Border Gavaskar Trophy : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરને શુક્રવારથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો પ્રારંભ થશે. આ શ્રેણી અંતર્ગત બન્ને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પણ ભાગ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી આ ટેસ્ટ શ્રેણીનો હાઇપ્રોફાઇલ શ્રેણી માનવામાં આવે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને 5-દિવસીય ક્રિકેટમાં સૌથી પ્રતિષ્ઠિત દ્વિપક્ષીય ટ્રોફીમાંથી એક ગણવામાં આવે છે.
એલન બોર્ડર અને સુનીલ ગાવસ્કરના નામ પરથી રખાયું છે ટ્રોફીનું નામ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ ટ્રોફી છે. આ શ્રેણીનું નામ પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ કેપ્ટન ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને ભારતના સુનીલ ગાવસ્કરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ટેસ્ટ શ્રેણીમાં વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવે છે. જો શ્રેણી ડ્રો થાય છે જે ટીમ પાસે પહેલા ટ્રોફી હોય તે જાળવી રાખે છે. છેલ્લી આ સિરીઝ માર્ચ 2023 રમાઇ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને ટ્રોફી જાળવી રાખી હતી.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી ઇતિહાસ
1996થી આ ટ્રોફીની શરૂઆત થઇ છે. અત્યાર સુધી 16 વખત આ ટ્રોફી રમાઇ છે. જેમાં ભારત 10 વખત વિજેતા બન્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 5 વખત વિજેતા બન્યું છે. 1 વખત શ્રેણી ડ્રો રહી હતી. ભારત 2017થી સતત ચાર વખત આ ટ્રોફીમાં વિજેતા રહ્યું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર સૌથી સફળ બેટ્સમેન છે. જેણે 65 ઇનિંગ્સમાં 3262 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયન નાથન લિયોન સૌથી સફળ બોલર છે. જેણે 26 મેચમાં 32.40ની સરેરાશથી 116 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો – ગાંગુલીથી લઇને ધોની સુધી, આ 6 દિગ્ગજ ભારતીયોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતિમ ટેસ્ટ શ્રેણી બની
બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિજેતા
વર્ષ વિજેતા 1996 ભારત 1998 ભારત 1999 ઓસ્ટ્રેલિયા 2001 ભારત 2003 ડ્રો 2004 ઓસ્ટ્રેલિયા 2007 ઓસ્ટ્રેલિયા 2008 ભારત 2010 ભારત 2011 ઓસ્ટ્રેલિયા 2013 ભારત 2014 ઓસ્ટ્રેલિયા 2017 ભારત 2018 ભારત 2020 ભારત 2023 ભારત
બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ
તારીખ મેચ સ્થળ સમય 22-26 નવેમ્બર 2024 ભારત વિ ઓસ્ટ્રેલિયા પર્થ સવારે 7.30 વાગ્યે. 6-10 ડિસેમ્બર 2024 ભારત વિ ઓસ્ટ્રેલિયા એડિલેડ સવારે 9.30 વાગ્યે. 14-18 ડિસેમ્બર 2024 ભારત વિ ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેન સવારે 5.50 વાગ્યે. 26-30 ડિસેમ્બર 2024 ભારત વિ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન સવારે 5.00 વાગ્યે. 3-7 જાન્યુઆરી 2025 ભારત વિ ઓસ્ટ્રેલિયા સિડની સવારે 5.00 વાગ્યે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વ: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.
પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્કોટ બોલાન્ડ, એલેક્સ કેરી, જોશ ઇંગ્લિસ, જોશ હેઝલવૂડ, નાથન લાયન, મિચેલ માર્શ, નાથન મેકસ્વીની, મિચેલ સ્ટાર્ક.





