Border Gavaskar Trophy IND vs AUS 2nd Test : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ શુક્રવાર (6 ડિસેમ્બર)થી એડિલેડમાં રમાશે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ રહેશે અને પિંક બોલનો ઉપયોગ કરવામાં આવશે. પર્થમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમની નજર એડિલેડમાં 4 વર્ષના જૂનો બદલો લેવા પર રહેશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 9.30 કલાકે શરુ થશે.
પિંક-બોલ ટેસ્ટ 2020માં એડિલેડમાં રમાઈ હતી. તે મેચમાં ભારતીય ટીમ 36 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. જોકે તે શ્રેણી જીતવામાં ભારત સફળ રહ્યું હતું. ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં આત્મવિશ્વાસથી સાથે મેદાન પર ઉતરશે. આત્મવિશ્વાસ એટલા માટે કારણ કે પર્થમાં પ્રથમ ઈનિંગમાં 150 રનમાં જ ખખડી ગયા બાદ 295 રનથી વિજય મેળવ્યો હતો. આત્મવિશ્વાસ એ પણ છે કે ભારત 2016 પછી ક્યારેય બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યા નથી.
ભારત-ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગમાં ઇલેવનમાં ફેરફાર નિશ્ચિત
ભારત અને ઓસ્ટ્રેલિયાની બંને ટીમોના પ્લેઇંગ 11માં ફેરફાર નક્કી છે. ભારતીય ટીમમાં ઓછામાં ઓછા બે ફેરફાર થશે. રોહિત શર્મા અને શુભમન ગિલની વાપસી થશે. દેવદત્ત પડિક્કલ અને ધ્રુવ જુરેલને બેન્ચ પર બેસવું પડશે. રોહિત મિડલ ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત છે. તેના સ્થાને સ્કોટ બોલેન્ડનો સમાવેશ થઈ શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર/રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.
આ પણ વાંચો – બોર્ડર ગાવસ્કર ટ્રોફી ડ્રો થાય તો પણ WTC ફાઇનલમાં પહોંચી શકે છે ભારત, જાણો સંપૂર્ણ સમીકરણ
ભારત વિ ઓસ્ટ્રેલિયા હેડ ટુ હેડ રેકોર્ડ
ભારતે ઓસ્ટ્રેલિયામાં 53 ટેસ્ટ રમી છે. જેમાંથી માત્ર 10માં જ જીત મળી છે અને 30માં હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ છે કે આ 10માંથી 5 જીત છેલ્લા 2 ટૂર અને હાલના પ્રવાસમાં મળી છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી રમાયેલી 12 પિંક બોલ ટેસ્ટમાંથી 11માં વિજય મેળવ્યો છે. તેનો એકમાત્ર પરાજય 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે થયો હતો. ભારતે 4માંથી 3 ડે-નાઈટ ટેસ્ટમાં વિજય મેળવ્યો છે. એકમાત્ર પરાજય 2020-21ની શ્રેણી દરમિયાન એડિલેડમાં થયો હતો. ટીમ બીજી ઇનિંગ્સમાં 36 રન બનાવી આઉટ થઇ ગઇ હતી.
પિચ રિપોર્ટ
એડીલેડ ઓવલના પીચ ક્યુરેટર ડેમિયન હોફે આ વાતની પુષ્ટિ કરી છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં વિકેટ પર ઘાસનું એકસમાન સ્તર હશે. સટીક તરીકે 6 મિમી. બુધવાર, 4 ડિસેમ્બરે પ્રેસ સાથે વાત કરતા હોફે કહ્યું હતું કે આ પરિસ્થિતિઓ ફાસ્ટ બોલરો માટે મદદગાર સાબિત થશે.
ભારત વિ. ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ ટોસ
ભારતીય સમય પ્રમાણે સવારે 9:30 વાગ્યાથી એડીલેડ ટેસ્ટનો પ્રારંભ થશે. સામાન્ય રીતે મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા ટોસ થાય છે. તો ટોસ ભારતીય સમય પ્રમાણે સવારે 9 વાગ્યે થશે.
ભારત વિ ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ લાઇવ પ્રસારણ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ જોવા મળશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.
એડિલેડમાં હવામાન કેવું રહેશે
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે એડીલેડમાં વરસાદની શક્યતા છે. એડિલેડ ઓવલના પીચ ક્યુરેટર ડેમિયન હોફે કહ્યું હતું કે શુક્રવારે એવું લાગી રહ્યું છે કે વાવાઝોડું આવી શકે છે. મને ખબર નથી કે આ વાવાઝોડું ક્યારે આવશે, પરંતુ અમને આશા છે કે અમને શુક્રવારે કવરની જરૂર પડશે. આશા છે કે શનિવારે સવારે હવામાન ક્લિન થઈ જશે, ત્યાર બાદ ટેસ્ટની બાકીના દિવસો માટે હવામાન ઠીકઠાક રહેશે.
ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટનો કાર્યક્રમ
- 06 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર, બીજી ટેસ્ટ મેચ, સવારે 9:30 વાગ્યે, એડિલેડ ઓવલ, એડિલેડ
- 14 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર, ત્રીજી ટેસ્ટ મેચ, સવારે 5:50 વાગ્યે, ગાબ્બા, બ્રિસ્બેન
- 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, ચોથી ટેસ્ટ મેચ, સવારે 5:00 વાગ્યે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્ન
- 03 જાન્યુઆરીથી 07 જાન્યુઆરી, પાંચમી ટેસ્ટ મેચ, સવારે 5:00 વાગ્યે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની





