બોર્ડર ગાવસ્કર ટ્રોફી ડ્રો થાય તો પણ WTC ફાઇનલમાં પહોંચી શકે છે ભારત, જાણો સંપૂર્ણ સમીકરણ

India WTC Final 2025 Qualification Scenario : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના અલગ-અલગ સંભવિત પરિણામના આધારે ભારત કેવી રીતે WTC ફાઇનલમાં પહોંચી શકે છે, જાણો ગણિત

India WTC Final 2025 Qualification Scenario : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના અલગ-અલગ સંભવિત પરિણામના આધારે ભારત કેવી રીતે WTC ફાઇનલમાં પહોંચી શકે છે, જાણો ગણિત

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India WTC Final 2025 Qualification Scenario, WTC Final 2025

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમનું સમીકરણ

India WTC Final 2025 Qualification Scenario : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના ચક્રમાં હવે માત્ર 15 ટેસ્ટ જ બાકી છે, પણ ફાઈનલિસ્ટ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રેસ ચાલી રહી છે. જોકે શ્રીલંકાની ફાઈનલમાં પ્રવેશવાની શક્યતા ગણિતના હિસાબે શક્ય છે, પણ જો ભારતનો પડોશી દેશ ફાઈનલમાં પ્રવેશે તો તે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.

Advertisment

પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 295 રનથી મળેલી શાનદાર જીતને કારણે ભારતની 2025ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ક્વોલિફાય થવાની સંભાવના વધી ગઈ હતી. આ પરિણામથી ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું હતું. ભારત ટોચ પર પહોંચ્યું હતું.

થોડા દિવસો પછી ડરબનમાં શ્રીલંકા સામે દક્ષિણ આફ્રિકાની જોરદાર જીત સાથે સમીકરણ ફરીથી બદલાયું હતું. આ જીતે દક્ષિણ આફ્રિકાને નંબર 2ના સ્થાને પહોંચાડી દીધું હતું અને ઓસ્ટ્રેલિયાને પાછળ રાખી દીધું હતું. આ કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ત્રીજા નંબર પર આવી ગઈ છે.

પર્થમાં મળેલી જીતથી ફાઇનલમાં જવાની ભારતની આશા વધી ગઈ છે, જે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 3-0થી પરાજય બાદ અશક્ય લાગતું હતું. જોકે રોહિત શર્માની ટીમે ડબલ્યુટીસી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર દેખાવ કરવાની જરૂર છે.

Advertisment

આવો જાણીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના અલગ-અલગ સંભવિત પરિણામના આધારે ભારત કેવી રીતે WTC ફાઇનલમાં પહોંચી શકે છે.

5-0,4-1,4-0 કે 3-0થી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિજય મેળવવા પર ભારતીય ટીમની લોર્ડ્ઝની ટિકિટની પાકી બની જશે. તો ટીમ સતત ત્રીજી વખત ડબલ્યુટીસી ફાઇનલ રમશે.

આ પણ વાંચો - ગુજરાતના ઉર્વિલ પટેલે 36 બોલમાં સદી ફટકારી, ટી-20નો આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો

3-1થી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવા પર ભારતીય ટીમ ડબલ્યુટીસી ફાઇનલ માટે ક્વોલિફાય કરી લેશે. જોકે તેમાં એક શરત છે કે શ્રીલંકાને દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટમાં ન હરાવે.

3-2થી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવા પર ભારતીય ટીમ ડબલ્યુટીસી ફાઇનલ માટે ક્વોલિફાય કરી લેશે. જોકે તેમાં એક શરત છે કે શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સામે ઓછામાં ઓછી એક મેચ ડ્રો કરાવી લે.

2-2થી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ડ્રો રહેવા પર ભારતીય ટીમ ડબલ્યુટીસી ફાઇનલ માટે ક્વોલિફાય થઇ જશે. દક્ષિણ આફ્રિકા શ્રીલંકાને 2-0થી હરાવી દે. બીજી તરફ શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને 1-0થી શ્રેણી હરાવી દે.

સ્લો ઓવર રેટથી ન્યૂઝીલેન્ડનું સમીકરણ

ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં સ્લો ઓવર રેટ જાળવી રાખવા બદલ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ટીમના 3-3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ કાપી નાંખવામાં આવ્યા છે અને તેમના તમામ ખેલાડીઓને તેમની મેચ ફીના 15 ટકા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. પેનલ્ટીનો અર્થ એ થયો કે પ્રથમ ડબલ્યુટીસી ફાઈનલ જીતનારી ન્યૂઝીલેન્ડની ટીમ ટેબલમાં ચોથા ક્રમેથી પાંચમા ક્રમે પહોંચી ગઇ છે. પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ આવતા વર્ષે ફાઈનલમાં પ્રવેશવાની તેની સંભાવના વધારી ઓછી થઇ ગઇ છે.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ક્રિકેટ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ શ્રીલંકા ક્રિકેટ ટીમ સ્પોર્ટ્સ