26 December, Boxing Day Test : સ્પોર્ટ્સ જગતમાં દરેક દિવસનું પોતાનું આગવું મહત્વ હોય છે, પરંતુ કેટલીક તારીખો એવી પણ હોય છે જે દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આવો જ એક દિવસ છે 26 ડિસેમ્બર. જેને દુનિયાના ઘણા દેશોમાં બોક્સિંગ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે અને ખેલ જગતમાં આ દિવસે ઘણી મેચોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બોક્સિંગ ડે ના દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ રમાશે.
આ નામ સાંભળીને તમને એવું લાગતું હશે કે આ દિવસને બોક્સિંગની રમત સાથે સંબંધ હશે, પરંતુ તેને આ રમત સાથે કોઇ લેવા દેવા નથી. આ દિવસે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મેદાન પર છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે. આવો તમને જણાવીએ કે આ દિવસના મહત્વ અને ટીમ ઇન્ડિયાના પ્રદર્શન વિશે.
શું છે બોક્સિંગ ડે
25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસ ડે, તેના બીજા દિવસને બોક્સિંગ ડે તરીકે ઓળખવામાં આવે છે. જો તેનો ઇતિહાસ જોઇએ તો ઘણી જગ્યાએ જોવા મળે છે કે દુનિયાના જે ભાગોમાં અંગ્રેજોનું શાસન હતું ત્યાં તેઓ ક્રિસમસના બીજા દિવસે મજૂરોને બોક્સમાં રાખીને મીઠાઈઓ અને ગિફ્ટ આપતા હતા, તેથી આ દિવસનો વ્યાપ વધ્યો હતો.
સાથે જ કેટલાક લોકોનું માનવું છે કે રોમન સમયમાં લોકો ખાલી બોક્સ લઇને ચર્ચની બહાર રાખતા હતા, જેમાં બીજા લોકો આવીને કોઇ એવી વસ્તુ મુકતા હતા જે ગરીબોમાં વહેંચવામાં આવતું હતું, તે આજે પણ જોવા મળે છે. સ્ટેડિયમની બહાર પણ લોકો ખાલી બોક્સ રાખે છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી આ દિવસ ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે અને બજારોમાં રોનક જોવા મળે છે. સાથે જ ક્રિકેટ જગતમાં પણ તેનું એક અલગ જ સ્થાન છે.
આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : 2 સ્થાન અને 4 દાવેદાર, 6 ટેસ્ટ મેચ નક્કી કરશે કોણ રમશે ફાઇનલ, જાણો સમીકરણ
ક્રિકેટ જગતમાં આ દિવસનું ઘણું મહત્વ છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા સહિત ઘણા દેશોમાં આ દિવસે ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે. 1950માં એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ હતી. ત્યારથી ઓસ્ટ્રેલિયા દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન કરે છે. જોકે 1984, 1988 અને 1994માં બોક્સિંગ ડે ટેસ્ટ યોજાઈ શકી ન હતી. 1980થી દર વર્ષે મેલબોર્નના મેદાન પર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાય છે. આ દરમિયાન 1989માં આ દિવસે માત્ર એક જ વખત વન ડે મેચ રમાઇ હતી. ભારત 1985માં તેનો ભાગ બન્યું હતું. 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી મેચમાં ભારતીય ટીમ પ્રથમ વખત રમી હતી. તે ટેસ્ટ ડ્રો રહી હતી.
બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન
બોક્સિંગ ટેસ્ટની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયા આ દિવસે 17 ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાં 4 મેચમાં ટીમ ઇન્ડિયાની જીત થઇ છે અને 10 મેચમાં પરાજય થયો છે. 3 મેચ ડ્રો રહી છે.





