આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ સાથે BCCI 16 એપ્રિલે અમદાવાદમાં બેઠક કરશે, મેગા હરાજી પર રહેશે ફોક્સ

IPL : આઇપીએલની ફ્રેન્ચાઈઝીના તમામ દસ માલિકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ બેઠકમાં બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને આઇપીએલના ચેરમેન અરૂણ ધુમલ સામેલ થશે

Written by Ashish Goyal
April 01, 2024 15:39 IST
આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ સાથે BCCI 16 એપ્રિલે અમદાવાદમાં બેઠક કરશે, મેગા હરાજી પર રહેશે ફોક્સ
આઈપીએલ ટ્રોફી (તસવીર -સોશિયલ મીડિયા)

IPL 2024 : ભારતીય ક્રિકેટ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ફ્રેન્ચાઈઝીના માલિકોની મિટિંગ બોલાવી છે. આ બેઠક 16 એપ્રિલે અમદાવાદમાં યોજાશે. ગુજરાત ટાઇટન્સ આ દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આઇપીએલની ફ્રેન્ચાઈઝીના તમામ દસ માલિકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

જોકે એવું માનવામાં આવે છે કે માલિકોની સાથે તેમના સીઈઓ અને ઓપરેશનલ ટીમો પણ મિટિંગમાં હોઈ શકે છે, પરંતુ આ બેઠક ફક્ત માલિકો માટે જ બોલાવવામાં આવી છે. જેમાં આઇપીએલ 2025 પહેલા મેગા હરાજી અને પ્લેયર રિટેન્શન પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને આઇપીએલના ચેરમેન અરૂણસિંહ ધુમલ સામેલ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકને લઈને આ પત્ર આઈપીએલના સીઈઓ હેમાંગ અમીને મોકલ્યો છે.

મેગા-હરાજી સાથે સંબંધિત મુદ્દાઓને આવરી લેવામાં આવશે

જોકે અમીને આ બેઠકનો એજન્ડા જાહેર કર્યો નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે અચાનક બોલાવવામાં આવેલા કોલના પગલે બીસીસીઆઇ અનેક નીતિગત નિર્ણયો પર ધ્યાન આપશે. આમાં મુખ્યત્વે આવતા વર્ષે યોજાનારી મેગા-હરાજીને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. આ મામલાથી પરિચિત એક સૂત્રએ જણાવ્યું હતું કે તેઓ આઈપીએલ માટે આગળની રણનીતિ પર ચર્ચા કરશે.

આ પણ વાંચો – આઈપીએલમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે ટક્કર, કઇ ટીમનું પલડું છે ભારે

હરાજી પહેલા રિટેન્શનની સંખ્યા ચર્ચાનું કેન્દ્ર છે

હરાજી પહેલા રીટેન્શનની સંખ્યા ચર્ચાનું કેન્દ્ર રહેશે. આ મામલે આઈપીએલનો ઇકોસિસ્ટમને વિભાજિત છે. દરેક માલિકોના વિચારો અલગ-અલગ છે. સંખ્યાઓ પર કોઈ સ્પષ્ટ સહમતી નથી અને એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈ કોઈ સમાધાન માટે વાતચીત કરવા માંગે છે. આઇપીએલના માલિકોનો એક વર્ગ માને છે કે રિટેન્શનની સંખ્યા વધારવી જોઈએ. એવી દલીલ છે કે ટીમોએ પોતાને પૂરતા પ્રમાણમાં સ્થાપિત કરી લીધી છે. તમારી બ્રાન્ડ અને પ્રશંસકના આધારને મજબૂત બનાવવા માટે નિરંતરતાની આવશ્યકતા છે. કેટલાકની સલાહ છે કે રિટેન કરવાની સંખ્યા આઠ સુધીની હોવી જોઈએ.

રાઇટ ટુ મેચ કાર્ડ

જોકે એક વર્ગ આટલી મોટી સંખ્યામાં રીટેન્શનનો વિરોધ કરે છે અને નાની સંખ્યાને પ્રાધાન્ય આપે છે. આ ઉપરાંત રાઇટ ટુ મેચ કાર્ડને ફરીથી રજૂ કરવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. અગાઉ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ 2022માં છેલ્લી મેગા-હરાજીમાં તે ન હતું. તે વખતે માત્ર ચારને જ મંજૂરી આપવામાં આવી હતી, જેમાં વધુમાં વધુ ત્રણ ભારતીયો કે બે વિદેશી ખેલાડીઓ હતા.

સેલેરી કેપની પણ ચર્ચા થઈ શકે છે

ચર્ચાનો બીજો મુખ્ય મુદ્દો છે સેલેરી કેપ, આ એક એવો વિષય છે જેના પર આઈપીએલ સેટઅપના જુદા જુદા વિભાગો વચ્ચે હંમેશા જુદા જુદા મંતવ્યો હોય છે. ખુદ બીસીસીઆઈનો મત મજબૂત છે. ગત મિની હરાજી દરમિયાન આ મર્યાદા રુપિયા 100 કરોડ નક્કી કરવામાં આવી હતી પણ બે વર્ષ અગાઉ બીસીસીઆઇએ રુપિયા 48,390 કરોડના બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ પર હસ્તાક્ષર કર્યા બાદ ટીમોના સેન્ટ્રલ રેવન્યુ શેરમાં જંગી વધારો થતાં તેમાં વધારો થવાની ધારણા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ