વન-ડે વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટ, બે વખત ભારત પણ બન્યું છે શિકાર

World Cup upsets : વર્લ્ડ કપ 2023માં ત્રણ દિવસના ગાળામાં બે મોટા અપસેટ સર્જાયા છે. મંગળવારે નેધરલેન્ડ્સે અપસેટ સર્જતા દક્ષિણ આફ્રિકા સામે 38 રને વિજય મેળવ્યો હતો. આ પહેલા અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો

Written by Ashish Goyal
October 18, 2023 00:28 IST
વન-ડે વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટ, બે વખત ભારત પણ બન્યું છે શિકાર
વર્લ્ડ કપમાં મંગળવારે નેધરલેન્ડ્સે અપસેટ સર્જતા દક્ષિણ આફ્રિકા સામે 38 રને વિજય મેળવ્યો (તસવીર - આઈસીસી)

Cricket World Cup biggest upsets : વર્લ્ડ કપ 2023માં ત્રણ દિવસના ગાળામાં બે મોટા અપસેટ સર્જાયા છે. મંગળવારે નેધરલેન્ડ્સે અપસેટ સર્જતા દક્ષિણ આફ્રિકા સામે 38 રને વિજય મેળવ્યો હતો. આ પહેલા અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.જોકે વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલા પણ ઘણા મોટા ઉલટફેર થયા હતા, જેમાં ભારત બે વખત અપસેટનો શિકાર બન્યું હતું. આવો જાણીએ વન-ડે વર્લ્ડ કપના મેજર અપસેટ વિશે.

વર્લ્ડ કપ 1983

ઝિમ્બાબ્વે 1983 વર્લ્ડ કપ લીગ સ્ટેજના મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે 13 રને વિજય મેળવ્યો હતો. આ વર્લ્ડ કપના ઇતિહાસનો પ્રથમ મેજર અપસેટ હતો.

વર્લ્ડ કપ 1996

વર્લ્ડ કપમાં બીજો અપસેટ કેન્યાએ કર્યો હતો. 1996માં કેન્યાની ટીમે પ્રથમ વખત ક્વોલિફાય કર્યું હતું. પટનામાં વેસ્ટ ઇન્ડીઝ સામે 7 વિકેટે જીત મેળવી હતી.

1999 વર્લ્ડ કપ

1999ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેને નબળી ટીમ માનવામાં આવતી હતી. જોકે તેણે વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ભારતની ટીમને 3 રનેથી હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. 1999ના વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ સર્જ્યો હતો. બાંગ્લાદેશે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે 62 રને વિજય મેળવ્યો હતો. આ મેચ નોર્થમ્પ્ટનમાં રમાઇ હતી.

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023માં બીજો મોટો અપસેટ, નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

2003 વર્લ્ડ કપ

કેન્યાની ટીમે 2003ના વર્લ્ડ કપમાં ફરી એક વખત અપસેટ કર્યો હતો. નૈરોબીમાં રમાયેલી મુકાબલામાં શ્રીલંકાને 53 રને હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં કેન્યાની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી હતી.

2007 વર્લ્ડ કપ

વર્લ્ડ કપ 2007માં ભારતની ટીમ બીજી વખત અપસેટનો શિકાર બની હતી. બાંગ્લાદેશે ગ્રુપ સ્ટેજમાં ભારત સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. આ પરાજય સાથે ભારત વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઇ ગયું હતું. 2007ના વર્લ્ડ કપમાં બીજો અપસેટ આયરલેન્ડે પાકિસ્તાનને હરાવીને કર્યો હતો. આ પરાજયના કારણે પાકિસ્તાનની ટીમ આગળના રાઉન્ડમાં પહોંચી શકી ન હતી.

2011 વર્લ્ડ કપ

આયરલેન્ડે 2011ના વર્લ્ડ કપમાં મોટો અપસેટ કરતા ઇંગ્લેન્ડ સામે 3 વિકેટે વિજય મેળવ્યો હતો. આ સિઝનમાં ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

2015 વર્લ્ડ કપ

2015ના વર્લ્ડ કપમાં આયરલેન્ડે ફરી અપસેટ કર્યો હતો. ગ્રુપ સ્ટેજમાં વેસ્ટ ઇન્ડીઝે આપેલો 305 રનનો પડકાર આયરલેન્ડે મેળવી લીધો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ