IND vs AUS 3rd Test, day 5 : વરસાદે બંને ટીમોના મંસૂબા પર પાણી ફેરવ્યું, ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત

Ind vs Aus score : વરસાદના કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત થઈ. ઓસ્ટ્રેલિયાએ 18 ઓવરમાં 7 વિકેટ પર 89 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. ભારતને 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો

Written by Ankit Patel
Updated : December 18, 2024 23:22 IST
IND vs AUS 3rd Test, day 5 : વરસાદે બંને ટીમોના મંસૂબા પર પાણી ફેરવ્યું, ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત
ભારત વિ ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ મેચ photo - jansatta

India (IND) vs Australia (AUS) 3st Test Day 3 Score : વરસાદના કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ બુધવારે છેલ્લો દાવ જાહેર કર્યા બાદ મેચમાં રોમાંચ ઊભો થયો હતો. ભારત માટે 54 ઓરમાં 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, વરસાદે બંને ટીમોના મંસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

ભારતને મળ્યો 275 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયાએ 18 ઓવરમાં 7 વિકેટ પર 89 રન બનાવીને દાવ ડિક્લેર કરી દીધો છે. ભારતને 275 રનનો ટાર્ગેટ મળ્યો છે. એલેક્સ કેરી 20 રન, મિચેલ સ્ટાર્ક 2 રન બનાવી અણનમ રહ્યા છે. જ્યારે નાથમ મેકસ્વીની 4 રન, ઉસ્માન ખ્વાજા 8 રન, માર્નસ લાબુશેન 1 રન, મિચેલ માર્શ 2 રન, ટ્રેવિસ હેડ 17 રન, સ્ટીવ સ્મિથ 4 રન અને પેટ કમિંસ 22 રન બનાવ્યા છે. બીજી તરફ ભારતીય બોલરોએ કમાલ કરી દીધી હતી. જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ, મોહમ્મદ સિરાઝ અને આકાશદીપે બે-બે વિકેટ લીધી છે.

ભારતીય ટીમ પ્રથમ દાવમાં 78.5 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ પ્રથમ દાવમાં 78.5 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને 185 રનની લીડ મળી હતી. ભારતે મંગળવારે જ ફોલોઓન બચાવી લીધું હતું. આકાશદીપ 31 રન બનાવીને આઉટ થયો હતો. ટ્રેવિસ હેડે તેની વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંનેએ 47 રનની ભાગીદારી કરી હતી. વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ હજુ શરૂ થયો નથી.

ભારતીય ટીમમાં કોને કેટલા રન બનાવ્યા

કેએલ રાહુલે 84 અને રવિન્દ્ર જાડેજાએ 77 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 4, શુભમન ગિલ 1, વિરાટ કોહલી 3, ઋષભ પંત 9, રોહિત શર્મા 10, નીતિશ કુમાર રેડ્ડી 16 અને મોહમ્મદ સિરાજ 1 રન બનાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 4, મિચેલ સ્ટાર્કે 3, જોશ હેઝલવુડ અને નાથન લિયોને 1-1 વિકેટ ઝડપી હતી.

Live Updates

IND vs AUS 3rd Test Live Score: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો

વરસાદના કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ બુધવારે છેલ્લો દાવ જાહેર કર્યા બાદ મેચમાં રોમાંચ ઊભો થયો હતો. ભારત માટે 54 ઓરમાં 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, વરસાદે બંને ટીમોના મંસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

IND vs AUS 3rd Test Live Score: બ્રિસ્બેનમાં ખરાબ રોશનીના કારણે રમત બંધ

બ્રિસ્બેનમાં ખરાબ રોશનીના કારણે રમત રોકાઈ છે. ભારતે 2.1 ઓવરમાં 8 રન બનાવ્યા છે. જીત મટે 257 રન જોઈએ છે. યશસ્વી જયસ્વાલ 4 અને કેએલ રાહુલ 4 રન બનાવીને ક્રિઝ પર છે. આ સાથે જ ટી બ્રેક થયો છે.

today live news : ભારતને મળ્યો 275 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયાએ 18 ઓવરમાં 7 વિકેટ પર 89 રન બનાવીને દાવ ડિક્લેર કરી દીધો છે. ભારતને 275 રનનો ટાર્ગેટ મળ્યો છે. એલેક્સ કેરી 20 રન, મિચેલ સ્ટાર્ક 2 રન બનાવી અણનમ રહ્યા છે. જ્યારે નાથમ મેકસ્વીની 4 રન, ઉસ્માન ખ્વાજા 8 રન, માર્નસ લાબુશેન 1 રન, મિચેલ માર્શ 2 રન, ટ્રેવિસ હેડ 17 રન, સ્ટીવ સ્મિથ 4 રન અને પેટ કમિંસ 22 રન બનાવ્યા છે. બીજી તરફ ભારતીય બોલરોએ કમાલ કરી દીધી હતી. જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ, મોહમ્મદ સિરાઝ અને આકાશદીપે બે-બે વિકેટ લીધી છે.

today live news : જસપ્રિત બુમરાહે પેટ કમિંસની વિકેટ લીધી

જસપ્રીત બુમરાહે પેટ કમિંસને પેવેલિયન ભેગો કર્યો છે. તેણે 22 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 17.1 ઓવરમાં 7 વિકેટનું નિકાસન સાથે 85 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે 270 રનની લીડ છે.

today live news : મોહમ્મદ સિરાઝે ટ્રેવિસ હેડને પણ પેલેવિયન ભેગો કર્યો

મોહમ્મદ સિરાઝે ટ્રેવિસ હેડને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે 17 રન બનાવ્યા છે. એલેક્સ કેરી 15 રન બનાવીને ક્રિઝ પર છે.

IND vs AUS 3rd Test Live Score: ઓસ્ટ્રેલિયાની 5 વિકેટ પડી

ઓસ્ટ્રેલિયા સંકટમાં છે. 33 રન પર 5 વિકેટ ગુમાવી દીધી છે. સ્ટીવ સ્મિથને મોહમ્મદ સિરાઝે પેવેલિયન ભેગો કર્યો છે. તેણે 4 રન બનાવ્યા છે.

IND vs AUS 3rd Test Live Score: આકાશદીપે નાથન મેકસ્વીની વિકેટ લીધી

આકાશદીપે નાથમ મેકસ્વીનીની વિકેટ લીધી છે. તે 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો છે. મિચેલ માર્શ ક્રિઝ પર છે.

IND vs AUS 3rd Test Live Score: જસપ્રીત બુમરાહે માર્નસ લાબુશેનને કર્યો આઉટ

જસપ્રીત બુમરાહે માર્નસ લાબુશેનને પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે 1 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6.1 ઓવરમાં 2 વિકેટ પર 16 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે 201 રનની લીડ છે.

IND vs AUS 3rd Test Live Score: જસપ્રીત બુમરાહે ભારતને પહેલી સફળતા અપાવી, ઉસ્માન ખ્વાજા બોલ્ડ

જસપ્રીત બુમરાહે ભારતને પહેલી સફળતા અપાવી છે. ઉસ્માન ખ્વાજાને બોલ્ડ કર્યો હતો. તેણે 8 રન બનાવ્યા હતા. નાથન મેકસ્વીની 2 રન બનાવીને ક્રીઝ પર છે.

IND vs AUS 3rd Test Live Score: ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ શરુ

ઓલ્ટ્રેલિયાનો બીજો દાવ શરુ થયો છે. નાથન મેકસ્વીની અને ઉસ્માન ખ્વાજા ક્રીઝ પર છે. જસપ્રીત બુમરાહે બોલિંગ લીધી હતી. ઓસ્ટ્રેલિાય પાસે 185 રનની બઢત છે.

IND vs AUS 3rd Test Live Score: ગાબા ટેસ્ટનો પાંચમાં દિવસનો લંચ બ્રેક

ગાબા ટેસ્ટ ડ્રો તરફ આગળ વધી રહી છે ત્યારે બ્રિસ્બેનમાં વરસાદ બંધ થયો છે. લંચ બ્રેક વહેલા થયો છે. હવે વરસાદ ન પડે તો ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ શરુ થશે.

IND vs AUS 3rd Test Live Score: ગાબા ટેસ્ટ ડ્રો તરફ આગળ વધી

ગાબા ટેસ્ટ ડ્રો તરફ આગળ વધી રહી છે. પહેલા સત્રની રમત લગભગ ગુલ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની બીજો દાવ હજી સુધી શરુ થયો નથી.

IND vs AUS 3rd Test Live Score: ભારતીય ટીમમાં કોને કેટલા રન બનાવ્યા

કેએલ રાહુલે 84 અને રવિન્દ્ર જાડેજાએ 77 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 4, શુભમન ગિલ 1, વિરાટ કોહલી 3, ઋષભ પંત 9, રોહિત શર્મા 10, નીતિશ કુમાર રેડ્ડી 16 અને મોહમ્મદ સિરાજ 1 રન બનાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 4, મિચેલ સ્ટાર્કે 3, જોશ હેઝલવુડ અને નાથન લિયોને 1-1 વિકેટ ઝડપી હતી.

IND vs AUS 3rd Test Live Score: ભારતીય ટીમ પ્રથમ દાવમાં 78.5 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ પ્રથમ દાવમાં 78.5 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને 185 રનની લીડ મળી હતી. ભારતે મંગળવારે જ ફોલોઓન બચાવી લીધું હતું. આકાશદીપ 31 રન બનાવીને આઉટ થયો હતો. ટ્રેવિસ હેડે તેની વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંનેએ 47 રનની ભાગીદારી કરી હતી. વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ હજુ શરૂ થયો નથી.

IND vs AUS 3rd Test Live Score: ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટનો છેલ્લો દિવસ શરુ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ શનિવાર (14 ડિસેમ્બર)થી બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહી છે. બુધવારે (18 ડિસેમ્બર) મેચનો છેલ્લો દિવસ છે. મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. આના કારણે ઓસ્ટ્રેલિયન ટીમને નુકસાન થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ