Athiya Shetty – Kl Rahul Wedding: ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્નની તડામાર તૈયારી, આવો છે કાર્યક્રમ

Athiya Shetty - Kl Rahul Marriage : રિપોર્ટ પ્રમાણે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીનું લગ્ન ફંક્શન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિતિ ફાર્મહાઉસમાં થશે. આ ફાર્મહાઉસ એકદમ લક્ઝુરિયસ છે જે 6200 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે

Written by Ashish Goyal
Updated : May 05, 2023 14:36 IST
Athiya Shetty – Kl Rahul Wedding: ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્નની તડામાર તૈયારી, આવો છે કાર્યક્રમ
કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન કથિત રીતે 23 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે (Photo: KL Rahul/Instagram, Varinder Chawla)

Athiya Shetty – Kl Rahul Marriage: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન કથિત રીતે 23 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. બન્નેના લગ્નની વિધિ 21 જાન્યુઆરીથી શરુ થઇ રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે ફંક્શન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિતિ ફાર્મહાઉસમાં થશે. આ ફાર્મહાઉસ એકદમ લક્ઝુરિયસ છે જે 6200 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. રિપોર્ટ્સ પ્રમાણે 21 તારીખે પીઠી, 22 તારીખે મહેંદી અને 23 જાન્યુઆરીએ દક્ષિણ ભારતીય રિત રિવાજ પ્રમાણે લગ્ન થશે. લગ્નમાં પરિવારજનો અને નજીકના સંબંધીઓ જ હાજર રહેશે.

સોશિયલ મીડિયા પર કેએલ રાહુલના મુંબઈમાં આવેલા એપાર્ટમેન્ટની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે ઘરને પહેલાથી જ સુંદર રીતે સજાવી દેવામાં આવ્યું છે. તસવીરોમાં બિલ્ડિંગ બહાર રોશનીની સજાવટ જોવા મળે છે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2018થી એકબીજાને કરે છે ડેટ

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આથિયા અને કેએલ રાહુલની પ્રથમ વખત મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.બન્ને વચ્ચેના રિલેશનનની મીડિયાને જાણ થવા દીધી ન હતી. જ્યારે બન્ને સોશિયલ મીડિયા પર એક બીજાને બર્થડેની શુભેચ્છા પાઠવવા લાગ્યા ત્યારે બન્ને વચ્ચે રિલેનશિપ હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો – સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી EOW કેસમાં સાક્ષી બની, ‘મારું જીવન, કારકિર્દી બરબાદ કરી દીધી’

કેએલ રાહુલે બીસીસીઆઈ પાસે માંગી છે રજા

ભારતીયટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી રમી રહી છે. આ શ્રેણીમાં કેએલ રાહુલનો સમાવેશ કરાયો ન હતો. રાહુલે બીસીસીઆઈ પાસે પહેલા જ રજા માંગી હતી. આ સમયથી જ અટકળો કરવામાં આવતી હતી કે રાહુલે લગ્ન માટે રજા માંગી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ