BCCI એ ડોમેસ્ટિક ક્રિકેટના નિયમોમાં કર્યો ફેરફાર, હવે બેટ્સમેનને ચાલાકી કરવી ભારે પડશે, જાણો અન્ય નિયમો

BCCI Domestic Cricket Rule: ભારતીય ક્રિકેટ બોર્ડે રમતના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. બીસીસીઆઈની તમામ ડોમેસ્ટિક મેચો પર આ નિયમો લાગુ થશે

Written by Ashish Goyal
October 11, 2024 18:09 IST
BCCI એ ડોમેસ્ટિક ક્રિકેટના નિયમોમાં કર્યો ફેરફાર, હવે બેટ્સમેનને ચાલાકી કરવી ભારે પડશે, જાણો અન્ય નિયમો
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈરાની કપ ટ્રોફી સાથે મુંબઈ રણજી ટીમના ખેલાડીઓ સાથે શ્રેયસ ઐયર, સરફરાઝ ખાન. (એએનઆઈ ફાઈલ ફોટો)

BCCI Change Rule Domestic Cricket : ભારતમાં નવી ડોમેસ્ટિક સિઝનનો પ્રારંભ શુક્રવારે 11 ઓક્ટોબરે રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડથી થયો છે, ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) રમતના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. ક્રિકબઝે બીસીસીઆઇના હવાલાથી લખ્યું છે કે જો કોઈ બેટ્સમેન ઈજા વિના અન્ય કોઈ કારણસર રિટાયર થાય તો તેને તત્કાળ આઉટ માનવામાં આવશે. આનો અર્થ એ થયો કે તે ખેલાડી તે ઇનિંગ્સમાં ફરીથી બેટિંગ કરવા માટે મેદાન પર આવી શકશે નહીં. ટીમના કેપ્ટનને કોઈ વાંધો ન હોય તો પણ તે આવી શકશે નહીં.

ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં નવા નિયમો

  • ઈજા સિવાયના અન્ય કોઈ પણ કારણોસર રિટાયર થનાર બેટ્સમેનને આઉટ ગણવામાં આવશે.
  • જો તમે બોલ પર લાળ લગાવશો તો બોલ બદલવો પડશે અને પેનલ્ટી પણ લાગશે.
  • જો ઓવરથ્રો બાદ બાઉન્ડ્રી હશે તો તેમાં માત્ર 4 રન જ ઉમેરવામાં આવશે.
  • સીકે નાયુડુ સ્પર્ધામાં પેનલ્ટી રનથી બેટિંગ પોઇન્ટ પર અસર પડશે.

બીસીસીઆઈની તમામ ડોમેસ્ટિક મેચો પર નિયમો લાગુ થશે

એટલે કે આ નવો નિયમ તમામ મલ્ટી-ડે અને તમામ મર્યાદિત મેચો પર લાગુ થશે. બીસીસીઆઇએ એમ પણ કહ્યું છે કે સુપર ઓવરની સ્થિતિમાં પણ આ નિયમ લાગુ પડી શકે છે. બોલિંગના કિસ્સામાં જો કોઈ ટીમે બોલ પર લાળ લગાવી હોય તો પેનલ્ટી લગાવવા સિવાય તાત્કાલિક બોલને બદલવો પડશે.

રન રોકવાના કિસ્સામાં આ ફેરફાર થયો હતો

બીસીસીઆઈએ રન રોકવાના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. નવા સંશોધિત નિયમમાં કહેવામાં આવ્યું છે કે જો બેટ્સમેન એક રન દોડ્યા પછી અટકી જાય છે અને ઓવરથ્રો પછી ફરીથી એક બીજાને ક્રોસ કરતા પહેલા બાઉન્ડ્રી થઇ જાય છે તો સ્કોરમાં ફક્ત 4 રન ઉમેરવામાં આવશે. પહેલા સ્કોરમાં બેટ્સમેનો દ્વારા દોડીને લીધેલા રન અને ઓવરથ્રોઝના રન જોડવામાં આવતા હતા.

આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ : પાકિસ્તાન સૌથી છેલ્લા સ્થાને, જાણો ભારત અને અન્ય ટીમોની શું છે સ્થિતિ

સી.કે.નાયડુ માટે પણ નિયમો બદલાયા

બીસીસીઆઈનું કહેવું છે કે આ આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024 દરમિયાન થયેલી સમજૂતીને અનુરૂપ છે. બીજો ફેરફાર સી.કે. નાયડુ સ્પર્ધા અને પોઇન્ટ ફાળવણીને લગતો છે. આ માટે તેમણે બે સંજોગોના ઉદાહરણ આપીને નિયમ સમજાવ્યો છે.

પ્રથમ પરિસ્થિતિ: જો પ્રથમ બેટિંગ કરનારી ટીમ ‘એ’ પ્રથમ ઇનિંગ્સમાં 98 ઓવરમાં 398 રનમાં ઓલઆઉટ થઈ જાય છે, તો તેને 4 બેટિંગ પોઇન્ટ મળશે. બાદમાં ફિલ્ડિંગ કરતી વખતે જો ટીમ ‘એ’ને 5 પેનલ્ટી રન મળે તો તેનો સ્કોર 98 ઓવરમાં 403 થઈ જશે. એટલે કે ટીમ ‘એ’ને હવે 5 બેટિંગ પોઇન્ટ મળશે.

બીજી પરિસ્થિતિ : જો પ્રથમ બેટિંગ કરી રહેલી ટીમ ‘એ’ પ્રથમ ઇનિંગ્સમાં 100.1 ઓવરમાં 398 રનમાં ઓલઆઉટ થઈ જાય છે, તો તેને 4 બેટિંગ પોઇન્ટ મળશે. તે જ સમયે ટીમ ‘એ’ ને ફિલ્ડિંગ કરતી વખતે 5 પેનલ્ટી રન મળે છે, ત્યારબાદ હવે તેનો સ્કોર 100.1 ઓવરમાં 403 થઈ જશે. જોકે ત્યારે તેને 5મો બેટિંગ પોઇન્ટ નહીં મળે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ