IND vs AUS Playing 11: નાગપુરમાં સૂર્યકુમાર યાદવનું નહીં થાય ટેસ્ટ ડેબ્યૂ, જુઓ ભારત-ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

India Vs Australia 1st Test : મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો પડ્યો છે. ઇનફોર્મ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ નાગપુરમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શકશે નહીં

Written by Ashish Goyal
February 07, 2023 18:09 IST
IND vs AUS Playing 11: નાગપુરમાં સૂર્યકુમાર યાદવનું નહીં થાય ટેસ્ટ ડેબ્યૂ, જુઓ ભારત-ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની પ્રથમ ટેસ્ટ નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી શરુ થશે

India vs Australia 1st Test Playing 11: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની પ્રથમ ટેસ્ટ નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી શરુ થશે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો પડ્યો છે. ઇનફોર્મ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ નાગપુરમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શકશે નહીં. કેમરુન ગ્રીનનું પણ નાગપુર ટેસ્ટમાં રમવું સંદિગ્ધ છે.

બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમ નાગપુરમાં 4 સ્પિનર્સ સાથે ઉતરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જો આમ થશે તો ટીમ ઇન્ડિયા એક જ ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે. ચાર સ્પિનર્સ અને બે ફાસ્ટ બોલરના વિકલ્પ પસંદ કરવા પર રોહિત શર્માએ કેએલ રાહુલને વિકેટકિપિંગની જવાબદારી આપવી પડશે. આવામાં વિકેટકીપર કેએસ ભરતનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ ટળી શકે છે.

સૂર્યકુમાર યાદવનું ટેસ્ટ ડેબ્યૂ હાલ સંભવ થતું જોવા મળતું લાગતું નથી

આ સિવાય સૂર્યકુમાર યાદવનું ટેસ્ટ ડેબ્યૂ હાલ સંભવ થતું જોવા મળતું લાગતું નથી. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર શુભમન ગિલને પણ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળવાની આશા છે. ઇનિંગ્સની શરૂઆત રોહિત શર્મા અને કેએલ રાહુલ કરે તેવી સંભાવના છે.

પેટ કમિન્સ હેડ્સકોમ્બને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે

ઓસ્ટ્રેલિયા માટે સૌથી મહત્વનો સવાલ નીચેના ક્રમના ખેલાડીની પસંદગી કરવાને લઇને છે. તેમની પાસે મેથ્યુ રેનશો, પીટર હેડ્સકોમ્બ અને કેમરૂન ગ્રીનના રૂપમાં ત્રણ વિકલ્પ છે. આ ત્રણેયમાં કેમરુન ગ્રીન સૌથી આગળ ચાલી રહ્યો છે. ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે બેટ્સમેન તરીકે કેમરુન ગ્રીન સૌથી વધારે સફળ રહ્યો છે. જોકે તાજા રિપોર્ટ પ્રમાણે તે નાગપુર ટેસ્ટ માટે તે ઉપલબ્ધ રહેશે નહીં. આ જ કારણ છે કે પેટ કમિન્સ હેડ્સકોમ્બને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે.

આ પણ વાંચો – ભારત વિ. ઓસ્ટ્રેલિયાનો કાર્યક્રમ, ટેસ્ટ પછી વન-ડેમાં થશે ટક્કર, 6 સપ્તાહમાં 7 મેચ, લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ

આ સિવાય ઓસ્ટ્રેલિયાના ટીમ મેનેજમેન્ટ માટે બીજો સ્પિનર પસંદ કરવો માથાનો દુખાવો રહેશે. ઓસ્ટ્રેલિયા પાસે મિચેલ સ્વેપસન, ટોડ મર્ફી અને એશ્ટન એગરના રુપમાં કેટલાક વિકલ્પો છે. જોકે ભારતના જમણેરી બેટ્સમેન વધારે હોવાના કારણે બીજા સ્પિન વિકલ્પના રુપમાં ડાબોડી સ્પિનર એશ્ટન અગરની પસંદગી થવી સ્વાભાવિક છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ/કેએસ ભરત.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મારનસ લાબુશેન, ઉસ્માન ખ્વાજા, સ્ટિવ સ્મિથ, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી (વિકેટકિપર), કેમરુન ગ્રીન/પીટર હેડ્સકોમ્બ, એશ્ટન એગર, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ