India (IND) vs Australia (AUS) 3st Test Day 1 Score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ શનિવાર (14 ડિસેમ્બર)થી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં શરુ થઇ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે પ્રથમ દિવસે ફક્ત 13.2 ઓવરની જ રમત શક્ય બની હતી. ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે 28 રન બનાવ્યા છે.
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર છે. આકાશદીપ અને રવિન્દ્ર જાડેજા પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાલમાં 1-1ની બરાબરી પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 (WTC ફાઈનલ 2025)ની ફાઈનલની દૃષ્ટિએ આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પર્થમાં પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ પિંક બોલ ટેસ્ટમાં ભારતનો પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા પહેલા જ પ્લેઈંગ 11ની જાહેરાત કરી ચૂક્યું છે. સ્કોટ બોલેન્ડની જગ્યાએ જોશ હેઝલવુડની વાપસી થઈ છે.





