Asian games, India vs Nepal, quarter final : એશિયન ગેમ્સ 2023 માં પુરુષોની ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે નેપાળને 23 રને હરાવ્યું છે. ભારતે નેપાળ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ નેપાળને 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. રિંકુ સિંઘે પણ ડેથ ઓવરોમાં સારી મેચ પૂરી કરી હતી. જ્યારે નેપાળની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 178 રન બનાવી શકી હતી. ભારત તરફથી બોલિંગમાં રવિ બિશ્નોઈ અને અવેશ ખાને 3-3 વિકેટ ઝડપી હતી.
અર્શદીપ સિંહને પણ 2 સફળતા મળી. આ જીત સાથે ભારતે સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ મહિલા ક્રિકેટમાં પહેલા જ ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. મહિલા ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતને 3 ઓક્ટોબરે એશિયન ગેમ્સ 2023માં એથ્લેટિક્સમાંથી વધુ મેડલની આશા પણ છે. એથ્લેટિક્સ અને અન્ય ઇવેન્ટ્સનું અમારું લાઇવ કવરેજ ચાલુ છે અહીં ક્લિક કરી તમે અપડેટ્સ મેળવી શકો છો.
અહીં નોંધનિય છે કે, એશિયન ગેમ્સ 2023 ક્રિકેટ લીગના પ્રારંભે નેપાળે તોફાની બેટિંગ કરી ઇતિહાસ રચ્યો હતો. મેન્સ ક્રિકેટ ઈવેન્ટ બુધવારથી શરુ થઇ હતી. જેમાં પ્રથમ જ મેચમાં નેપાળે મંગોલિયા સામે T20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો. નેપાળે 20 ઓવરમાં 3 વિકેટે 314 રન બનાવ્યા હતા.
19 વર્ષના કુશલ મલ્લાએ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેણે રોહિત શર્મા અને ડેવિડ મિલરના રેકોર્ડ તોડ્યો હતો. મલ્લાએ 34 બોલમાં સદી ફટકારી હતી. ટી20માં આ સૌથી ઝડપી સદી છે. જ્યારે દીપેન્દ્ર સિંહ એરીએ 10 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે યુવરાજ સિંહનો સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો હતો.





