ભારત વિ ઓસ્ટ્રેલિયા પાંચમી ટેસ્ટ : સિડનીમાં કેવી રહેશે પિચ અને હવામાન, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

India vs Australia 5th Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઓસ્ટ્રેલિયા હાલ શ્રેણીમાં 2-1થી આગળ છે

India vs Australia 5th Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઓસ્ટ્રેલિયા હાલ શ્રેણીમાં 2-1થી આગળ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IND vs AUS Weather and Pitch Report, India (IND) vs Australia (AUS) 5th Test

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે

India (IND) vs Australia (AUS) 5th Test Weather and Pitch Report : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઓસ્ટ્રેલિયા હાલ શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતે શ્રેણી બચાવવા માટે સિડનીમાં જીત જરૂર છે. જોકે તે જીતવા સફળ રહેશે તો બોર્ડર ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવી પડશે. કારણ કે હાલ આ ટ્રોફી ભારત પાસે છે.

Advertisment

પાંચ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. તે મેચમાં ટીમ ઇન્ડિયાએ સંઘર્ષ કર્યો હતો, પરંતુ 184 રનથી હારી ગઇ હતી. ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં જીત સાથે સિરીઝની શરૂઆત કરી હતી, પરંતુ તે બાદ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. હાલમાં ટીમ ઈન્ડિયાની બેટીંગ અને બોલિંગની સાતત્યતા અંગે ચિંતામાં વધારો થયો છે.

પાંચમી ટેસ્ટ મેચનો પીચ રિપોર્ટ

ટેસ્ટ મેચના આગલા દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ પર થોડું ઘાસ હતું. આ સિઝનમાં આ પિચ પર શેફિલ્ડ શિલ્ડની બે મેચ રમાઇ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સને તે 2 મેચથી જે ફિડબેક મળ્યા છે તે એ છે કે તે સારી ક્રિકેટિંગ વિકેટ રહી છે, જેમાં બોલરો માટે પૂરતી તકો છે. ખાસ કરીને એ તે કે તેમાં થોડી વધારે સ્પીડ છે.

શરુઆતમાં તે બેટીંગ માટે અનુકૂળ રહેશે. આ કારણે બેટ્સમેનોને ક્રિઝ પર સેટલ થવાની અને રન બનાવવાની તક મળશે. જોકે જેમ જેમ મેચ આગળ વધતી જશે તેમ તેમ ખાસ કરીને ચોથા અને પાંચમા દિવસે સ્પિનરોને તેનો ફાયદો મળે તેવી શક્યતા છે. પિચનું ઘાસ લગભગ 7 એમએમ સુધી કાપવામાં આવ્યું છે. ભેજ અને ઘાસના આવરણને જાળવી રાખવા માટે ભારે રોલિંગ કરવામાં આવ્યું છે.

Advertisment

આ પણ વાંચો - ગૌતમ ગંભીર ડ્રેસિંગ રુમમાં ટીમ ઇન્ડિયા પર ગુસ્સે થયા, કહ્યું – બહુ થઇ ગયું, હવે એવું જ થશે જે હું કહીશ

સિડની હવામાન

પાંચમી ટેસ્ટ દરમિયાન સિડનીમાં હવામાનની વાત કરીએ તો તે પહેલા 4 દિવસ સુધી ક્રિકેટ ચાહકોની તરફેણમાં રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ થયો કે, વરસાદના કારણે મેચમાં વિઘ્ન સર્જાય તેવી શક્યતા નહિવત્ છે. જોકે છેલ્લા દિવસે ભારે વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં વરસાદને કારણે પાંચમો દિવસ બાધિત થઈ શકે છે.

  • 3 જાન્યુઆરી, 2025: વાદળો ઓછા રહેશે. બપોર બાદ પવન ફૂંકાશે. વરસાદ પડવાની શક્યતા 11% છે.
  • 4 જાન્યુઆરી, 2025: ધૂપ નીકળશે પરંતુ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. પવન રહેશે. વરસાદ પડવાની શક્યતા 3% છે.
  • 5 જાન્યુઆરી, 2025: મોટાભાગે તડકો જોવા મળશે અને ઘણી જ ગરમી રહેશે. બપોર બાદ પવન ફૂંકાશે. વરસાદ પડવાની શક્યતા 3% છે.
  • 6 જાન્યુઆરી, 2025: વાદળછાયું વાતાવરણ, પરંતુ ખૂબ જ ગરમ. વરસાદ પડવાની શક્યતા 7 ટકા છે.
  • 7 જાન્યુઆરી, 2025: સવારે વરસાદ પડશે, નહીં તો વાદળછાયું વાતાવરણ રહેશે. પવન ફૂંકાશે પણ એટલો ગરમ નહીં હોય. વરસાદ પડવાની શક્યતા 80 ટકા છે. તોફાનની શક્યતા 23 ટકા છે.

આંકડા અને રસપ્રદ ફેક્ટ

  • સ્ટીવ સ્મિથ 10,000 ટેસ્ટ રનથી 38 રન દૂર છે. એલન બોર્ડર, સ્ટીવ વો અને રિકી પોન્ટિંગની સાથે તે આ માઈલસ્ટોન સુધી પહોંચનારો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી બની જશે. જો તે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી સિદ્ધિ મેળવશે તો તે રિકી પોન્ટિંગ બાદ 196 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનારો બીજો ખેલાડી બની જશે.
  • સિડની ભલે મિશેલ સ્ટાર્કનું હોમગ્રાઉન્ડ હોય, પરંતુ અહીં તેનો રેકોર્ડ એવરેજથી ઓછો છે. તેણે આ મેદાન પર 9 ટેસ્ટમાં 44.16ની એવરેજથી 24 વિકેટ ઝડપી છે.
  • ઇતિહાસ ભારતની તરફેણમાં નથી કારણ કે તેઓ શ્રેણીને બરાબરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેની 13 મેચમાંથી માત્ર એક જ ટેસ્ટ જીતી શક્યા છે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત/ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, નીતિશકુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા.

ઓસ્ટ્રેલિયા: ઉસ્માન ખ્વાજા, સેમ કોનસ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટિવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યૂ વેબસ્ટર, એલેક્સ કેરી, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલાન્ડ.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ