IPL 2024 : આઈપીએલ 2024માં ફ્રેન્ચાઇઝીઓએ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પર ઘણો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ સહિત અન્ય ઘણા કાંગારૂ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો હતો. આઇપીએલની આ સિઝનમાં ઓસ્ટ્રેલિયાના કુલ 15 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમના પર 131.95 કરોડ રૂપિયા લગાવ્યા હતા. જેમાં લગભગ 100 કરોડ રૂપિયા ડૂબી ગયા. સારું પ્રદર્શન કરનારા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને મળેલી રકમને જો તમે ઉમેરો તો તે 38.8 કરોડ રૂપિયા થાય છે.
ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડ ખરાબ ફોર્મમાં રહ્યા
મિચેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓ ફોર્મમાં જોવા મળ્યા ન હતા. ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ, માર્કસ સ્ટોઈનિસ અને જેક ફ્રેઝર મેકગર્કે શાનદાર પ્રદર્શન કર્યું છે. નાથન એલિસ અને મેથ્યુ વેડને વધુ તક મળી ન હતી. પંજાબ કિંગ્સનો ભાગ નાથન એલિસ માત્ર 1 મેચ રમ્યો હતો. મેથ્યુ વેડ ગુજરાત ટાઇટન્સ માટે માત્ર 2 મેચ રમ્યો હતો. એશ્ટન ટર્નર અને ઝાય રિચાર્ડસનની હાલત પણ આવી રહી હતી. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી ટર્નર 2 અને રિચર્ડસન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી માત્ર 1 મેચ રમ્યો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024, એલિમિનેટરમાં બેંગ્લોર વિ. રાજસ્થાન વચ્ચે મુકાબલો, કઈ ટીમનું છે પ્રભુત્વ
મિચેલ માર્શ અને ડેવિડ વોર્નર ઈજાના કારણે વધુ મેચ રમ્યા ન હતા. માર્શ માત્ર 4 મેચ રમીને ઘરે પરત ફર્યો હતો. વોર્નર 8 મેચ રમી શક્યો હતો. બંને દિલ્હી કેપિટલ્સનો ભાગ હતા. ગુજરાત ટાઇટન્સે સ્પેન્સર જોનસનને 10 કરોડમાં ખરીદ્યો. તે માત્ર 4 મેચ જ રમ્યો હતો. આઈપીએલ 2024ના પ્લેઓફની વાત કરીએ તો 5 કાંગારુ ખેલાડી રમતા જોવા મળશે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ગ્લેન મેક્સવેલ અને કેમરૂન ગ્રીન. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી મિચેલ સ્ટાર્ક રમતો જોવા મળશે.
આઈપીએલ 2024 માં રમનાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ
- ઝાય રિચાર્ડસન – 5 કરોડ – મુંબઈ ઈન્ડિયન્સ
- સ્પેન્સર જ્હોન્સન – 10 કરોડ – ગુજરાત ટાઇટન્સ
- મિશેલ સ્ટાર્ક – 24.75 કરોડ – કોલકાતા નાઇટ રાઇડર્સ
- એશ્ટન ટર્નર – 1 કરોડ – લખનઉ સુપર જાયન્ટ્સ
- પેટ કમિન્સ – 20.50 કરોડ – સનરાઇઝર્સ હૈદરાબાદ
- ટ્રેવિસ હેડ – 6 કરોડ 80 લાખ – સનરાઇઝર્સ હૈદરાબાદ
- માર્ક્સ સ્ટોઇનિસ – 11 કરોડ – લખનઉ સુપર જાયન્ટસ
- ટિમ ડેવિડ – 8 કરોડ 25 લાખ – મુંબઇ ઇન્ડિયન્સ
- ડેવિડ વોર્નર – 6 કરોડ 25 લાખ – દિલ્હી કેપિટલ્સ
- મિચેલ માર્શ – 6 કરોડ 50 લાખ – દિલ્હી કેપિટલ્સ
- મેથ્યુ વેડ – 2 કરોડ 40 લાખ – ગુજરાત ટાઇટન્સ
- નાથન એલિસ – 75 લાખ – પંજાબ કિંગ્સ
- ગ્લેન મેક્સવેલ – 10 કરોડ 75 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- કેમેરોન ગ્રીન – 17 કરોડ 50 લાખ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- જેક ફ્રેઝર મેકગર્ક – 50 લાખ – દિલ્હી કેપિટલ્સ
આઈપીએલ 2024માં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનું પ્રદર્શન
ખેલાડી મેચ રન એવરેજ સ્ટ્રાઇક રેટ ટ્રેવિસ હેડ 12 533 48.45 201.13 માર્ક્સ સ્ટોઇનિસ 14 388 32.33 147.52 જૈક ફ્રેશન મેકગર્ક 9 330 36.66 234.04 ટિમ ડેવિડ 11 241 30.12 158.55 કેમરુન ગ્રીન 11 228 32.57 145.22 ડેવિડ વોર્નર 8 168 21.00 134.04 મિચેલ માર્શ 4 61 15.25 160.52 ગ્લેન મેક્સવેલ 8 52 6.05 123.80
આઈપીએલ 2024માં ઓસ્ટ્રેલિયાના બોલરોનું પ્રદર્શન
બોલર મેચ વિકેટ એવરેજ ઇકોનોમી પેટ કમિન્સ 13 15 32.00 9.23 મિચેલ સ્ટાર્ક 12 12 33.00 11.36 કેમરુન ગ્રીન 12 9 30.55 8.82 ગ્લેન મેક્સવેલ 9 6 21.50 8.06 માર્કસ સ્ટોઇનિસ 14 4 31.50 9.00 સ્પેંસર જોન્સન 5 4 37.75 9.43





