Cricket Awards: રોહિત શર્મા, વિરાટ કોહલી, સ્મૃતિ મંધાના સહિત આ ક્રિકેટર્સને મળ્યા એવોર્ડ્સ, જુઓ વિજેતાઓનું લિસ્ટ

CEAT Cricket Awards: સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2023-24માં મેન્સ પુરુષ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે રોહિત શર્માને પસંદ કરવામાં આવ્યો

Written by Ashish Goyal
Updated : August 22, 2024 17:32 IST
Cricket Awards: રોહિત શર્મા, વિરાટ કોહલી, સ્મૃતિ મંધાના સહિત આ ક્રિકેટર્સને મળ્યા એવોર્ડ્સ, જુઓ વિજેતાઓનું લિસ્ટ
રોહિત શર્માને સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2023-24માં મેન્સ પુરુષ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યો છે (તસવીર - બીસીસીઆઈ)

CEAT Cricket Awards: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2023-24માં મેન્સ પુરુષ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ‘લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારંભમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને ‘મેન્સ વન-ડે બેટર ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે 2023ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા મોહમ્મદ શમીને ‘વન-ડે બોલર ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં યશસ્વી જયસ્વાલને ‘મેન્સ ટેસ્ટ બેટર ઓફ ધ યર’ અને રવિચંદ્રન અશ્વિનને ‘મેન્સ ટેસ્ટ બોલર ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહને ઉત્કૃષ્ટ સ્પોર્ટસ એડમિનિસ્ટ્રેશન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જય શાહે કહ્યું કે ભારતીય ટીમ ભવિષ્યમાં વધુ ટ્રોફી મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

રોહિત શર્માએ જય શાહ, રાહુલ દ્રવિડ અને અજિત અગરકરને પોતાના 3 સ્તંભ ગણાવ્યા

રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ, સિનિયર સિલેક્શન કમિટિના ચેરમેન અજીત અગરકર અને બીસીસીઆઈ સચિવ જય શાહને પોતાના ત્રણ આધારસ્તંભ ગણાવ્યા હતા. તેણે ત્રણેયનો આભાર માન્યો હતો.

રોહિત શર્માએ કહ્યું કે આ ટીમને બદલવી અને આંકડા, પરિણામ વિશે વધારે ચિંતા ના કરવી. તે સુનિશ્ચિત કરવાનું મારું સ્વપ્ન હતું કે આપણે એવું વાતાવરણ બનાવીએ કે જ્યાં લોકો મેદાનમાં પર જઇને વધારે વિચાર્યા વિના ખુલીને રમી શકે. તેને લઇને મને પોતાના ત્રણ સ્તંભોથી ઘણી મદદ મળી. મારા ત્રણ સ્તંભ જય શાહ, રાહુલ દ્રવિડ અને અજિત અગરકર છે.

આ પણ વાંચો – T20 વર્લ્ડ કપ જીતવા રોહિત શર્માએ કોહલી કે બુમરાહ નહીં પરંતુ આ ત્રણને ગણાવ્યા પિલ્લર

વિજેતાઓની સંપૂર્ણ યાદી

ક્રમએવોર્ડ્સવિજેતા
1લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડરાહુલ દ્રવિડ
2મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરરોહિત શર્મા
3મેન્સ વન-ડે બેટ્સમેન ઓફ ધ યરવિરાટ કોહલી
4મેન્સ વન-ડે બોલર ઓફ ધ યરમોહમ્મદ શમી
5મેન્સ ટેસ્ટ બેટ્સમેન ઓફ ધ યરયશસ્વી જયસ્વાલ
6મેન્સ ટેસ્ટ બોલર ઓફ ધ યરરવિચંદ્રન અશ્વિન
7મેન્સ ટી20આઇ બેટ્સમેન ઓફ ધ યરફિલ સોલ્ટ
8મેન્સ ટી20આઇ બોલર ઓફ ધ યરટિમ સાઉથી
9ડોમેસ્ટિક ક્રિકેટર ઓફ ધ યરસાંઈ કિશોર
10મહિલા ભારતીય બેટ્સમેન ઓફ ધ યરસ્મૃતિ મંધાના
11મહિલા ભારતીય બોલર ઓફ ધ યરદીપ્તિ શર્મા
12મહિલા ટી-20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધારે મેચોહરમનપ્રીત કૌર
13આઈપીએલમાં ઉત્કૃષ્ટ લીડરશિપ માટે એવોર્ડશ્રેયસ ઐયર
14મહિલા ટેસ્ટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો એવોર્ડશેફાલી વર્મા
15ઉત્કૃષ્ટ રમત-ગમતના વહીવટ માટેનો એવોર્ડજય શાહ

હવે દરેક સમાચાર તમારા મોબાઇલમાં, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે સોશિયલ મીડિયામાં Facebook | Twitter | Instagram સાથે જોડાઓ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ