વેંકટા ક્રિષ્ના બી, દેવેન્દ્ર પાંડે : ભારતીય ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનજમેન્ટ આવનાર દિવસોમાં આંતરરાષ્ટ્રીય ટી-20માં પોતાના ભવિષ્યને લઇને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે બેઠક કરી શકે છે. એવું સમજી શકાય છે કે આ બન્નેએ પોતાને આ ફોર્મેટમાં પસંદગી માટે ઉપલબ્ધ કરાવ્યા છે. જોકે એ ખબર છે કે તેમને પોતાના ટી-20ના ભવિષ્ય પર ફરીથી વિચાર કરવા માટે રાજી કરાશે. આવનાર દિવસોમાં જ્યારે ચેતન શર્માની આગેવાનીમાં નવી પસંદગી સમિતિની બેઠક થશે તો આ મામલો ચર્ચામાં રહેશે.
ટી-20 વર્લ્ડ કપ પછી પસંદગીકારોએ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની શ્રેણીમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં એક યુવા ટીમની પસંદગી કરી હતી. જોકે હાર્દિક પંડ્યાએ પર્યાપ્ત સંકેત આપ્યા છે કે તે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરશે. બીસીસીઆઈએ તેને આ ફોર્મેટમાં પૂર્ણકાલિન કેપ્ટન જાહેર કર્યો નથી. રોહિત બધા ફોર્મેટમાં કેપ્ટન તરીકે રહેશે.
ટી-20 વર્લ્ડ કપ 2024ને જોતા બીસીસીઆઈએ યુવાઓને તક આપવાનો નિર્ણય કર્યો
આગામી ટી-20 વર્લ્ડ કપ 2024ને જોતા બીસીસીઆઈએ યુવાઓને તક આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ઓક્ટોબર-નવેમ્બરમાં 50 ઓવરનો વર્લ્ડ કપ રમાવાનો છે. વરિષ્ઠ ખેલાડીઓના કાર્યભારને મેનજ કરવા માંગે છે. પસંદગીકારોને યુવા ખેલાડીઓના સાથે જવા માટે કહેવામાં આવ્યું હતું.
નેશનલ ટીમ તરફથી ટી-20 રમવાનું છોડ્યું નથી – રોહિત શર્મા
ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે પહેલા રોહિત શર્માએ કહ્યું કે તેણે નેશનલ ટીમ તરફથી ટી-20 રમવાનું છોડ્યું નથી. સૌથી પહેલા એ વાત સમજી લો કે બેક ટૂ બેક મેચ રમવી સંભવ નથી. બધા ફોર્મેટમાં રમતા ખેલાડીઓને પર્યાપ્ત બ્રેક આપવાની આવશ્યકતા છે. નિશ્ચિત રીતે હું પણ તેમાં સામેલ છું. અમારી પાસે આ વર્ષે ફક્ત 6 ટી-20 છે. જોકે નિશ્ચિત રીતે મેં આ ફોર્મેટને છોડવાનો નિર્ણય કર્યો નથી.
જોકે બીસીસીઆઈના ટી-20ના પ્લાનમાં બન્ને સામેલ કરવાની સંભાવના નથી. બોર્ડ ટી-20 માટે પુરી રીતે એક અલગ ટીમ બનાવવા માંગે છે અને એવા ખેલાડીઓને તક આપવા માંગે છે જે આ ફોર્મેટમાં સહેજ રુપથી ફિટ થઇ શકે. ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતનો ટોપ ક્રમ પાવરપ્લેની અધિકાંશ ઓવરમાં આક્રમક રન બનાવવા નિષ્ફળ રહ્યો હતો. તેમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી શીર્ષ ત્રણમાં હતા.
આગામી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ભારતે તે પરિસ્થિતિમાં ફેરફાર ઇચ્છે છે. બેટ સાથે વધારે સાહસિક દ્રષ્ટિકોણ લાવવા ઇચ્છે છે. પંડ્યા પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે સાહસિક વલણ અપનાવવું જોઈએ. આ માટે જરૂરી છે કે પસંદગીકર્તા યોગ્ય ખેલાડીઓની પસંદગી કરે.