AUS vs AFG ODI Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન વન ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં શુક્રવારે આજે મહત્વપૂર્ણ મુકાબલો થવા જઇ રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં બંને ટીમો એક એક મેચ જીતી આગળ આવ્યા છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાનાર આ મેચ બંને માટે મહત્વની બની રહેવાની છે. આ મેચથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાનું નક્કી થશે. જે હારશે એ ટીમ ઘર ભેગી થશે.
અફઘાન બેટ્સમેન ઇબ્રાહિમ ઝારદાન રેકોર્ડબ્રેક તોફાની ઇનિંગ રમી ઇંગ્લેન્ડની હરાવી અફઘાનિસ્તાન ટીમ આગળ આવી છે. હાલમાં ટીમ પ્રભાવશાળી ફોર્મમાં છે. ટીમે છેલ્લી પાંચ વન ડે મેચમાંથી ત્રણ મેચ જીતી છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં 8 રનથી મળેલી ઐતિહાસિક જીત ટીમ માટે મહત્વની બની રહી છે. આ સંજોગોમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ ટક્કરની બની રહેશે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટીમ હાલમાં સંઘર્ષ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ એની છેલ્લી પાંચ મેચમાંથી માત્ર એક જ મેચ જીતી છે. ઇંગ્લેન્ડ સામેની રન ચેઝ કરી મેળવેલી જીત ટીમના આત્મ વિશ્વાસમાં વધારો કરી રહી છે. જેને કારણે ગ્રુપ બી માં ઓસ્ટ્રેલિયા ટીમ બીજા સ્થાને છે. જ્યારે અફઘાનિસ્તાન ત્રીજા સ્થાને છે. બંને ટીમો આજે જીત માટે મરણીયો જંગ ખેલશે.
ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન વન ડે હેડ ટુ હેડ
વન ડે ક્રિકેટની વાત કરી એ તો ઓસ્ટ્રેલિયન ટીમ અફઘાનિસ્તાન ટીમ સામે ભારે છે. અત્યાર સુધીની ચારેય મેચ જીતી ઓસ્ટ્રેલિયા ટીમ અફઘાનિસ્તાન પર પ્રભુત્વ જમાવી રહી છે. અફઘાનિસ્તાન ટીમે હજુ એમની સામે એક પણ મેચ જીતી નથી. 2023 વન ડે વર્લ્ડ કપમાં ગ્લેન મેક્સવેલની તોફાની ઇનિંગે અફઘાનિસ્તાનને ઐતિહાસિક જીતથી વંચિત રાખ્યા હતા. જોકે આજે મેચ જીતી અફઘાનિસ્તાન ટીમ આ સિલસિલો તોડવા ઉત્સુક છે.
AUS vs AFG હેડ ટુ હેડ વન ડે
- 7 નવેમ્બર 2023, વાનખેડે ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટથી જીત્યું
- 1 જૂન 2019, બ્રિસ્ટલ ખાતે રમાયેલી આ મેચ ઓસ્ટ્રેલિયા 7 વિકેટથી જીત્યું
- 4 માર્ચ 2015, WACA ખાતે રમાયેલી આ મેચ ઓસ્ટ્રેલિયા 275 રનથી જીત્યું
- 25 ઓગસ્ટ 2012, શારજાહ ખાતે રમાયેલી આ મેચ ઓસ્ટ્રેલિયા 66 રનથી જીત્યું
ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સ્કોર 417 રન
ઓસ્ટ્રેલિયા ટીમે અફઘાનિસ્તાન વિરુધ્ધ હાઇએસ્ટ સ્કોર 6 વિકેટે 417 રન કર્યા છે. જ્યારે અફઘાનિસ્તાનનો હાઇએસ્ટ સ્કોર 291 રનનો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે શુક્રવારે બંને ટીમે પહેલી વખત એકબીજા સામે અહીં ટકરાશે.
ગદ્દાફી સ્ટેડિયમ લાહોર રેકોર્ડ
લાહોર સ્થિત ગદ્દાફી સ્ટેડિયમ રેકોર્ડની વાત કરીએ તો અહીં 76 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે. જેમાં પ્રથમ બેટીંગ કરનાર ટીમ 38 વખત જીતી છે જ્યારે રન ચેઝ કરી 36 ટીમ મેચ જીતી છે. અહીં પહેલી ઇનિંગનો સરેરાશ સ્કોર 256 રન છે. આ મેદાન પર હાઇએસ્ટ સ્કોર 2015 માં પાકિસ્તાન વિરુદ્ધ ઝિમ્બાબ્વે એ 375 રન કર્યા હતા.
અફઘાનિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટીમ
ઇબ્રાહિમ ઝારદાન, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, રાશિદ ખાન, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નાંગ્યાલ ખરોતી, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નાવેદ ઝદરાન. અનામત: દરવિશ રસૂલી, બિલાલ સામી
ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટીમ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, એલેક્સ કેરી, બેન દ્વારશુઇસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા





