India (IND) vs Australia (AUS) 1st Test Day 4 Score: ભારતે ઓસ્ટ્રેલિયાને પર્થના ઓપ્ટ્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમેચમાં 295 રનથી હરાવ્યું છે. આ સાથે જ ભારતે બોર્ડ ગાવસ્કર ટ્રોફીમાં 1-0ની બઢત મેળવી છે. પોતાના ઘર પર ન્યૂઝીલેન્ડ સામે 0-3થી સિરિઝ ગામ બાદ ભારતે ઓસ્ટ્રેલિયામાં શાનદાર શરુઆત કરી છે.
16 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને રચ્યો ઈતિહાસ
ભારતે પર્થમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024ની પ્રથમ ટેસ્ટ મેચમાં જોરદાર જીત હાંસલ કરી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2008માં અનિલ કુંબલેની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાને પર્થમાં 72 રને હરાવ્યું હતું. ચોથા દિવસે ચા પછી ભારતે ઓસ્ટ્રેલિયાને 238 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 2015 થી ભારતને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું નથી અને હવે એડિલેડ, બ્રિસ્બેન, મેલબોર્ન અને સિડનીમાં યોજાનારી બાકીની મેચોમાં આમ કરવા માટે સખત પડકારનો સામનો કરવો પડશે.
ભારતીય બોલરોમાં કોણે કેટલી વિકેટ લીધી?
પહેલી ટેસ્ટ મેચના સ્કોર બોર્ડ ઉપર નજર કરીએ તો ભારતીય બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહે 12 વોર નાંખી હતી. જેમાં 42 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 14 ઓવર ફેંકીને 51 રન આપી 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત હર્ષિત રાણાએ 13.4 ઓવર નાખીને 69 રન આપી એક વિકેટ લીધી હતી.તેમજ વોશિંગ્ટન સુંદરે 15 ઓવર ફેંકીને 48 રન આપ્યા હતા. સુંદર બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
ત્રીજા દિવસની રમત પૂરી થતાં બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4.2 ઓવરમાં 3 વિકેટે 12 રન હતો. ઉસ્માન ખ્વાજા 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે ત્રીજા દિવસે 134.3 ઓવરમાં 6 વિકેટે 487 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 46 રનની લીડ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા માટે 534 રનનો લક્ષ્યાંક
534 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવરના ચોથા બોલ પર નાથન મેકસ્વિનીને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાનું ખાતું પણ ખોલાયું ન હતું. ચોથી ઓવરના પ્રથમ બોલ પર મોહમ્મદ સિરાજે નાઈટવોચમેન તરીકે આવેલા પેટ કમિન્સને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ 12 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી
પેટ કમિન્સ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જસપ્રીત બુમરાહે 5મી ઓવરના બીજા બોલ પર માર્નસ લાબુશેનને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. માર્નસ લાબુશેન માત્ર 3 રન બનાવી શક્યો હતો. આ રીતે દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી દીધી હતી અને તેના ખાતામાં માત્ર 12 રન જ ઉમેરાયા હતા. ત્રીજી ટેસ્ટ મેચમાં હજુ 2 દિવસ બાકી છે અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 522 રનની જરૂર છે, જ્યારે હવે તેની 7 વિકેટ પડવાની બાકી છે.