Champions Trophy 2025, ENG vs AUS Match Cricket Score ( ઇંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ સ્કોર) : જોશ ઇંગ્લિશના લડાયક અણનમ 120 અને એલેક્સ કેરી(69), મેથ્યુ શોર્ટની (63)અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 351 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી મોટો રનચેઝનો રેકોર્ડ છે.
ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ
-જોશ ઇંગ્લિશના 86 બોલમાં 8 ફોર 6 સિક્સર સાથે અણનમ 120 રન.
-ગ્લેન મેક્સવેલના 15 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે અણનમ 32 રન.
-જોશ ઇંગ્લિશે 77 બોલમાં 8 ફોર 4 સિક્સર સાથે સદી ફટકારી.
-એલેક્સ કેરી 63 બોલમાં 8 ફોર સાથે 69 રન બનાવી કાર્સની ઓવરમાં કેચ આઉટ થયો.
-જોશ ઇંગ્લિશની 41 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-મેથ્યુ શોર્ટ 66 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે 63 રન બનાવી લિવિંગસ્ટોનની ઓવરમાં કેચ આઉટ થયો.
-માર્નશ લાબુશેન 45 બોલમાં 5 ફોર સાથે 47 રન બનાવી રાશિદનો શિકાર બન્યો.
-સ્ટિવ સ્મિથ 6 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી વુડનો શિકાર બન્યો.
-ટ્રેવિસ હેડ 5 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો.
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
-ઓસ્ટ્રેલિયા તરફથી દ્વારશુઇસે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. એડમ ઝમ્પા અને લાબુશેનને 2-2 વિકેટ મળી.
-બ્રાયડન કાર્સે 7 બોલમાં 8 રન બનાવી લાબુશેનનો બીજો શિકાર બન્યો.
-બેન ડકેટ 143 બોલમાં 17 ફોર અને 3 સિક્સર સાથે 165 રન બનાવી લાબુશેનની ઓવરમાં એલબી થયો.
-લિયામ લિવિંગસ્ટોન 17 બોલમાં 1 સિક્સર સાથે 14 રન બનાવી દ્વારશુઇસની ઓવરમાં કેચ આઉટ થયો.
-જોશ બટલર 21 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 23 રન બનાવી મેક્સવેલનો શિકાર બન્યો.
-હેરી બ્રુક 6 બોલમાં 3 રન બનાવી ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો.
-જો રુટ 78 બોલમાં 4 ફોર સાથે ઝમ્પાની ઓવરમાં એલબી આઉટ થયો.
-બેન ડકેટે 95 બોલમાં 11 ફોર 1 સિક્સર સાથે સદી ફટકારી.
-જો રુટે 56 બોલમાં 3 ફોર સાથે અડધી સદી ફટકારી.
-બેન ડકેટે 49 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-જેમી સ્મિથ 13 બોલમાં 3 ફોર સાથે 15 રન બનાવી બેન દ્વારશુઇસનો બીજો શિકાર બન્યો.
-ફિલ સોલ્ટ 6 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 10 રન બનાવી બેન દ્વારશુઇસની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો – પાકિસ્તાનમાં ગુંજ્યું ભારતનું રાષ્ટ્રગીત, ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની ટીમ જોતી રહી ગઇ, જુઓ VIDEO
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઓસ્ટ્રેલિયા : મેથ્યુ શોર્ટ, ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, સ્પેન્સર જોન્સન
ઇંગ્લેન્ડ : ફિલિપ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સે, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.





