BCCI એ હેડ કોચ ગૌતમ ગંભીરની શરત ન માની, જોન્ટી રોડ્સ નહીં પણ આ પૂર્વ ખેલાડી બનશે ફિલ્ડીંગ કોચ

ટીમ ઇન્ડિયા હેડ કોચ ગૌતમ ગંભીર તરફથી જોન્ટી રોડ્સ ને ફિલ્ડીંગ કોચ બનાવવા કરાયેલ સપોર્ટિંગ સ્ટાફની પ્રપોઝલ સ્વીકારવા બીસીસીઆઇએ ઇન્કાર કર્યો છે.

ટીમ ઇન્ડિયા હેડ કોચ ગૌતમ ગંભીર તરફથી જોન્ટી રોડ્સ ને ફિલ્ડીંગ કોચ બનાવવા કરાયેલ સપોર્ટિંગ સ્ટાફની પ્રપોઝલ સ્વીકારવા બીસીસીઆઇએ ઇન્કાર કર્યો છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
હેડ કોચ ગૌતમ ગંભીર અને જય શાહ બીસીસીઆઇ સેક્રેટરી | Head Coach Gautam Gambhir with Jay Shah BCCI

Gautam Gambhir with Jay Shah BCCI: ગૌતમ ગંભીર અને જય શાહ બીસીસીઆઇ સેક્રેટરી (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ભારતીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત હેડ કોચ ગૌતમ ગંભીર સામે પરિસ્થિતિઓ આસાન નથી દેખાતી. મનપસંદ સપોર્ટિંગ સ્ટાફ પસંદ કરવા ગૌતમ ગંભીર દ્વારા કરાયેલ ભલામણ સ્વીકારવા બીસીસીઆઇએ ઇન્કાર કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. બીસીસીઆઇ દ્વારા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની જાહેરાત કરી છે પરંતુ અન્ય સપોર્ટિંગ સ્ટાફ અંગે હજુ જાહેરાત કરવાની બાકી છે.

Advertisment

ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાને નવા હેડ કોચ મળ્યા છે. જોકે હજુ સહયોગી કોચ અને અન્ય સપોર્ટિંગ સ્ટાફની પસંદગી બાકી છે. હેડ કોચ બનેલા ગૌતમ ગંભીરને મોકળું મેદાન મળે એવું લાગતું નથી. સામાન્ય રીતે સપોર્ટિંગ સ્ટાફની પસંદગી હેડ કોચ દ્વારા જ કરાતી હોય છે પરંતુ અહીં આવું ન થયાના સંકેત છે. બીસીસીઆઇએ ગૌતમ ગંભીરની આ શરત ન માની હોવાનું સામે આવી રહ્યું છે.

મીડિયા અહેવાલ અનુસાર ગૌતમ ગંભીર તરફથી ફિલ્ડીંગ કોચ માટે દક્ષિણ આફ્રિકા પૂર્વ ખેલાડી જોન્ટી રોડ્સનું નામ સુચવાયું હતું. પરંતુ બીસીસીઆઇ વિદેશી કોચ રાખવા ઇચ્છતું નથી અને જોન્ટી રોડ્સની પસંદગી સામે ઇન્કાર કર્યો છે. છેલ્લા સાત વર્ષથી ટીમ ઇન્ડિયા કોચિંગ સ્ટાફમાં ભારતીયો જ છે અને બોર્ડ આ પ્રણાલી મુજબ જ કામ કરવા ઇચ્છી રહ્યું છે.

આ પણ વાંચો: ભારત વિ શ્રીલંકા કાર્યક્રમ જાહેર

સપોર્ટિંગ સ્ટાફ માટે ગૌતમ ગંભીર તરફથી જોન્ટી રોડ્સ ઉપરાંત વિનય કુમાર માટે કરાયેલ સુચન પણ સ્વીકારાયું ન હોવાનું સામે આવી રહ્યું છે. બોલિંગ કોચ માટે ગૌતમ ગંભીર તરફથી વિનય કુમારના નામની ભલામણ કરવામાં આવી હતી. બીસીસીઆઇ દ્વારા આ સુચન પણ માન્ય રખાયું નથી અને બોલિંગ કોચ તરીકે ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટર ઝહીર ખાનને આ પદ આપવામાં આવે એવી પ્રબળ સંભાવના છે.

Advertisment

ફિલ્ડીંગ કોચ માટે ટી દિલીપ પ્રબળ દાવેદાર

બીસીસીઆઇ પોતાની રીતે સપોર્ટિંગ સ્ટાફ પસંદ કરવા ઇચ્છી રહ્યું છે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. જોન્ટી રોડ્સના નામનો છેદ ઉડી જતાં હવે ટીમ ઇન્ડિયાના ફિલ્ડીંગ કોચ તરીકે ટી દિલીપ પ્રબળ દાવેદાર છે. તત્કાલિન હેડ કોચ રાહુલ દ્રવિડ સપોર્ટિંગ સ્ટાફના તે હિસ્સો હતા.

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ