ભારત વિ ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ : બ્રિસબેનમાં 4 દિવસ વરસાદની સંભાવના, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ ઇલેવન

IND vs AUS 3rd Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14 ડિસેમ્બરથી બ્રિસબેનના ગાબામાં ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. આ મેચ મેચ ભારતીય સમયાનુસાર સવારે 05:50 વાગ્યે શરૂ થશે

IND vs AUS 3rd Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14 ડિસેમ્બરથી બ્રિસબેનના ગાબામાં ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. આ મેચ મેચ ભારતીય સમયાનુસાર સવારે 05:50 વાગ્યે શરૂ થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IND vs AUS pitch report, IND vs AUS

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14 ડિસેમ્બરથી બ્રિસબેનના ગાબામાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે (તસવીર - જનસત્તા)

IND vs AUS 3rd Test Pitch Report, Weather : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14 ડિસેમ્બરથી બ્રિસબેનના ગાબામાં ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. શ્રેણી 1-1થી બરોબરી પર હોવાથી આ મેચ રસપ્રદ બની રહેશે તેમ મનાય છે. પર્થમાં કંગાળ શરુઆત બાદ ઓસ્ટ્રેલિયાએ જોરદાર પુનરાગમન કરીને એડીલેડમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જોકે ભારત ગાબા ખાતે 2021ના તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા પર ધ્યાન આપશે. ત્રીજી ટેસ્ટ મેચ ભારતીય સમયાનુસાર સવારે 05:50 વાગ્યે શરૂ થશે.

Advertisment

ગાબા પિચ રિપોર્ટ

ગાબાની પિચ તેની ગતિ અને બાઉન્સ માટે જાણીતી છે. ફાસ્ટ બોલરો માટે તે સ્વર્ગ સમાન કહેવાય છે. જોકે જે બેટ્સમેન એકવખત સેટ થઇ જશે ત્યારે બાઉન્સનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે છે અને ખુલીને રન બનાવી શકે છે. તેથી જ બંને ટીમો માટે ઝડપથી અનુકૂળ થવું મહત્વપૂર્ણ રહેશે.

ઐતિહાસિક રીતે પહેલા કે પછી બેટિંગ કરવાનો કોઈ સ્પષ્ટ ફાયદો નથી. બંને પરિસ્થિતિમાં ટીમોએ 26-26થી જીત નોંધાવી છે. જોકે ટોસ જીતનાર કેપ્ટન પ્રતિકુળ પરિસ્થિતિઓથી બચવા માટે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, કારણ કે આ સ્થળ બંને ટીમો માટે ગ્રીન ટોપ પીચ છે.

સોશિયલ મીડિયા પર જાહેર થયેલી તસવીરોમાં ગાબાની પીચ પર 10એમએમથી વધુ ઘાસ જોવા મળે છે, જેના કારણે પીચ અને આઉટ ફિલ્ડ વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બની જાય છે. જોકે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મેચની પૂર્વસંધ્યાએ ખુલાસો કર્યો હતો કે ગાબાની વિકેટ પરનું લીલું ઘાસ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. પેટ કમિન્સે કહ્યું કે મેં તે જોઇ છે. તે એક સારી વિકેટ જેવી લાગતી હતી, જેમ કે તે છેલ્લા કેટલાક વર્ષોથી છે.

Advertisment

બ્રિસબેન વેધર ફોરકાસ્ટ

એક્યુવેધરના જણાવ્યા અનુસાર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે વાવાઝોડાની 88 ટકા સંભાવના છે. આ ઉપરાંત વાતાવરણ ભેજવાળું અને વાદળછાયું રહેવાની શક્યતા છે. રવિવાર અને સોમવારે પણ અનુક્રમે 58% અને 60% વરસાદની સંભાવના વધારે છે. સવારે ક્યારેક ક્યારેક વરસાદની સંભાવના છે. મંગળવારે ચોથા દિવસે કોઈ રાહત નથી, કારણ કે વરસાદની 55 ટકા સંભાવના છે. જોકે પાંચમો દિવસ આશાસ્પદ લાગી રહ્યો છે, જેમાં માત્ર 1 ટકા વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો - ત્રીજી ટેસ્ટ ધોવાઇ જાય તો WTC ફાઇનલમાં કેવી રીતે પહોંચશે ભારત, આવું છે સમીકરણ

વાદળછાયું વાતાવરણ અને ભેજવાળી પરિસ્થિતિ સ્વિંગ બોલરોને મદદ કરે તેવી શક્યતા છે, જેના કારણે બંને તરફના ફાસ્ટ બોલરોને ધાર મળશે. વરસાદના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. ગાબામાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ (1988થી અત્યાર સુધીમાં 35 ટેસ્ટમાં 26માં વિજય) યજમાનો માટે આત્મવિશ્વાસ વધારનારો છે. તેમાં અપ્રત્યાશિત હવામાન અને ગ્રીન પિચનું સંયોજન એક રોમાંચક ટેસ્ટ માટેનો તબક્કો તૈયાર કરે છે. જ્યાં કુશળતા સાથે પરિસ્થિતિઓ પણ કહાની નક્કી કરશે..

બ્રિસબેનના ગાબા સ્ટેડિયમમાં ટેસ્ટના આંકડા અને રેકોર્ડ્સ

  • રમાયેલી મેચ: 68
  • પ્રથમ બેટિંગ કરતા મેચ જીતી: 26
  • પ્રથમ બોલિંગ કરતા મેચ જીતી: 26
  • પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર: 327 રન
  • બીજા દાવમાં સરેરાશ સ્કોર: 317 રન
  • ત્રીજી ઇનિંગમાં સરેરાશ સ્કોર: 238 રન
  • ચોથા દાવમાં સરેરાશ સ્કોર: 161 રન
  • ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન

નાથન મેક્સવીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવૂડ.

ભારતની સંભવિત પ્લેઈંગ ઇલેવન

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા/વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ