World Cup 2023 AUS vs NED : ગ્લેન મેક્સવેલ (106) અને ડેવિડ વોર્નરની સદી (104) પછી એડમ ઝમ્પાની શાનદાર બોલિંગની (4 વિકેટ) મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ્સ સામે 309 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 399 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સ 21 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. રનની દ્રષ્ટીએ વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી મોટી જીત છે. આ પહેલા પણ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે જ હતો. તેણે 2015માં અફઘાનિસ્તાન સામે 275 રને વિજય મેળવ્યો હતો.
વન-ડે ઇતિહાસમાં રનની અંતરથી આ બીજો સૌથી મોટો વિજય છે. વન-ડેમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતે જાન્યુઆરી 2023માં શ્રીલંકાને 317 રને હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાનો નેટ રનરેટ માઈનસથી પ્લસમાં પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા 5 મેચમાં છ પોઇન્ટ સાથે ચોથા સ્થાને આવી ગયું છે.
એડમ ઝામ્પાએ આ મેચમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ઝામ્પાએ 3 ઓવરના સ્પેલમાં માત્ર 8 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મિચેલ માર્શને 2 વિકેટ મળી હતી. પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કને 1-1 વિકેટ મળી હતી. નેધરલેન્ડ તરફથી વિક્રમજીત સિંહ (25) હાઈ સ્કોરર રહ્યો હતો.
આ પણ વાંચો – મેક્સવેલે વર્લ્ડ કપની સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારી, 18 દિવસની અંદર જ માર્કરામનો રેકોર્ડ તોડી નાખ્યો
ગ્લેન મેક્સવેલ અને ડેવિડ વોર્નરની સદી
ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ્સ સામે આક્રમક બેટિંગ કરતા 40 બોલમાં સદી ફટકારી દીધી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી ફાસ્ટેસ્ટ સદી છે. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામનો રેકોર્ડ તોડ્યો છે. માર્કરામે આ જ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી હતી. મેક્સવેલે નેધરલેન્ડ્સ સામે 44 બોલમાં 9 ફોર અને 8 સિક્સરની મદદથી 106 રન બનાવ્યા હતા. આ સિવાય ડેવિડ વોર્નર (104) સદી ફટકારી હતી. સ્ટિવન સ્મિથ (71) અને માર્નશ લાબુશેન (62) અડધી સદી ફટકારી હતી
વર્લ્ડ કપમાં ટોપ-5 સૌથી ફાસ્ટેસ્ટ સદી
40 બોલ – ગ્લેન મેક્સવેલ, 202349 બોલ – એડન માર્કરામ, 202350 બોલ – કેવિન ઓ બ્રાયન, 201151 બોલ – ગ્લેન મેક્સવેલ, 201552 બોલ – એબી ડી વિલિયર્સ, 2015