Virat Kohli 18 Number jersey : બંગાળનો ફાસ્ટ બોલર મુકેશ કુમાર કેન્ટરબરીમાં ભારત એ અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ દરમિયાન 18 નંબરની જર્સી પહેરેલો જોવા મળ્યો હતો. આ 18 નંબરની જર્સી વિરાટ કોહલીની છે. જે છેલ્લા 14 વર્ષથી તેની પાસે છે.
કોહલીએ હજુ સુધી વન ડેમાંથી નિવૃત્તિ લીધી નથી, જેમાં તે ભારતીય ટીમ માટે આ 18 નંબરની જર્સીમાં રમતો જોવા મળશે. પરંતુ એવું માનવામાં આવે છે કે જે રીતે સચિન તેંડુલકર (જર્સી નંબર 10) અને મહેન્દ્રસિંહ ધોની (જર્સી નંબર 7)ની જર્સી કોઇ પહેરતું નથી. તેવી જ રીતે કોઇ પણ નવો ખેલાડી 18 નંબરની જર્સી લગભગ પહેરશે નહીં.
મુકેશ કુમારે 18 નંબરની જર્સી કેમ પહેરી હતી?
મુકેશ કુમાર ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ ટીમનો ભાગ નથી અને જો તેને કોઇ ખેલાડીની જગ્યાએ પસંદ કરવામાં આવે તો પણ તેનો જર્સી નંબર 49 રહેશે, જે તેણે વેસ્ટ ઇન્ડીઝમાં સિનિયર ટીમના ડેબ્યૂ દરમિયાન પહેરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે મુકેશે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 18 નંબરની જર્સી પહેરી હતી. પરંતુ ભારત એ ટીમમાં કોઈ નિશ્ચિત સંખ્યા નથી કારણ કે જર્સી પર કોઈ નામ નથી. કોઈપણ ખેલાડી કોઈપણ ‘રેન્ડમ’ નંબર પસંદ કરી શકે છે. જર્સી નંબર ફક્ત આંતરરાષ્ટ્રીય મેચો માટે જ માન્ય છે.
આ પણ વાંચો – આઇસીસી ટેસ્ટ પછી વન-ડેને પણ રસપ્રદ બનાવશે, ક્રિકેટમાં બદલવામા આવી રહ્યા છે આ નિયમો
સુદર્શન અને અર્શદીપ સિંહને અલગ અલગ જર્સી નંબર આપવામાં આવ્યા
ભારતીય ટેસ્ટ ટીમના બે નવા સભ્યો બી સાઈ સુદર્શન અને અર્શદીપ સિંહને સામેલ કરવામાં આવ્યા છે પણ તેમને આપવામાં આવેલા જર્સીના નંબર અલગ-અલગ છે. ભારતીય ટીમ માટે કોઈ ચોક્કસ જર્સી નંબરને સત્તાવાર રીતે ‘નિવૃત્ત’ કરવાનો રિવાજ નથી પરંતુ કેટલાક સૌથી લોકપ્રિય નંબરો પાછળથી ટીમમાં જોડાનારા ખેલાડીઓ દ્વારા પહેરવામાં આવતા નથી.
શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરી હતી, બાદમાં નંબર બદલવો પડ્યો
શાર્દુલ ઠાકુરે એક વખત શ્રીલંકામાં એક મેચમાં 10 નંબરની જર્સી પહેરી હતી, પરંતુ રમતપ્રેમીઓએ તે પસંદ આવ્યું ન હતું અને આ ખેલાડીએ પોતાનો જર્સી નંબર બદલવો પડ્યો હતો. ધોનીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ કોઈએ પણ સાત નંબરની જર્સી પહેરી નથી. ભારતીય ક્રિકેટમાં કોહલીનું પ્રદાન અને તેની જબરજસ્ત લોકપ્રિયતા જોતાં અન્ય કોઈ ખેલાડીને કોઈ પણ ફોર્મેટમાં 18માં નંબરની જર્સી પહેરેલો જોવા મળે તે મુશ્કેલ છે.