IND vs AUS 2st Test Day 2 : ભારત વિ ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ, બીજા દાવમાં ભારતે 5 વિકેટ ગુમાવી, હજુ 29 રન પાછળ

Ind vs Aus score : ઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલઆઉટ, ટ્રેવિસ હેડના 141 બોલમાં 17 ફોર અને 4 સિક્સર સાથે 140 રન, ભારતના બીજા દાવમાં 5 વિકેટે 128 રન

Ind vs Aus score : ઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલઆઉટ, ટ્રેવિસ હેડના 141 બોલમાં 17 ફોર અને 4 સિક્સર સાથે 140 રન, ભારતના બીજા દાવમાં 5 વિકેટે 128 રન

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Border-Gavaskar Trophy 2024 IND vs AUS 2st Test

ભારત વિ ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ - photo - jansatta

India (IND) vs Australia (AUS) 2st Test Day 2 Score: ટ્રેવિસ હેડની સદી (140) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાના 337 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 5 વિકેટ ગુમાવી 128 રન બનાવી લીધા છે. ભારત હજુ 29 રન પાછળ છે અને તેની 5 વિકેટો બાકી છે. ઋષભ પંત 28 અને નીતિશ કુમાર રેડ્ડી 15 રને રમતમાં છે.

Advertisment

આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 180 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટાર્કને 1 વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 337 રનમાં ઓલઆઉટ

ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં 157 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધારે 140 રન બનાવ્યા હતા. હેડે 141 બોલમાં 17 ફોર 4 સિક્સર સાથે આ રન ફટકાર્યા હતા. આ સિવાય માર્નશ લાબુશેને 64 અને નાથન મેકસ્વીનેએ 39 રન બનાવ્યા હતા.

ભારત તરફથી બુમરાહ અને સિરાજે 4-4 વિકેટ ઝડપી હતી. નીતિશ કુમાર રેડ્ડી અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી.

Advertisment
  • Dec 07, 2024 17:19 IST

    IND vs AUS 2st Test Day 2 Live : ઓસ્ટ્રેલિયા બોલિંગ

    ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટાર્કને 1 વિકેટ મળી હતી.



  • Dec 07, 2024 17:18 IST

    IND vs AUS 2st Test Day 2 Live : બીજા દિવસના અંતે ભારતના 5 વિકેટે128 રન

    ટ્રેવિસ હેડની સદી (140) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાના 337 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 5 વિકેટ ગુમાવી 128 રન બનાવી લીધા છે. ભારત હજુ 29 રન પાછળ છે અને તેની 5 વિકેટો બાકી છે. ઋષભ પંત 28 અને નીતિશ કુમાર રેડ્ડી 15 રને રમતમાં છે.



  • Dec 07, 2024 16:45 IST

    IND vs AUS 2st Test Day 2 Live : રોહિત શર્મા 6 રને આઉટ

    રોહિત શર્મા 15 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 105 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Dec 07, 2024 16:41 IST

    IND vs AUS 2st Test Day 2 Live : ભારતના 100 રન

    ભારતે 18.4 ઓવરમાં 100 રન પુરા કર્યા. ઋષભ પંત 19 અને રોહિત શર્મા 6 રને રમતમાં છે



  • Dec 07, 2024 16:26 IST

    IND vs AUS 2st Test Day 2 Live : શુભમન ગિલ આઉટ

    શુભમન ગિલ 30 બોલમાં 3 ફોર સાથે 28 રને સ્ટાર્કની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 86 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Dec 07, 2024 16:24 IST

    IND vs AUS 2st Test Day 2 Live : કોહલી 11 રને આઉટ

    વિરાટ કોહલી 21 બોલમાં 1 ફોર સાથે 11 રને બોલેન્ડનો શિકાર બન્યો. ભારતે 66 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Dec 07, 2024 15:40 IST

    IND vs AUS 2st Test Day 2 Live : યશસ્વી જયસ્વાલ 24 રને આઉટ

    યશસ્વી જયસ્વાલ 31 બોલમાં 4 ફોર સાથે 24 રન બનાવી બોલેન્ડની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 42 રને બીજી વિકેટ ગુમાવી.



  • Dec 07, 2024 15:38 IST

    IND vs AUS 2st Test Day 2 Live : કેએલ રાહુલ આઉટ

    કેએલ રાહુલ 10 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 12 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Dec 07, 2024 15:10 IST

    IND vs AUS 2st Test Day 2 Live : ઓસ્ટ્રેલિયા આઉટ, 157 રનની લીડ, ભારતની બેટિંગ શરું

    એડિલેન્ડમાં પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે ઓટ્રેલિયાની ટીમે પહેલા દાવમાં 337 રન બનાવી દીધા છે. જેના પગલે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 157 રનની લીડ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ટ્રેવિસ હેડે સૌથી વધારે 140 રન બનાવ્યા હતા. આ ઉપરાંત માર્નસ લાબુશેને 64 રન બનાવ્યા હતા. હવે ભારતની બેટિંગ શરુ થઈ છે.



  • Dec 07, 2024 14:41 IST

    IND vs AUS 2st Test Day 2 Live : ટ્રેવિસ હેડે માત્ર 111 બોલમાં શદી ફટકારી

    ટ્રેવિસ હેડે માત્ર 111 બોલમાં શદી ફટકારી ભારતની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુકસા પર 255 રન બનાવ્યા છે. 75 રનની બઢત મેળવી છે.



  • Dec 07, 2024 12:40 IST

    IND vs AUS 2st Test Day 2 Live : બીજા દિવસના બીજા સત્રની રમત શરૂ

    પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે બીજા સત્રની રમત શરુ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 60 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા છે. 12 રનની બઢત મેળવી છે. મિશેલ માર્શ 3 અને ટ્રેવિસ હેડ 53 રન બનાવી ક્રિઝ પર છે.



  • Dec 07, 2024 12:03 IST

    IND vs AUS 2st Test Day 2 Live : લાબુશેન અને હેડની ફિફ્ટી, ભારત બેકફૂટ પર

    પિંક બોલ ટેસ્ટના બીજા દિવસના પહેલા સત્રમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ 53 રન અને મિચેલ માર્શ 2 રન બનાવીને ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયા પાસે 11 રનની બઢત છે. ઉસ્માન ખ્વાઝા 12, માથન મેકસ્વીની 39, માર્નસ લાબુસેન 64 અને સ્ટીવ સ્મિથે 2 રન બનાવ્યા છે. જ્યારે જસપ્રિત બુમરાહે 3 વિકેટ અને નિતીશ રેડ્ડીએ એક વિકેટ લીધી હતી.



  • Dec 07, 2024 12:03 IST

    IND vs AUS 2st Test Day 2 Live : ભારત ઉપર ઓસ્ટ્રેલિયાએ બઢત બનાવી

    ઓસ્ટ્રેલિયાએ 57 ઓવરમાં 4 વિકેટ પર 185 રન બનાવી લીધા છે. 5 રનની બઢત મેળવી છે. મિચેલ માર્શ ખાતું ખોલાવ્યા વગર અને ટ્રેવિસ હેડ 49 રન બનાવીને ટ્રેસ ઉપર છે. બંને વચ્ચે 17 રનની ભાગી દારી છે.



  • Dec 07, 2024 11:07 IST

    IND vs AUS 2st Test Day 2 Live : માર્નસ લાબુશેનને ફટકારી અડધી શદી

    માર્નસ લાબુશેને ફીફ્ટી લગાવી છે. તેમણે 114 બોલમાં 50 રન બનાવીને ક્રિઝ પર છે. ટ્રેવિસ હેડ 20 રન બનાવીને ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 142 રન, ભારત પાસે 38 રનની લીડ છે.



  • Dec 07, 2024 10:46 IST

    Today Live news : સામ પિત્રોડા પાસાથી હજારો ડોલરની ક્રિપ્ટોકરન્સીની માંગણી

    ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમના લેપટોપ, સ્માર્ટફોન અને સર્વરને વારંવાર હેક કરવામાં આવ્યા છે. હેકર્સા તેને ધમકી આપી છે અને ક્રિપ્ટોકરન્સીમાં હજારો ડોલર ચૂકવવાની માંગ કરી છે. આટલું જ નહીં, તેઓએ ચેતવણી આપી છે કે જો ચુકવણી નહીં કરવામાં આવે તો તેઓ મારા નેટવર્કના લોકોનો સંપર્ક કરશે અને મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરશે અને નકલી માહિતી ફેલાવશે.



  • Dec 07, 2024 10:16 IST

    IND vs AUS 2st Test Day 2 Live : ભારતી ક્રિકેટરોએ પહેલા દાવમાં 180 રન બનાવ્યા હતા

    પહેલા દિવસે ટોસ જીતીને ભારતે બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ભારતી ક્રિકેટરોએ પહેલા દાવમાં 180 રન બનાવ્યા હતા. ભારતી ટીમ 44.1 ઓવરમાં ઓલ આઉટ થઈ હતી. નિતીશ રેડ્ડીના સારા દેખાવના પગલે ભારતી ટીમ 200ની નજીક પહોંચી શકી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાયા વગર જ પેવેલિયન ભેગો થયો હતો.



  • Dec 07, 2024 09:56 IST

    IND vs AUS 2st Test Day 2 Live : જસપ્રીત બુમાએ વિકેટ લીધી

    જસપ્રીત બુમરાહે વિકેટ લીધી છે. નાથન મેકસ્વીનીને પેવેલિયન ભેગો કર્યો છે. તેણે 39 રન બનાવ્યા છે. માર્નસ લાબુસેન 23 રન બનાવીને ક્રીઝ પર છે. સ્ટીવ સ્મિત નવા બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 36.1 ઓવરમાં 2 વિકેટ પર 91 રન છે. ભારત પાસે 89 રનની લીડ છે.



  • Dec 07, 2024 09:55 IST

    IND vs AUS 2st Test Day 2 Live : પિંક બોલ ટેસ્ટનો બીજા દિવસની રમત શરું

    પિંક બોલ ટેસ્ટના બીજા દિવસની રમત શરુ થઈ ગઈ છે. માર્નસ બાલુશેન અને નાથ મૈકસ્વીની ક્રિઝ પર છે. મોહમ્મદ સિરાજે બોલિંગની શરુઆત કરી હતી. લાબુસેનને પહેલી બોલમાં 3 રન લીધા હતા. છેલ્લા બોલમાં મેકસ્વીનીને સિંગલ લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 34 ઓવરમાં 1 વિકેટ પર 90 રન લીધા હતા. માર્નસ લાબુશેને 23 અને નાથન મેકસ્વીની 39 રન બનાવી ક્રિઝ પર છે.



ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ