/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ms-dhoni-ram-temple.jpg)
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં એમએસ ધોનીને આમંત્રણ મળ્યું છે (તસવીર - સોશિયલ મીડિયા)
ayodhya ram mandir pran pratishtha : અયોધ્યામાં 22 જાન્યુઆરી એટલે કે સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ભારત અને વિદેશના 7000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્રિકેટરો સહિત પોતપોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ભારતના લેજન્ડ્સને પણ અહી આવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે 11 પુરુષ ક્રિકેટરોને અયોધ્યા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાં વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓનો સમાવેશ થાય છે. સાથે જ મહિલા ક્રિકેટરમાં હરમનપ્રીત કૌરને પણ આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
11 પુરુષ ખેલાડીઓને આમંત્રણ
અયોધ્યામાં યોજાનારા આ સમારોહમાં હાલની ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ સહિત 11 પુરુષ ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે ત્રણ ખેલાડીઓ હાલ ભારત તરફથી રમી રહ્યા છે અને અયોધ્યા જશે તેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ હાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યા છે અને તેઓ હૈદરાબાદમાં છે જ્યાં પ્રથમ ટેસ્ટ રમાશે. આ ત્રણેય ખેલાડીઓ હૈદરાબાદના કેમ્પમાંથી સમય કાઢીને ત્યાં પહોંચી શકે છે.
આ પણ વાંચો - રોહિત શર્માને ભલે સિક્સ પેક એબ્સ ના હોય, પણ ટી-20 મેચ માટે એકદમ પરફેક્ટ પ્લેયર
કોહલી, રોહિત અને જાડેજા ઉપરાંત 8 પૂર્વ ક્રિકેટરોને પણ અયોધ્યા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ સમાવેશ થાય છે. સચિન ઉપરાંત ભારતને બે વર્લ્ડ કપ ટાઇટલ અપાવનારા એમએસ ધોનીનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે, જ્યારે ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કરને પણ આ માટે આમંત્રણ અપાયું છે. ભારતને 1983માં પહેલી વખત વન ડે વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કપિલ દેવ ઉપરાંત ટીમ ઈન્ડિયાના હાલના હેડ કોચ રાહુલ દ્રવિડને પણ આમંત્રણ મળ્યું છે. ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ, પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને પૂર્વ સ્પિનર અનિલ કુંબલેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપનાર ભારતીય પ્લેઇંગ ઇલેવન
સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, રવિન્દ્ર જાડેજા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us