રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મળશે ટી20ની કમાન? BCCIના નવા સિલેક્ટર્સ પસંદ કરશે દરેક ફોર્મેટ માટે અલગ કેપ્ટન

Sharma in T20 International: ટી20 વર્લ્ડ કપ 2022માં ઇંગ્લેન્ડના હાથોમાંથી સેમી ફાઈનલમાંથી બહાર હોવાની સાથે જ આઈસીસી ટ્રોફીની અછ બાદ ભારતીય ક્રિકેટના અલગ અલગ કેપ્ટનની દિશામાં જવાની સંભાવના છે.

Written by Ankit Patel
November 19, 2022 10:51 IST
રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મળશે ટી20ની કમાન? BCCIના નવા સિલેક્ટર્સ પસંદ કરશે દરેક ફોર્મેટ માટે અલગ કેપ્ટન
રોહિત શર્મા અને હાર્દિક પટેલ

Sharma in T20 International: બીસીસીઆઈએ ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિનો કાર્યકાળ આગળ વધવા નહીં દેવાનો નિર્ણય કર્યો છે. 5 સભ્યોના પદો માટે આવેદન મંગાવ્યા છે. નવા પેનલ પાસે વિવિધ ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન પસંદ કરવાની જવાદારી રહેશે. ટી20 વર્લ્ડ કપ 2022માં ઇંગ્લેન્ડના હાથોમાંથી સેમી ફાઈનલમાંથી બહાર હોવાની સાથે જ આઈસીસી ટ્રોફીની અછ બાદ ભારતીય ક્રિકેટના અલગ અલગ કેપ્ટનની દિશામાં જવાની સંભાવના છે.

વર્તમાનમાં રોહિત શર્મા દરેક ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. જોકે, ન્યૂઝીલેન્ડ સામે અત્યારે સીમિત ઓવર ફોર્મેટની સિરિઝ માટે હાર્દિક પંડ્યા ટીમના કેપ્ટન છે. પોતાની શરુઆતી સત્રમાં જ ગુજરાત ટાઇટન્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીતવા બાદ નાના ફોર્મટમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળવા માટે હાર્દિક પંડ્યા સૌથી પસંદીદા છે.

સુકાનીપદનો અન્ય સંભવિત દાવેદાર જસપ્રીત બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત છે. તે ટીમમાં પરત ફરે ત્યારે શું થાય છે તે જોવું રહ્યું. જ્યાં સુધી રોહિત શર્માની વાત છે તો તે 35 વર્ષનો છે. BCCI તેને આવતા વર્ષે ઘરની ધરતી પર યોજાનાર 50 ઓવરના વર્લ્ડ કપ (ICC ODI વર્લ્ડ કપ 2023) માટે કેપ્ટન તરીકે જાળવી રાખવા માંગે છે.

2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યાને તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022માં રમનારા મોટાભાગના સિનિયર ખેલાડીઓ આગામી એડિશન (T20 વર્લ્ડ કપ 2024) માટે ટીમમાં હોવાની શક્યતા નથી. જોકે, એવું જાણવા મળ્યું છે કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડની નોકરી જોખમમાં નથી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પાંચ રાષ્ટ્રીય પસંદગીકારો (વરિષ્ઠ પુરુષો) ની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેમણે નીચેના માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે.

તમને જણાવી દઈએ કે વર્તમાન પસંદગી સમિતિનો કાર્યકાળ ગયા મહિને પૂરો થયો હતો અને BCCIએ તેને રિન્યૂ ન કરવાનો નિર્ણય લીધો હતો. ચેતન શર્મા ઉપરાંત સુનીલ જોશી, દેબાશીષ મોહંતી અને હરવિંદર સિંહને પણ સ્થાન આપવામાં આવશે.

બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યા અનુસાર, જો આ લોકો ઈચ્છે તો આ પદો માટે ફરીથી અરજી કરી શકે છે. જો કે, બોર્ડ હાલની પેનલને પસંદ કરવાને બદલે નવા ચહેરાઓ સાથે આગળ વધે તેવી સંભાવના છે.

રસપ્રદ વાત એ છે કે વર્તમાન પેનલના ઘણા સભ્યો દેશભરના વિવિધ કેન્દ્રો પર વિજય હજારે ટ્રોફીની મેચ જોવામાં વ્યસ્ત છે. બોર્ડે પસંદગી સમિતિને જાળવી ન રાખવા માટે કોઈ કારણ આપ્યું નથી, પરંતુ ટી-20 વર્લ્ડ કપ 2022માંથી ભારતનું નિરાશાજનક બહાર થવું એ એક કારણ હોઈ શકે છે.

અહીં શરતો છે

  • ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચો અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચો અથવા 10 વન-ડે ઈન્ટરનેશનલ અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોવા જોઈએ.
  • ઓછામાં ઓછા 5 વર્ષ પહેલાં રમતમાંથી નિવૃત્તિ લીધી હોવી જોઈએ.
  • કોઈપણ વ્યક્તિ જે કુલ 5 વર્ષ સુધી કોઈપણ ક્રિકેટ સમિતિ (BCCI ના નિયમો અને વિનિયમોમાં વ્યાખ્યાયિત મુજબ) ના સભ્ય છે તે પુરૂષોની પસંદગી સમિતિના સભ્ય બનવા માટે પાત્ર રહેશે નહીં.
  • 28 નવેમ્બર, 2022 ના રોજ સાંજે 6 વાગ્યા (ભારતીય સમય) સુધીમાં અરજીઓ સબમિટ કરવી આવશ્યક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ