Australia vs south Africa ODI News: ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણી દક્ષિણ આફ્રિકાએ જીતી લીધી છે. પ્રથમ વન ડે મેચ 98 રનથી જીત્યા બાદ શુક્રવારે રમાયેલી 2જી વન ડે મેચ 84 રનથી જીતી લઇ દક્ષિણ આફ્રિકા ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી જીત સાથે આગળ નીકળી ગયું છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલ દક્ષિણ આફ્રિકા ટીમ વન ડે શ્રેણીમાં પોતાનું પ્રભુત્વ બતાવી રહી છે. ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 2-0થી પોતાનો દબદબો બનાવી લીધો છે. શુક્રવારે રમાયેલી 2જી વને ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 84 રનથી હરાવ્યું. પહેલી વન ડે મેચમાં પણ દક્ષિણ આફ્રિકાનો 98 રનથી વિજય થયો હતો.
દક્ષિણ આફ્રિકા 84 રનથી 2જી વન ડે જીત્યું
ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રિફ એરેના ખાતે શુક્રવારે રમાયેલી 2જી વન ડે મેચમાં ટોસ જીતી દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટીંગ લીધી હતી. 49.1 ઓવરમાં 277 રન બનાવી ટીમ ઓલ આઉટ થઇ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 37.4 ઓવરમાં 193 રનના સ્કોર પર ઓલ આઉટ કરી 84 રનથી મેચ જીતી લીધી.
આ પણ વાંચો – શ્રેયસ અય્યર વન ડે કેપ્ટન બનવા અંગે બીસીસીઆઇએ કર્યો મોટો ખુલાસો, શુભમન ગિલ હોટ ફેવરિટ
મેથ્યુ બીટ્ઝકે, ટ્રિસ્ટન સ્ટબ્સ અને લુંગી નગિડી ઝળક્યા
ઓસ્ટ્રેલિયાને 2જી વન ડે મેચમાં હરાવવામાં દક્ષિણ આફ્રિકાના મેથ્યુ બીટ્ઝકે, ટ્રિસ્ટન સ્ટબ્સ અને લુંગી નગિડી ઝળક્યા હતા. મેથ્યુ બ્રીટ્ઝકે 78 બોલમાં 8 ફોર અને 2 સિક્સ સાથે 88 રન બનાવ્યા હતા. સ્ટબ્સે 87 બોલમાં 3 ફોર અને એક સિક્સ સાથે 74 રન બનાવી દક્ષિણ આફ્રિકાને મજબૂત 277 રન બનાવવામાં સિંહફાળો આપ્યો હતો. જ્યારે લુંગી નગિડીએ 8.4 ઓવરમાં 42 રન આપી 5 વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની કમર તોડી હતી.
T20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા જીત્યું
ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચની શ્રેણી ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. ત્રણ મેચની આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 2-1થી શ્રેણી જીત્યું હતું. પ્રથમ ટી-20 મેચમાં 17 રનથી ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. 2જી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકા 53 રનથી જીત્યું હતું. જ્યારે 3જી મેચમાં 2 વિકેટથી ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.