/indian-express-gujarati/media/media_files/2026/02/13/australia-vs-zimbabwe-2026-02-13-11-13-14.jpg)
ઓસ્ટ્રેલિયા વિ ઝિમ્બાબ્વે મેચ લાઈવ સ્કોર Photograph: (X @ICC)
T20 World Cup 2026, Australia vs Zimbabwe LIVE Cricket Score Updates: આજે 13 ફેબ્રુઆરી, કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 ની 19મી મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની શરૂઆતની મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું, જ્યારે ઝિમ્બાબ્વેએ ઓમાનને હરાવ્યું હતું. આજે બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થવાની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ઝિમ્બાબ્વે સામે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ઝિમ્બાબ્વેએ 170 રનનો લક્ષ્યાંક આપ્યો
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા. ઝિમ્બાબ્વે તરફથી બ્રાયન બેનેટે અણનમ 64 રન બનાવ્યા. કેપ્ટન સિકંદર રઝાએ પણ અણનમ 25 રન બનાવ્યા.
ઓસ્ટ્રેલિયાનો પ્લેઈંગ 11
ઓસ્ટ્રેલિયા - ટ્રેવિસ હેડ (કેપ્ટન), જોશ ઈંગ્લીસ (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મેટ રેનશો, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, માર્કસ સ્ટોઈનિસ, બેન દ્વારશીયસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, મેથ્યુ કુહનેમેન.
ઝિમ્બાબ્વેનો પ્લેઈંગ 11
ઝિમ્બાબ્વે - બ્રાયન બેનેટ, તાદિવાનાશે મારુમાની (વિકેટકીપર), ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, ટોની મુન્યોંગા, તાશિંગા મુસેકિવા, બ્રેડ ઇવાન્સ, વેલિંગ્ટન મસાકાડઝા, ગ્રીમ ક્રેમર, બ્લેસિંગ મુઝારાબાની


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us