બાબર આઝમે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું, એક વર્ષની અંદર બીજી વખત છોડી કેપ્ટન્સી

બાબર આઝમે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તે વ્હાઈટ બોલ ટીમની કેપ્ટનશિપ છોડી રહ્યો છે અને હવે તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે

Written by Ashish Goyal
October 02, 2024 12:51 IST
બાબર આઝમે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું, એક વર્ષની અંદર બીજી વખત છોડી કેપ્ટન્સી
Babar Azam : બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી (Pics : @babarazam258)

Babar Azam : બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બાબરે એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં બીજી વખત કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો હતો. બાબરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તે વ્હાઈટ બોલ ટીમની કેપ્ટનશિપ છોડી રહ્યો છે અને હવે તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. બાબરે આ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેણે ગયા મહિને પીસીબીને આ નિર્ણય વિશે જાણ કરી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કેપ્ટન્સી છોડી

બાબર આઝમનો કેપ્ટન પદ છોડવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાન આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની છે. જોકે ચાલુ વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમના શરમજનક દેખાવ બાદથી જ તેની કેપ્ટન્સી સામે પ્રશ્નાર્થ સર્જાયો નથી. પૂર્વ કેપ્ટન વસીમ અકરમે બાબરની કેપ્ટનશિપની ઘણી ટીકા કરી હતી. ગત વર્ષે વનડે વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ આ વર્ષે ટી20 વર્લ્ડ કપ પહેલા તેને ફરી કેપ્ટનશિપ આપવામાં આવી હતી.

બાબર આઝમે સોશિયલ મીડિયા પોસ્ટમાં શું કહ્યું?

ટ્વિટર (હાલ એક્સ)ના માધ્યમથી બાબરે એક પોસ્ટ દ્વારા પ્રશંસકોને કેપ્ટનશિપ છોડવાના નિર્ણયની જાણકારી આપી છે. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે મેં પાકિસ્તાન પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ ટીમનું નેતૃત્વ કરવું એ મારા માટે હંમેશાં સન્માનની વાત છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે હું પદ છોડી દઉં અને મારી ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરું. કેપ્ટનશિપ એક પુરસ્કૃત અનુભવ રહ્યો છે પરંતુ તેનાથી મારા કાર્યભારને વધારી દીધું હતું.

આ પણ વાંચો – ભારતે રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે સતત 18 ટેસ્ટ શ્રેણી જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

બેટિંગ પર ધ્યાન નથી શકતો ન હતો – બાબર આઝમ

બાબર આઝમે વધુમાં કહ્યું છે કે વધેલા વર્કલોડને કારણે હું મારા પર્ફોમન્સ પર ધ્યાન આપી શકતો ન હતો, જેના કારણે હવે હું મારા પર્ફોમન્સને પ્રાધાન્ય આપીને મારી બેટીંગન આનંદ લેવા માંગું છું. આ ઉપરાંત બાબરે પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. બાબરે વધુમાં કહ્યું કે પદ છોડવાથી મને આગળ વધવામાં સ્પષ્ટતા મળશે અને હું મારી રમત અને વ્યક્તિગત વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીશ.

2023 ના વર્લ્ડ કપ પછી તેની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થયા હતા

બાબર આઝમને વર્ષ 2020માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની કમાન મળી હતી. ત્યારે પીસીબીએ તેને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો હતો. કેપ્ટન તરીકે બાબરની રમત પણ શાનદાર રહી હતી, પરંતુ 2023ના વર્લ્ડ કપમાં ટીમના શરમજનક દેખાવ બાદ તેની કેપ્ટન્સી પર સવાલ ઉભા થયા હતા અને ત્યાર બાદ તેણે વર્લ્ડ કપ બાદ કેપ્ટન્સી છોડી દીધી હતી, પરંતુ આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ પહેલા જ તેને ફરી વ્હાઇટ બોલનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ભારત અને અમેરિકા સામેની મેચમાં પરાજય થતાં પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ