AUS vs SA : ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ

AUS vs SA Match Cricket Score (ઑસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ સ્કોર) : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રદ, વરસાદના કારણે ટોસ પણ થયો ન હતો. મેચ રદ થતા બન્ને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા

Written by Ashish Goyal
Updated : February 25, 2025 23:39 IST
AUS vs SA : ચેમ્પિયન્સ ટ્રોફી 2025,  ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ
AUS vs SA Score : ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા મેચ

Champions Trophy 2025, AUS vs SA Match (ઑસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ સ્કોર) : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ગ્રુપ- બી ની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવે છે. રાવલપિંડીમાં રમાનાર આ મેચમાં વરસાદના કારણે ટોસ પણ થયો ન હતો. મેચ રદ થતા બન્ને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે. આ સાથે જ ગ્રુપ -બી નું સેમિફાઇનલનું સમીકરણ રોમાંચક થઇ ગયું છે.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના 3-3 પોઇન્ટ

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મેચ રદ થતા બન્નેના 3-3 પોઇન્ટ થઇ ગયા છે. આવામાં બાકી 3 મેચ ઇંગ્લેન્ડ વિ અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વ ઇંગ્લેન્ડ મેચ ઘણી મહત્વપૂર્ણ થઇ ગઇ છે. આ મેચ ક્રમશ 26 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે રમાશે.

દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને 2.140 નેટ રનરેટ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 0.475 નેટ રનરેટ સાથે બીજા નંબરે છે. ઇંગ્લેન્ડ -0.475 નેટ રનરેટ સાથે ત્રીજા નંબર પર છે. અફઘાનિસ્તાન -2.140 નેટ રેનરેટ સાથે ચોથા નંબરે છે.

આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી : સેમિ ફાઇનલની રેસ રસપ્રદ બની, આવું છે ગ્રુપ B નું સમીકરણ

ગ્રુપ-એ માં ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલમાં

ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ-એ માં ભારત અને ન્યૂઝીલેન્ડ 2-2 જીત સાથે સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે. યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ