આઈપીએલ 2023 એ બીસીસીઆઈને માલામાલ કર્યા, 5120 કરોડ રૂપિયાની થઇ એકસ્ટ્રા કમાણી

IPL : બીસીસીઆઈએ સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)અંતર્ગત 2038 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ વધારે કમાણી નવા મીડિયા અધિકારો અને સ્પોન્સરશિપ ડીલને કારણે થઇ

IPL : બીસીસીઆઈએ સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)અંતર્ગત 2038 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ વધારે કમાણી નવા મીડિયા અધિકારો અને સ્પોન્સરશિપ ડીલને કારણે થઇ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL Trophy, IPL

IPL : આઈપીએલ ટ્રોફી (તસવીર - આઈપીએલ ટ્વિટર)

IPL : ભારતીય ક્રિકેટ બોર્ડ દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે અને દિવસેને દિવસે તેની કમાણી વધી રહી છે. બીસીસીઆઈએ આઇપીએલ 2023માં 5120 કરોડ રૂપિયાની એકસ્ટ્રા કમાણી કરી છે. જે આઈપીએલ 2022 કરતા 116 ટકા વધુ છે. આઇપીએલ 2022માં બીસીસીઆઈની આ કમાણી 2,367 કરોડ રૂપિયા હતી. તેણે સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)અંતર્ગત 2038 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

Advertisment

ઇકોનોમિક ટાઇમ્સે માહિતી આપી છે કે બીસીસીઆઇના 2022-23ના વાર્ષિક રિપોર્ટ અનુસાર આઇપીએલ 2023થી કુલ આવક વાર્ષિક ધોરણે 78 ટકા વધીને 11,769 કરોડ રૂપિયા થઇ ગઇ છે, જ્યારે ખર્ચ 66 ટકા વધીને 6,648 કરોડ રૂપિયા થઇ ગયો છે. આ વધારો નવા મીડિયા અધિકારો અને સ્પોન્સરશિપ ડીલને કારણે થયો હતો.

ન્યૂ મીડિયા રાઇટ્સ

2023-27ના ગાળા માટે 48,390 કરોડ રૂપિયાના નવા મીડિયા રાઇટ્સ ડીલની શરૂઆત આઈપીએલ 2023ની સિઝનથી થઈ હતી. 2021માં ડિઝની સ્ટારે 23,575 કરોડ રૂપિયાની બોલી લગાવીને 2023-27 માટે આઈપીએલ ટીવી રાઇટ્સ મેળવ્યા હતા, જ્યારે વાયકોમ18 ની માલિકીની જિયો સિનેમાએ 23,758 કરોડ રૂપિયાની બોલી લગાવીને ડિજિટલ રાઇટ્સ મેળવ્યા હતા.

આઇપીએલના ટાઇટલ રાઇટ્સ 2,500 કરોડમાં વેચવામાં આવ્યા

બીસીસીઆઇએ આઇપીએલના ટાઇટલ રાઇટ્સ ટાટા સન્સને પાંચ વર્ષના ગાળા માટે કુલ રુપિયા 2,500 કરોડમાં વેચ્યા હતા. તેણે MyCircle11, RuPay, AngelOne અને Ceatને એસોસિયેટ સ્પોન્સરશિપ વેચીને 1,485 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વાર્ષિક રિપોર્ટ જણાવે છે કે આઇપીએલ 2023થી બોર્ડની મીડિયા રાઈટ્સની આવક 131 ટકા વધીને રુપિયા 8,744 કરોડ થઈ હતી, જ્યારે આઇપીએલ 2022માં આ 3,780 કરોડ રૂપિયા હતી.

Advertisment

આ પણ વાંચો - આઇપીએલ 2025માં વધી જશે 14% મેચ? ઘરેલું ટી 20 ટૂર્નામેન્ટમાં પણ થઇ શકે છે મોટો ફેરફાર

દુનિયાનું સૌથી અમીર અને સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ

ફ્રેન્ચાઇઝી ફી થી થતી આવક 22 ટકા વધીને 1,730 કરોડથી 2,117 કરોડ થઈ છે. સ્પોન્સરશિપની આવક 828 કરોડ રૂપિયાથી 2 ટકા વધીને 847 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આઇપીએલ 2018થી 2022 ની વચ્ચે માત્ર ડિઝની સ્ટાર પાસે જ મીડિયા રાઈટ્સ હતા. કંપનીએ પાંચ વર્ષ માટે મીડિયા રાઈટ્સ માટે 16,347 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તમિલનાડુ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1975 હેઠળ રજિસ્ટર્ડ બીસીસીઆઇ દુનિયાનું સૌથી ધનાઢ્ય અને શક્તિશાળી ક્રિકેટ બોર્ડ છે.

આવક 50% વધીને રૂપિયા 6,558 કરોડ થઈ

નાણાકીય વર્ષ 2023ના અંતે બીસીસીઆઇ પાસે વિવિધ બચતો અને કરન્ટ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં રુપિયા 16,493.2 કરોડનું બેંક બેલેન્સ હતું. એક વર્ષ પહેલા તેનું બેંક બેલેન્સ 10,991.29 કરોડ રૂપિયા હતું. તેણે 2023ની સિઝન દરમિયાન સેન્ટ્રલ પૂલમાંથી આઇપીએલની ફ્રેન્ચાઈઝીઓને રુપિયા 4,670 કરોડ ચૂકવ્યા હતા. ગત સિઝનમાં તેણે 2,205 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. એકંદરે નાણાકીય વર્ષ 2023 દરમિયાન બોર્ડની સરપ્લસ રકમ 38 ટકા વધીને 3,727 કરોડ રૂપિયા થઈ હતી. આવક 50 ટકા વધીને 6,558 કરોડ રૂપિયા અને ખર્ચ 70 ટકા વધીને 2,831 કરોડ રૂપિયા થયો છે.

વિમેન્સ પ્રીમિયર લીગમાંથી કમાણી

વર્ષ 2023માં શરુ થયેલી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)થી ક્રિકેટ બોર્ડને 377 કરોડની સરપ્લસ આવક થઈ હતી. તેણે ડબલ્યુપીએલના મીડિયા રાઈટ્સ, ફ્રેન્ચાઈઝી ફી અને સ્પોન્સરશિપ દ્વારા 636 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 259 કરોડનો ખર્ચ કર્યો હતો. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે બીસીસીઆઇએ નાણાકીય વર્ષ 23 -24 દરમિયાન 2,038 કરોડ રૂપિયાનો જીએસટી ચૂકવ્યો હતો.

આઈપીએલ 2025 bcci સ્પોર્ટ્સ