Champions Trophy 2025 Points Table Group B : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બુધવારે (26 ફેબ્રુઆરી) અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળી ગ્રુપ B માં સેમિફાઇનલ માટેની દોડ રોમાંચક બનાવી દીધી છે. ઓસ્ટ્રેલિયા પછી અફઘાનિસ્તાન સામે હારીને ઈંગ્લેન્ડ સેમિ ફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું છે. આ પછી ગ્રુપ બી માં સેમિ ફાઇનલની રેસ ત્રિકોણીય બની ગઇ છે.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત અફઘાનિસ્તાનની ટીમ પણ રેસમાં છે. ગ્રુપ બી માં 28 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. જ્યારે 1 માર્ચે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. બંને મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ગ્રુપ A માંથી ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. ચાલો ગ્રુપ B ના સેમિફાઇનલનું ગણિત સમજીએ.
સેમિફાઇનલમાં પહોંચવા માટે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનું ગણિત
- જો દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડને હરાવે દે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે. જો અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે હારી જાય તો પણ ટેમ્બા બાવુમાની ટીમ ટોચ પર રહી શકે છે. જો તેમનો નેટ રન-રેટ ઓસ્ટ્રેલિયા કરતા વધારે હોય તો.
- જો ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવે છે અને ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાનને હરાવે છે તો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ જશે. ઓસ્ટ્રેલિયાના 5 પોઈન્ટ અને દક્ષિણ આફ્રિકાના 3 પોઈન્ટ રહેશે. અફઘાનિસ્તાનને 2 પોઈન્ટ થશે
આ પણ વાંચો – JioHotstar પર તુટ્યા બધા રેકોર્ડ, Ind vs Pak મેચની દિવાનગી, રિયલટાઇમમાં 60.2 કરોડ પહોંચી દર્શકોની સંખ્યા
- જો ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવે અને અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયાને હરાવે તો હશમતુલ્લાહ શાહિદીની ટીમ ગ્રુપમાં ટોચ પર રહેશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જે ટીમનો નેટ રન રેટ વધુ સારો હશે તે બીજા સ્થાને રહેશે.
- અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં વરસાદની સંભાવના છે. આ મેચ ધોવાઇ જશે તો ઓસ્ટ્રેલિયા 4 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી જશે. આવામાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાં સારી રનરેટ ધરાવનાર ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી જશે. જોકે આ માટે જરૂરી છે કે ઇંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા મોટા અંતરથી હારે.
ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ બી પોઇન્ટ ટેબલ
ક્રમ ટીમ મેચ જીત હાર રદ પોઇન્ટ નેટ રનરેટ 1 દક્ષિણ આફ્રિકા 2 1 0 1 3 2.140 2 ઓસ્ટ્રેલિયા 2 1 0 1 3 0.475 3 અફઘાનિસ્તાન 2 1 1 0 2 -0.990 4 ઇંગ્લેન્ડ 2 0 2 0 0 -0305