IPL 2023 : IPLની ફાઇનલ મેચ ક્યાં રમાશે? BCCIએ સ્થળ અને શિડ્યુલની ઘોષણા કરી

BCCI IPL final match : બીસીસીઆઇ એ IPL 2023ના પ્લેઓફ અને ફાઇનલ મેચના સ્થળ અને શિડ્યુલની ઘોષણા કરી.

Written by Ajay Saroya
Updated : April 21, 2023 20:32 IST
IPL 2023 : IPLની ફાઇનલ મેચ ક્યાં રમાશે? BCCIએ સ્થળ અને શિડ્યુલની ઘોષણા કરી
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆત 31 માર્ચે થઇ હતી. (ફોટો- એક્સપ્રેસ ફાઇલ)

ક્રિકેટ પ્રેમીઓ માટે હાલ ચાલી રહેલી આઇપીએલ 2023 સીઝનની ફાઇનલ મેચ અંગે મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPLની 16મી સીઝનના પ્લેઓફ અને ફાઇનલ ક્રિકેટ મેચના ટાઇમ ટેબલ અને સ્થળની ઘોષણા કરી છે. આઇપીએલ 2023 સીઝનની ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર અનુક્રમે 23 મે અને 24 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. તો આઇપીએલની ફાઇનલ મેચ 28 મેના રોજ અમદાવાદમાં રમાશે.

આઇપીએલના ક્વોલિફાયર 1 અને એલિમિનેટર ચેન્નઇ સ્થિત એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 23 મે અને 24 મેના રોજ રમાશે. ત્યારબાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનુક્રમે 26 મેના રોજ ક્વોલિફાયર 2 અને IPLની ફાઇનલ મેચ 28 મેના રોજ યોજાશે. નોંધનીય છે કે, એક લાખથી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગયા વર્ષે ફાઈનલ મેચનું આયોજન થયુ હતુ.

BCCI IPL cricket
બીસીસીઆઇ એ IPL2023ના પ્લેઓફ અને ફાઇનલ મેચના સ્થળ અને શિડ્યુલની ઘોષણા કરી.

IPL 2023નું ઓપનિંગ અને પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી

આઇપીએલ 2023 સીઝનની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઇ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સ (GT) ટીમે રાજસ્થાન રોયલ્સ (RR) ને હરાવીને તેમની પ્રથમ IPL સિઝનમાં ટ્રોફી જીતી લીધી. IPL 2023 ની શરૂઆત ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના એક જ મેદાન પર રમાઈ હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ટીમે મેચ જીતી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2021માં તેની પહેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ યોજાઇ હતી, તે વખતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ રમાઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ