Athiya Shetty – Kl Rahul Marriage: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન કથિત રીતે 23 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. બન્નેના લગ્નની વિધિ 21 જાન્યુઆરીથી શરુ થઇ રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે ફંક્શન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિતિ ફાર્મહાઉસમાં થશે. આ ફાર્મહાઉસ એકદમ લક્ઝુરિયસ છે જે 6200 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. રિપોર્ટ્સ પ્રમાણે 21 તારીખે પીઠી, 22 તારીખે મહેંદી અને 23 જાન્યુઆરીએ દક્ષિણ ભારતીય રિત રિવાજ પ્રમાણે લગ્ન થશે. લગ્નમાં પરિવારજનો અને નજીકના સંબંધીઓ જ હાજર રહેશે.
સોશિયલ મીડિયા પર કેએલ રાહુલના મુંબઈમાં આવેલા એપાર્ટમેન્ટની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે ઘરને પહેલાથી જ સુંદર રીતે સજાવી દેવામાં આવ્યું છે. તસવીરોમાં બિલ્ડિંગ બહાર રોશનીની સજાવટ જોવા મળે છે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2018થી એકબીજાને કરે છે ડેટ
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આથિયા અને કેએલ રાહુલની પ્રથમ વખત મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.બન્ને વચ્ચેના રિલેશનનની મીડિયાને જાણ થવા દીધી ન હતી. જ્યારે બન્ને સોશિયલ મીડિયા પર એક બીજાને બર્થડેની શુભેચ્છા પાઠવવા લાગ્યા ત્યારે બન્ને વચ્ચે રિલેનશિપ હોવાનો ખુલાસો થયો હતો.
કેએલ રાહુલે બીસીસીઆઈ પાસે માંગી છે રજા
ભારતીયટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી રમી રહી છે. આ શ્રેણીમાં કેએલ રાહુલનો સમાવેશ કરાયો ન હતો. રાહુલે બીસીસીઆઈ પાસે પહેલા જ રજા માંગી હતી. આ સમયથી જ અટકળો કરવામાં આવતી હતી કે રાહુલે લગ્ન માટે રજા માંગી છે.