Champions Trophy 2025 Group B Semi Final Qualification Scenario : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રુપ-બી માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઇ છે. જેથી બન્નેને 1-1 પોઇન્ટ મળ્યા છે. આ મેચ રદ થતા જ ગ્રુપ-બી માં સેમિ ફાઇનલની રેસ રસપ્રદ બની છે. ગ્રુપ-બી માં હજુ ચારેય ટીમોને સેમિ ફાઇનલમાં પહોંચવાની તક છે.
ગ્રુપ-બી સેમિ ફાઇનલ સમીકરણ
- દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને 2.140 નેટ રનરેટ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 0.475 નેટ રનરેટ સાથે બીજા નંબરે છે. ઇંગ્લેન્ડ -0.475 નેટ રનરેટ સાથે ત્રીજા નંબર પર છે. અફઘાનિસ્તાન -2.140 નેટ રેનરેટ સાથે ચોથા નંબરે છે.
- ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મેચ રદ થતા બન્નેના 3-3 પોઇન્ટ થઇ ગયા છે. આવામાં બાકી 3 મેચ ઇંગ્લેન્ડ વિ અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વ ઇંગ્લેન્ડ મેચ ઘણી મહત્વપૂર્ણ થઇ ગઇ છે. આ મેચ ક્રમશ 26 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે રમાશે.
- અફઘાનિસ્તાન સામે ઇંગ્લેન્ડ જીત મેળવશે તો ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચી જશે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના 3 પોઇન્ટ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ મેચ નોકઆઉટ બની જશે.
- જો ઇંગ્લેન્ડને અફઘાનિસ્તાન હરાવે તો ઓસ્ટ્રેલિયા પર બહાર થવાનો ખતરો આવી શકે છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 3 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી જશે. ઇંગ્લેન્ડની ટીમ બહાર થઇ જશે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે નોકઆઉટ મેચ થઇ જશે.
- જોકે ઉપરના બે સમીકરણ ત્યારે જ સંભવ છે જ્યારે વરસાદના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ-બી ના અન્ય મુકાબલા રદ ના થાય. જો વરસાદના કારણે અન્ય મેચો પણ રદ થશે તો સમીકરણ બદલાઇ જશે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ વાયરલ, ભારત પાકિસ્તાન મેચમાં રહી હતી હાજર
ગ્રુપ-એ માં ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલમાં
ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ-એ માં ભારત અને ન્યૂઝીલેન્ડ 2-2 જીત સાથે સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે. યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે.





