્સ ટીમે કઝાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવ્યુ છે. 2-2ની બરાબરી બાદ અચંત શરત કમાલે છેલ્લી મેચ જીતીને ટીમને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધી. અચંલ શરત કમાલે 0-2થી પછાડ્યા બાદ આગામી ત્રણ સેટ અને મેચ પોતાના નામે કરી દીધી છે.
- Sep 24, 2023 10:54 IST
Asian Games 2023 Live Update : હોકીમાં ભારતે ઉઝબેકિસ્તાનને હરાવ્યું
Asian Games 2023 Live Update : હોકીમાં ભારતીય પુરુષ ટીમે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યુ છે. ભારતીય ટીમના 7 ખેલાડીઓએ ગોલ કર્યા હતા. લલિત ઉપાધ્યાયે ચાર ગોલ કર્યા છે. મનદીપ સિંહ, વરુણ કુમારે હેટ્રિક કરી. હોકીમાં ભારતે શાનદાર જીત હાંસલ કરી છે.
https://twitter.com/Media_SAI/status/1705813036752417149?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1705813036752417149%7Ctwgr%5Ef88b8444d4443af25bba1ac3c4ce2f38ecc10696%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jansatta.com%2Fkhel%2Fasian-games-2023-day-2-live-hockey-football-table-tennis-shooting-womens-cricket-match-today-live-updates-hindi%2F3016835%2F
- Sep 24, 2023 10:51 IST
Asian Games 2023 Live Update : ચરનજોત સિંહની હાર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Asian-Games-2023-Live-Update-2.jpg)
Asian Games 2023 Live Update : ભારતને મેડલની મોટી અપેક્ષા ચરનજોત સિંહના રાઉન્ડ ઓફ 32માં હારનો સામનો કરવો પડી રહ્યો છે. ચરનજોતને FIFAeમાં ચીનની માટે જિયાચેંગથી હારનો સામનો કરવો પડ્યો છે.
- Sep 24, 2023 10:48 IST
Asian Games 2023 Live Update : ચીનનું ક્લિન સ્વીપ
Asian Games 2023 Live Update : ચીને અત્યાર સુધીમાં 10 ઇવેન્ટમાં ભાગ લીધો છે અને તમામમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. એક રીતે ચીનની અત્યાર સુધી ક્લિન સ્વીપ ચાલી રહી છે અને ટોચના સ્થાને છે.
- Sep 24, 2023 10:46 IST
Asian Games 2023 Live Update : સ્વિમિંગ - ભારતીય મહિલા ટીમે 4* 100 મીટર ફ્રીસ્ટાઇલ રિલેમાં બનાવ્યો નેશનલ રેકોર્ડ
Asian Games 2023 Live Update : સ્વિમિંગમાં 4* 100 મીટર ફ્રીસ્ટાઇલમાં ભારતીય મહિલા ટીમે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ છે. ધિનિધી દેસિંધુ, માના પટેલ, જાનવી, શિવાંગી શર્મા એ 3.5.80નો સમય લઇ એક નેશનલ રેકોર્ડ બનાવ્યો છે.
- Sep 24, 2023 10:43 IST
Asian Games 2023 Live Update : ભારતે અત્યાર સુધી 4 મેડલ જીત્યા
Asian Games 2023 Live Update : એશિયન ગેમ્સ 2023માં ભારતે વિવિધ રમતોમાં અત્યાર સુધી 4 મેડલ જીત્યા છે.
શુટિંગ : મહિલા 10 મીટર રાઇફલ ટીમ - રામિતા જિંદાલ, આશા ચોક્સી અને મેહુલ ઘોષ - સિલ્વર મેડલ
રોઇંગ : મેન્સ લાઇટ વેટ ડબલ સક્લ - અર્જૂન લાલ અરવિંદ સિંહ - સિલ્વર મેડલ
રોઇંગ : મેન્સ ડબલ ઇવેન્ટ - રામ લેખ અને બાબુ લાલ - બ્રોન્ઝ મેડલ
રોઇંગ : મેન્સ ટોપ - 8 સિલ્વર મેડલ
- Sep 24, 2023 08:38 IST
Asian Games 2023 Live Update : રોઇંગ - મેડલ ચૂકી ગઇ મહિલા ટીમ
રોઇંગમાં ભારતની મહિલા ફોર ટીમ મેડલ ચૂકી ગઇ. ટીમે 7:12:40નો સમય લીધો અને તે પાંચમાં સ્થાને છે.
- Sep 24, 2023 08:12 IST
Asian Games 2023 Live Update : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ 50 રને ઓલટાઉન
Asian Games 2023 Live Update : બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ માત્ર 50 રને ઓલઆઉટ થઇ ગઇ છે. બાંગ્લાદેશ ટીમના માત્ર એક જ બેટ્સમેને બે આંકડા રન બનાવ્યા હતા. નિગા સુલ્તાને 12 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે સૌથી વધારે 4 વિકટ લીધી હતી. ભારતને ફાઇનલ મેચમાં સ્થાન મેળવવા 51 રન બનાવવા પડશે.
- Sep 24, 2023 08:09 IST
Asian Games 2023 Live Update : ભારતે શુટિંગમાં પ્રથમ મેડલ જીત્યો
એશિયન ગેમ્સ 2023માં ભારતે રવિવારે શુટિંગમાં મેડલ જીત્યો છે.
- Sep 24, 2023 08:06 IST
Asian Games 2023 Live Update : ભારત આજે કઇ રમતમાં કોની સામે ટકરાશે
Asian Games 2023 Live Update : એશિયન ગેમ્સ 2023માં 24 સપ્ટેમ્બરે ભારતના મુકાલબનું શિડ્યુઅલ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/asian-games-2023-day-2-live-update.jpg)
- Sep 24, 2023 08:04 IST
Asian Games 2023 Live Update: ભારતે રોઇંગમાં સિલ્વર મેડલ જીત્યો
Asian Games 2023 Live Update: ભારતે એસિયન ગેમ્સ 2023માં પહેલો મેડલ જીત્યો છે. લાઇટ વેર મેંસ ડબલ સ્કેલમાં ભારતના અરવિંદ સિંહ અને અર્જૂન લાલે સિલ્વર મેડલ જીત્યો છે. અર્જૂન અને અરવિંદની જોડીએ 6:28:18ના સમયમાં સતત બીજી વાર એશિયન ગેમ્સમાં જગ્યા બનાવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us