SMAT Baroda vs Sikkim T20 Record: બરોડા એ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ધમાકેદાર બેટીંગ કરી ટી20 ક્રિકેટમાં ધમાકો કર્યો છે. ભાનુ પનિયાની તોફાની સદી સાથે 349 રન બનાવી ટી20 ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ગ્રુપ લેવલના અંતિમ ચરણમાં ટી20 મેચમાં સૌથી મોટો સ્કોર બનાવી રેકોર્ડ પોતાને નામ કર્યો છે. ઇન્દોરમાં ગુરુવારે સિક્કિમ સામેની ટી20 મેચમાં બરોડાએ 349 રન બનાવી ભારતની પ્રથમ ટીમ બની છે. બરોડાના બેટ્સમેન ભાનુ પનિયાએ 42 બોલમાં તોફાની સદી ફટકારી હતી. બરોડાએ માત્ર 17.2 ઓવરમાં 300 રન બનાવ્યા હતા.
બરોડાએ આ રેકોર્ડ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં નોંધાવ્યો છે. બરોડાએ પહેલા બેટીંગ લેતાં શરુઆતથી જ તોફાની બેટીંગ કરી હતી. ઓપનર શાશ્વત રાવત અને અભિમન્યુ સિંહ રાજપૂતે 5 ઓરમાં 92 રનની ભાગીદારી કરી હતી. અભિમન્યુ માત્ર 17 બોલમાં 53 રન બનાવી આઉટ થયો હતો. બરોડાએ 20 ઓવરમાં 349 રનનો સ્કોર બનાવ્યો હતો.
ભાનુ પનિયા રેકોર્ડ 134 રન નોટઆઉટ
બરોડા ટીમના સ્ફોટક બેટ્સમેન ભાનુ પનિયાએ 134 રનની અણનમ ઇનિંગ રમી રેકોર્ડ બનાવ્યો છે. ભાનુ પનિયાએ 51 બોલમાં 5 ફોર 15 સિક્સ ફટકારી હતી. ભાનુ પનિયાએ 262.75 રનની સ્ટ્રાઇક રેટ સાથે તોફાની બેટીંગ કરી હતી. એક ઇનિંગમાં 15 સિક્સ ફટકારી ભાનુ પનિયાએ ટી20 ક્રિકેટમાં અનોખો રેકોર્ડ પોતાને નામ કર્યો છે.
બરોડા ટીમે બનાવ્યા ઝડપી 100, 200 રન
સિક્કિમ સામે તોફાની ઇનિંગ રમતાં બરોડા ટીમે ટી20 ક્રિકેટમાં ઝડપી 100, 200 અને 300 રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. બરોડાએ પાવર પ્લેમાં 100 રન બનાવનાર પહેલી ભારતીય ટીમ બની છે. બરોડા ટીમે 10.3 ઓવરમાં 200 રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે ઝડપી 200 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો.
બરોડા ટીમ સૌથી વધુ રનનો રેકોર્ડ
T20 ક્રિકેટમાં 300 રન બનાવનાર બરોડા ટીમ પહેલી ભારતીય અને વિશ્વની ત્રીજી ટીમ બની છે. બરોડા ટીમે સિક્કિમ સામે 20 ઓવરમાં 349 રન બનાવી ટી20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવનાર ટીમ બની છે. ઝિમ્બાબ્વેએ ગામ્બિયા વિરુદ્ધ 344 રન બનાવ્યા હતા. જ્યારે 2023માં નેપાળે મંગોલિયા વિરુદ્ધ 314 રન બનાવ્યા હતા.
બરોડા ક્રિકેટ ટીમ વિ. સિક્કિમ ક્રિકેટ ટીમ મેચનું સ્કોરકાર્ડ
બરોડા બેટીંગ: બરોડા ટીમે પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 349 રન બનાવ્યા. જેમાં ભાનુ પનિયા તોફાની બેટીંગ કરતાં 51 બોલમાં 134 રન સાથે અણનમ રહ્યો.
- શાશ્વત રાવત 16 બોલમાં 43 રન બનાવી સુનીલ કુમારની બોલિંગમાં કેચ આઉટ
- અભિમન્યુસિંહ રાજપૂત 17 બોલમાં 53 રન બનાવી સુનિલ પ્રસાદ રોશન કુમારની બોલિંગમાં કેચ આઉટ
- ભાનુ પુનિયા 51 બોલમાં 134 રન સાથે અણનમ રહ્યો
- શિવાલિક શર્મા 17 બોલમાં 55 રન બનાવી તરુણ શર્માની બોલિંગમાં પ્રણેત લલિતના હાથમાં કેચ આઉટ
- વિષ્ણુ સોલંકી 16 બોલમાં 50 રન બનાવી પાલઝોર તમંગની બોલિંગમાં પ્રણેત લલિતના હાથમાં કેચ આઉટ
- મહેશ પિથિયા 5 બોલમાં 8 રન બનાવી પાલઝોર તમંગની બોલિંગમાં અંકુર મલિકના હાથમાં કેચ આઉટ
- રાજ લિમ્બાની 1 બોલમાં 1 રન બનાવી અણનમ રહ્યો
સિક્કિમ બેટીંગ
બરોડાની રેકોર્ડબ્રેક ઇનિંગ બાદ બેટીંગમાં ઉતરેલી સિક્કિમ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી માત્ર 86 રન જ બનાવી શકી.
- પ્રણેત લલિત 12 બોલમાં 1 રન બનાવી કુણાલ પંડ્યાની બોલિંગમાં વિષ્ણુ સોલંકીના હાથમાં કેચ આઉટ
- નિલેશ લમીચને 1 બોલમાં 0 રને નિનાદ રાઠવાની બોલિંગમાં વિષ્ણુ સોલંકીએ સ્ટમ્પિંગ કર્યું
- આશિષ થાપા 22 બોલમાં 6 રન બનાવી અતિત શેઠની બોલિંગમાં નિનાદ રાઠવાના હાથમાં કેચ આઉટ
- પાર્થ પલાવત 10 બોલમાં 12 રન બનાવી નિનાદ રાઠવાની બોલિંગમાં એલબીડબલ્યૂ આઉટ થયો
- રોબિન મનકુમાર 20 બોલમાં 20 રન બનાવી મહેશ પિથિયાની બોલિંગમાં બોલ્ડ આઉટ થયો
- પાલઝોર તમંગ 16 બોલમાં 7 રન બનાવી મહેશ પિથિયાની બોલિંગમાં શિવાલિક શર્માના હાથમાં કેચ આઉટ થયો
- લી યોંગ લેપ્યા 15 બોલમાં 10 રન બનાવી અભિમન્યૂસિંહ રાજપૂતની બોલિંગમાં કૃણાલ પંડ્યાના હાથમાં કેચ આઉટ થયો
- અંકુર મલિક 21 બોલમાં 18 રન બનાવી અણનમ રહ્યો
- સુનિલ પ્રસાદ રોશન કુમાર 3 બોલમાં 6 રન બનાવી અણનમ રહ્યો
ટી20 ક્રિકેટમાં સર્વાધિક 349 રન બનાવાની સાથે બરોડા ટીમે સિક્કિમ ટીમને 263 રનથી મોટી હાર આપી.