/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Badminton-Asia-Team-Championships-Final.jpg)
પીવી સિધુ, બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ - photo- India-allsports
Badminton Asia Team Championships Final, બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ : ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત એશિયન ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય ટીમ આ ખિતાબ જીતવામાં સફળ રહી છે. ભારતે ફાઈનલ મેચમાં થાઈલેન્ડને 3-1થી હરાવ્યું હતું.
સ્ટાર ખેલાડી પીવી સિંધુએ બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપની ફાઇનલમાં થાઇલેન્ડ સામે ભારતીય મહિલા ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પ્રથમ સિંગલ્સ મેચમાં સિંધુએ વિશ્વની 17મી ક્રમાંકિત ખેલાડી સુપાનિદા કેટેથોન્થોનને 21-12, 21-12થી હરાવી હતી. ભારતે થાઈલેન્ડ પર 1-0ની સરસાઈ મેળવી હતી.
બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ : ત્રિશા જોલી અને ગાયત્રી ગો પિચંદે બીજી મેચ જીતીને લીડ વધારી 2-0 કરી
આ પછી ત્રિશા જોલી અને ગાયત્રી ગો પિચંદે બીજી મેચ જીતીને લીડ વધારી 2-0 કરી. આ પછી થાઈલેન્ડે વાપસી કરી હતી. અસ્મિતા ચિલ્લાહને બીજી સિંગલ્સ મેચમાં થાઈલેન્ડની સ્ટાર બુસ્નાન ઓંગમારુફાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ : મુકાબલામાં ભારતીય જોડીનો વિજય થયો હતો
હાલમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની વિશ્વની 23 ક્રમાંકની જોડી જોંગજોન કોલ્ફન કિતિથારાકુલ-રવિંદા પ્રજોંગજાઈની વિશ્વમાં નંબર 10 જોડીનો સામનો કરી રહી છે. આ જોડી વચ્ચેના પ્રથમ ચાર મુકાબલામાં થાઈ શટલર્સે જીત મેળવી હતી, પરંતુ છેલ્લા મુકાબલામાં ભારતીય જોડીનો વિજય થયો હતો.
હાલમાં, ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની વિશ્વની 23 ક્રમાંકની જોડી જોંગજોન કોલ્ફન કિતિથારાકુલ-રવિંદા પ્રજોંગજાઈની વિશ્વમાં નંબર 10 જોડીનો સામનો કરી રહી છે. આ જોડી વચ્ચેના પ્રથમ ચાર મુકાબલામાં થાઈ શટલર્સે જીત મેળવી હતી, પરંતુ છેલ્લા મુકાબલામાં ભારતીય જોડીનો વિજય થયો હતો. પ્રિયા કોનજેંગબમ અને શ્રુતિ મિશ્રાનો સામનો બેન્યાપા અમસાર્ડ-નંટકર્ન અમસાર્ડનો થયો હતો. અહીં પણ ભારતીય જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us