Champions Trophy 2025, AFG vs SA Match Cricket Score (દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન સ્કોર) : રેયાન રિકલ્ટનની સદી (103) બાદ કાગિસો રબાડાની શાનદાર બોલિંગની (3 વિકેટ) મદદથી દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન સામે 107 રને વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 315 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 43.3 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
અફઘાનિસ્તાન ઇનિંગ્સ
-દક્ષિણ આફ્રિકા તરફથી રબાડાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
-રહેમત શાહ 92 બોલમાં 9 ફોર 1 સિક્સર સાથે 90 રને આઉટ
-નૂર અહમદ 15 બોલમાં 1 ફોર સાથે 9 રને મુલ્ડરની ઓવરમાં બોલ્ડ થયો.
-રાશિદ ખાન 13 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 18 રને કેશવ મહારાજનો શિકાર બન્યો.
-ગુલબદ્દીન નાયબ 19 બોલમાં 2 ફોર સાથે 13 રન બનાવી એનગિડીનો શિકાર બન્યો.
-રહેમત શાહે 62 બોલમાં 4 ફોર સાથે અડધી સદી ફટકારી.
-મોહમ્મદ નબી 17 બોલમાં 8 રન બનાવી કેચ આઉટ થયો.
-ઓમરઝાઈ 27 બોલમાં 3 ફોર સાથે 18 રને રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
-શમતુલ્લાહ શાહિદી 4 બોલમાં ખાતું ખોલાયા વિના મ્લુન્ડરનો શિકાર બન્યો.
– સેદીકુલ્લાહ અટલ 32 બોલમાં 2 ફોર સાથે 16 રન બનાવી રન આઉટ થયો.
-ઇબ્રાહિમ ઝાદરાન 29 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 17 રને રબાડાની ઓવરમાં બોલ્ડ થયો.
-રહેમાનુલ્લા ગુરબાઝ 14 બોલમાં 1 ફોર 10 રન બનાવી એનગિડીની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો – રણજી ટ્રોફી 2025 : ગુજરાતને 2 રન ઓછા બનાવવા ભારે પડ્યા, કેરળે રચ્યો ઇતિહાસ
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-એડન માર્કરામના 36 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અણનમ 52 રન.
-માર્કો જેન્સેન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના ઓમરઝાઇનો શિકાર બન્યો.
-ડેવિડ મિલર 18 બોલમાં 1 ફોર સાથે 14 રન બનાવી ફારુકીનો ઓવરમાં કેચ આઉટ થયો.
-રાસી વાન ડેર ડ્યુસેન 26 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 52 રન બનાવી નૂર અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.
-રાસી વાન ડેર ડ્યુસેન 41 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-રેયાન રિકલ્ટન 106 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 103 રને રન આઉટ થયો.
-રેયાન રિકલ્ટને 101 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી.
-બાવુમા 76 બોલમાં 5 ફોર સાથે 58 રન બનાવી મોહમ્મદ નબીનો શિકાર બન્યો.
-બાવુમાએ 63 બોલમાં 4 ફોર સાથે અડધી સદી ફટકારી.
-રેયાન રિકલ્ટને 48 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ટોની ડી જોર્ઝી 11 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી મોહમ્મદ નબીનો શિકાર બન્યો.
– દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સાઉથ આફ્રિકા : રેયાન રિકલ્ટન, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરામ, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુંગી એનગીડી
અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝાદરાન, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નૂર અહમદ, ફઝલહક ફારૂકી