Border-Gavaskar Trophy 2024, IND vs AUS 1st Test Live Cricket Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને પહેલી ઈનિંગમાં 49.4 ઓવરમાં 150 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાની બેટિંગ આવતા પહેલા દિવસે 67 રન બનાવ્યા હતા. આમ દિવસની સમાપ્તી પર ઓસ્ટ્રેલિયાએ 25.2 ઓવરમાં સાત વિકેટના નુકસાન સાથે 67 રન બનાવ્યા હતા.
જસપ્રિત બુમરાહે લીધી 4 વિકેટ
ભારતીય બોલરોમાં જસપ્રિત બુમરાહે સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. આ ઉપરાંત હર્ષિત રાણાએ પણ ખાતું ખોલાવી એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: Aus vs Ind live cricket score બીજા દિવસની રમત માટે અહીં ક્લિક કરો
L
ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ડેબ્યૂ કર્યું
ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ડેબ્યૂ કર્યું. વિરાટ કોહલીએ નીતિશ રેડ્ડીને ટેસ્ટ કેપ સોંપી. રવિચંદ્રન અશ્વિને હર્ષિત રાણાને ડેબ્યૂ કેપ આપી. તેણે તેની ડેબ્યૂ કેપ મેળવતા પહેલા જ તેના રન-અપ્સ ચિહ્નિત કર્યા હતા. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
ભારતે 49.4 ઓવરમાં 150 રન બનાવ્યા હતા
નીતીશ કુમાર રેડ્ડી જીવનની આ ભેટનો વધારે ફાયદો ઉઠાવી શક્યા નથી. તેણે ચોથા બોલ પર ખેંચ્યો. જો કે, બેટ ટોચની કિનારે અથડાયું અને બોલ હવામાં લટકી ગયો. જોકે આ વખતે ઉસ્માન ખ્વાજાએ કોઈ ભૂલ કરી ન હતી. ઉસ્માન ખ્વાજા મિડવિકેટમાંથી દોડીને જમણી તરફ કૂદકો માર્યો અને સ્ક્વેર લેગમાં જતા પહેલા બંને હાથ વડે બોલને પકડ્યો. આ સાથે જ ભારતીય ઇનિંગ્સનો અંત આવ્યો. ભારતે 49.4 ઓવરમાં 150 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે આ ઘણો ઓછો સ્કોર છે.
કેએલ રાહુલના ટેસ્ટમાં 3000 રન પુરા
કેએલ રાહુલ અત્યાર સુધી 25 રન બનાવવીને ક્રિઝ ઉપર છે. ભારતે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 36 રન બનાવ્યા છે. રાહુલે પોતાની આ પારી દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પુરા કરી દીધા છે. તેઓ ઓસ્ટ્રેલિયાના બોલરોનો સામનો કરી રહ્યા છે.
વિરાટ કોહલી પાંચ રન બનાવી આઉટ
વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન પર્થ ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ ચાલું હતું. તે પાંચ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. તેણે 12 બોલમાં 5 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના રૂપમાં ભારતને મોટો ફટકો પડ્યો છે. જોશ હેજલવુડના બોલમાં વિરાટ કોહલીનો કેચ ઉસ્માન ખ્વાઝાએ પકડ્યો હતો. વિરાટ કોહલી બાદ પાંચમા નંબર ઉપર બેટિંગ કરવા માટે ઋષભ પંત ક્રીઝ પર આવ્યો છે.